AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm વૉલેટને બદલે ટિકિટ બુક કરવા માટે IRCTCની આ સેવાનો કરો ઉપયોગ, ટિકિટ તરત જ થશે બુક

જ્યારથી Paytm વોલેટ બંધ થવાના સમાચાર આવ્યા છે. સામાન્ય યુઝર્સના મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. ઘણા લોકો એ વિચારીને ચિંતિત છે કે પહેલા તેઓ ટિકિટ બુક કરવા પેટીએમ વોલેટમાં પૈસા એડને સરળતાથી પેમેન્ટ કરી લેતા હતા, શું હવે આ શક્ય નહીં બને? અને જો નહીં, તો બીજો વિકલ્પ શું છે?

Paytm વૉલેટને બદલે ટિકિટ બુક કરવા માટે IRCTCની આ સેવાનો કરો ઉપયોગ, ટિકિટ તરત જ થશે બુક
IRCTCs eWallet
| Updated on: Feb 04, 2024 | 1:13 PM
Share

જ્યારથી Paytm વોલેટ બંધ થવાના સમાચાર આવ્યા છે. સામાન્ય યુઝર્સના મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. ઘણા લોકો એ વિચારીને ચિંતિત છે કે પહેલા તેઓ ટિકિટ બુક કરવા પેટીએમ વોલેટમાં પૈસા એડ કરીને સરળતાથી પેમેન્ટ કરી લેતા હતા, શું હવે આ શક્ય નહીં બને? અને જો નહીં, તો બીજો વિકલ્પ શું હોય શકે છે? તો આજે આ ન્યૂઝમાં તમને આ બધા પ્રશ્નોના જવાબ આપવાના છીએ.

પોતાની ઈ-વોલેટ સેવા

IRCTC વેબસાઇટ કે જ્યાંથી તમે ટિકિટ બુક કરો છો. તેની પોતાની ઈ-વોલેટ સેવા છે, જે IRCTC દ્વારા પૂરી પાડવામાં આવે છે. તેનો ઉપયોગ તત્કાલ ટિકિટ સહિત ટ્રેન ટિકિટ બુક કરવા માટેની ચુકવણી સુધીની બધી સુવિધાઓ આપવામાં આવે છે.

IRCTC eWallet ની વિશેષતા શું છે?

  • ટિકિટ દીઠ કોઈ પેમેન્ટ ગેટવે શુલ્ક નથી.
  • વોલેટ ટોપ-અપ ઓનલાઈન કરી શકાય છે.
  • ચોક્કસ બેંકના નેટવર્ક પરની નિર્ભરતા દૂર થાય છે.
  • ટિકિટ કેન્સલ થવાના કિસ્સામાં રિફંડની રકમ બીજા દિવસે IRCTC ઈ-વોલેટ એકાઉન્ટમાં જમા થઈ જશે.
  • IRCTC eWallet એપ પર ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી, વોલેટ પેમેન્ટ હિસ્ટ્રી અને ટ્રાન્ઝેક્શન પાસવર્ડ પ્રોટેક્શન ફીચર્સ આપવામાં આવ્યા છે.

સુરક્ષિત છે ટ્રાન્ઝેક્શન

IRCTC વેબસાઈટ અનુસાર IRCTC ટ્રાન્ઝેક્શન પાસવર્ડ/PIN નંબર આપીને IRCTC eWallet દ્વારા સુરક્ષિત બુકિંગ સર્વિસ આપે છે, જે IRCTC eWallet દ્વારા કરવામાં આવતી દરેક બુકિંગ માટે દાખલ કરવું જરૂરી છે. અહીં એ પણ જણાવી દઈએ કે જ્યારે કોઈપણ આપેલી બેંક ઓફલાઈન થઈ જાય, ત્યારે પણ તમે તમારા IRCTC eWallet પરથી ટિકિટ બુક કરી શકો છો.

g clip-path="url(#clip0_868_265)">