Travel: ભારતના આ છેલ્લા ગામમાં સરસ્વતી નદી આજે પણ વહે છે, અહીંનો રસપ્રદ ઈતિહાસ તમને કરી દેશે આશ્ચર્યચકિત

|

Mar 10, 2022 | 4:34 PM

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારતનું છેલ્લું ગામ છે જે માના ગામ તરીકે ઓળખાય છે. આ ગામ ચીનની સરહદને અડીને આવેલું છે. આ સ્થળનો ઈતિહાસ મહાભારતના સમય સાથે જોડાયેલો છે. અહીં જાણો માના ગામનો રસપ્રદ ઈતિહાસ.

Travel: ભારતના આ છેલ્લા ગામમાં સરસ્વતી નદી આજે પણ વહે છે, અહીંનો રસપ્રદ ઈતિહાસ તમને કરી દેશે આશ્ચર્યચકિત
Mana Village

Follow us on

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જ્યારે તમે બદ્રીનાથ(Badrinath)થી ત્રણ કિલોમીટરની ઉંચાઈ પર જાઓ છો, ત્યારે તમને એક ગામ જોવા મળશે. આ ગામ માના ગામ (Mana Village) તરીકે ઓળખાય છે. આ ગામ ચીનની સરહદને અડીને આવેલું છે અને ભારતનું છેલ્લું ગામ છે. અહીં એક દુકાન પણ છે, જ્યાં મોટા અક્ષરોમાં લખેલું છે ‘હિન્દુસ્તાનની છેલ્લી દુકાન’. જ્યારે પણ ઉત્તરાખંડ (Uttrakhand)ની મુલાકાત લેનારા લોકો બદ્રીનાથ ધામની મુલાકાત લે છે, તેઓ ચોક્કસપણે માના ગામની મુલાકાત લે છે કારણ કે અહીંનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે. જાણો માના ગામ સાથે જોડાયેલી ખાસ વાતો.

માના ગામ હિમાલયની સુંદર ટેકરીઓથી ઘેરાયેલું છે અને દરિયાની સપાટીથી 19,000 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. ભારત અને તિબેટની સરહદે આવેલા આ ગામમાં રાંડપા જાતિના લોકો વસે છે. અહીં લગભગ 60 ઘરો છે, જે લાકડાના બનેલા છે. માણા ગામનો ઈતિહાસ મહાભારતના સમય સાથે જોડાયેલો છે. કહેવાય છે કે પાંડવો આ માર્ગે સ્વર્ગમાં ગયા હતા. મહાભારત કાળથી બનેલો એક પુલ આજે પણ અસ્તિત્વમાં છે, જે ‘ભીમ પુલ’ તરીકે ઓળખાય છે.

આમ તો સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ છે, પરંતુ તમે તેને હજી પણ માના ગામમાં જોશો. અહીં ગામના છેવાડે એક ધોધ ખડકોમાંથી પડતો જોવા મળે છે. તેનું પાણી થોડે દૂર જતાં જ અલકનંદા નદીમાં ભળી જાય છે. તેને સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન માનવામાં આવે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

એવું કહેવાય છે કે જ્યારે પાંડવો આ ગામમાંથી સ્વર્ગ જઈ રહ્યા હતા, ત્યારે તેમણે અહીં હાજર સરસ્વતી નદી પાસેથી રસ્તો માગ્યો હતો, પરંતુ સરસ્વતીએ તેમને રસ્તો ન આપ્યો. આ પછી મહાબલી ભીમે નદી પરના બે મોટા ખડકો ઉપાડીને પોતાના માટે રસ્તો બનાવ્યો અને આ પુલ પાર કરીને તે આગળ વધ્યા. આ પુલને ભીમ પુલ કહેવામાં આવે છે.

આ ગામમાં વ્યાસની ગુફા પણ છે. એવું કહેવાય છે કે આ ગુફામાં વેદ વ્યાસજીએ મહાભારત મૌખિક રીતે બોલ્યા હતા અને ભગવાન ગણેશજીએ લખ્યા હતા. માના ગામ ઔષધિઓ માટે પણ પ્રખ્યાત છે. કહેવાય છે કે અહીં મળતી તમામ જડીબુટ્ટીઓ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય એવું પણ કહેવાય છે કે જે પણ આ ગામમાં આવે છે તેની ગરીબી દૂર થઈ જાય છે.

આ પણ વાંચો- તાજમહેલની સાથે તાજ મહોત્સવની પણ મજા માણવી છે ? 20 માર્ચ પછી બનાવો આગ્રા ફરવાનો પ્લાન, જાણો સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો- Travel Tips: પહેલીવાર ટ્રાવેલ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, મુસાફરીની મજા આવશે

Next Article