વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કર્યો હતો. મુંબઈમાં દિવસની ત્રીજી રેલીમાં બોલતા PM એ મહાવિકાસ અઘાડી પર જોરદાર નિશાન સાધ્યું. મુંબઈમાં એક રેલીમાં બોલતા તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં આ મારી છેલ્લી રેલી છે.
કોંગ્રેસ અને અઘાડી ગઠબંધન પર દેશના વિકાસમાં અવરોધો ઉભા કરવાનો આરોપ લગાવતા પીએમએ કહ્યું કે આ લોકો માત્ર તોડવામાં માને છે, પરંતુ અમારી પાર્ટી એક થવામાં માને છે. તમારે તેમના રાજકીય ઈરાદાઓથી વાકેફ રહેવું જોઈએ. તેમના માટે તેમનો પક્ષ દેશથી ઉપર છે. મહાયુતિની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે, મારા માટે તમારા સપના મારી પ્રેરણા છે, અને હું તેને સાકાર કરવા સખત મહેનત કરવાની ખાતરી આપું છું.
શિવસેના ઉદ્ધવ પર કટાક્ષ કરતા વડાપ્રધાને કહ્યું કે, જો આપણે ગઠબંધન કરીને સાથે લડી રહ્યા છીએ, તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બાળાસાહેબના વખાણ કરીને બતાવો. શિવસેના પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, “જે લોકો વીર સાવરકરને અપમાનિત કરતા હતા તેઓ હવે તેમને ભેટીને ફરતા હોય છે.
કોંગ્રેસ અને અઘાડી પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે, આ એ જ લોકો છે જે રામ મંદિરનો વિરોધ કરતા હતા. આ લોકોએ કલમ 370 હટાવવાનો પણ વિરોધ કર્યો હતો. તેમનું કામ માત્ર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનું છે, જેથી તેઓ વોટ મેળવતા રહે અને તેઓ સત્તામાં રહે અને લૂંટ કરતા રહે. પીએમએ કહ્યું કે જ્યારે દેશ પ્રગતિ કરે છે, ત્યારે તેઓ પીડાય છે.
કોંગ્રેસ અને મહાવિકાસ આઘાડી પર પ્રહાર કરતા પીએમએ કહ્યું કે આ લોકો વીર સાવરકરનું અપમાન કરે છે, બાબા સાહેબનું અપમાન કરે છે અને તેમના બંધારણનું પણ અપમાન કરે છે. રેલીને સંબોધતા, તેમણે “એક હે તો સેફ હે” ના નારા નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જો આપણે એક થઈશું, તો સુરક્ષિત રહીશું.
આ રેલી પહેલા PMએ રાજ્યમાં વધુ બે રેલીઓને સંબોધી હતી. એક રેલી સંભાજી નગરમાં અને બીજી પનવેલમાં. સંભાજી નગરમાં એક રેલીમાં બોલતા તેમણે કહ્યું હતું કે, આ ચૂંટણી સંભાજીને માનનારા અને ઔરંગઝેબને માનનારાઓ વચ્ચે છે.