મીડિયામાં કેન્દ્ર સરકાર પર સવાલોનો વરસાદ કરનાર રાહુલ ગાંધીએ નથી પૂછ્યો છેલ્લા 5 વર્ષમાં લોકસભામાં એક પણ સવાલ !

મીડિયામાં કેન્દ્ર સરકાર પર સવાલોનો વરસાદ કરનાર રાહુલ ગાંધીએ નથી પૂછ્યો છેલ્લા 5 વર્ષમાં લોકસભામાં એક પણ સવાલ !

સંસદની બહાર દરરોજ કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહેલા અને સંસદમાં પોતાના ભાષણથી સૌનું ધ્યાન આકર્ષિક કરનાર રાહુલ ગાંધીએ 16મી લોકસભામાં એક પણ સવાલ કર્યો નથી. ચોક્કસ તમને વાંચીને નવાઈ લાગશે પરંતુ આ વાત અમે નથી કહી રહ્યા આ આંકડા સંસદીય કાર્યકાળની વેબસાઈટ parliamentarybusiness.com દ્વારા જ જાહેર કરવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીનો 5 વર્ષનો રિપોર્ટ કાર્ડ

રાહુલ ગાંધીનો 5 વર્ષનો રિપોર્ટ કાર્ડ

16મી લોકસભાના સંસદીય કાર્યકાળ પર નજર રાખવામાં આવે તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી, મુલાયમ સિંહ યાદવ જેવા નેતાઓએ પણ એક પણ સવાલ કર્યા નથી. એટલું જ નહીં સંસદની બહાર પોતાના જ પક્ષ સામે સવાલ કરનાર ભાજપ સાંસદ શત્રુઘ્ન સિન્હા સહિત 31 સાંસદોએ એક પણ સવાલ કર્યો નથી.

આ પણ વાંચો : ભારતીય રાજનીતિમાં શરૂ થઈ ઉલ્ટી ગંગા, જીવનભર ભાજપનો વિરોધ કરનાર મુલાયમ સિંહે કહ્યું, ‘ફરી એકવખત દેશના વડાપ્રધાન બનો તેવી શુભેચ્છા ‘

રસપ્રદ આંકડા એ પણ છે કે સૌથી વધુ સવાલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સાસંદોએ પૂછ્યા છે. જેમાં સાંસદ સુપ્રિયા સુલે, વિજય એસ મોહિતે સહિત તમામ ચાર સાંસદોએ વધુ સવાલ કર્યા છે. તેમજ નોંધનીય વાત એ પણ છે કે સૌથી વધુ ખેતી અને ખેડૂતોની આત્મહત્યા સંબંધિત સવાલો કરવામાં આવ્યા છે. જેના પર સમગ્ર દેશમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે.

[yop_poll id=1384]

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati