‘યાત્રી ગણ કૃપા ધ્યાન દે’, આ અવાજ કોઈ પુરુષનો નથી પણ મહિલાનો છે, જાણો કેવી રીતે દરેક સ્ટેશન પર એક જ અવાજ સાંભળવા મળે છે

|

Dec 16, 2024 | 4:40 PM

ભારતીય રેલવેમાં દરેક રેલવે સ્ટેશન પર તમને એક મહિલાનો અવાજ સાંભળવા મળતો હોય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે, આ એક મહિલા તમામ રેલવે સ્ટેશન પર કેવી રીતે અવાજ આપે છે. તો તમને જણાવી દઈએ કે, આ અવાજ કોઈ મહિલાનો નહિ પરંતુ એક પુરુષનો છે.

યાત્રી ગણ કૃપા ધ્યાન દે, આ અવાજ કોઈ પુરુષનો નથી પણ મહિલાનો છે, જાણો કેવી રીતે દરેક સ્ટેશન પર એક જ અવાજ સાંભળવા મળે છે

Follow us on

ભારતીય રેલવેમાં સફર કરનાર લોકો હંમેશા સ્ટેશન પર અનાઉસમેન્ટ સાંભળતા હોય છે. આ અનાઉસમેન્ટ અલગ અલગ કારણોસર કરવામાં આવે છે, ક્યારેક ટ્રેન માટે તો ક્યારેક કર્મચારીઓને બોલાવવા સ્ટેશન માસ્ટર કોઈ કામ સોપવા માટે અનાઉસમેન્ટ કરે છે. ક્યારેક ગુમ થયેલા લોકો માટે અન્ય જાણકારી આપવા માટે અનાઉસમેન્ટ કરવામાં આવતું હોય છે. પરંતુ સૌથી વધારે ઉપયોગ યાત્રિકોની ટ્રેન સાથે જોડાયેલી જાણકારી આપવા માટે કરવામાં આવે છે.

અનાઉસમેન્ટ દ્વારા લોકોને જાણ થાય છે કે, તેની ટ્રેન ક્યારે આવશે અને ક્યા પ્લેટફોર્મ પર આવશે. જો ટ્રેન મોડી હોય તો ક્યાં સુધીમાં સ્ટેશન પર આવશે. જો કોઈ ટ્રેન કેન્સલ થઈ છે તો યાત્રિકો પાસે ક્યો વિકલ્પ છે. સ્ટેશન પર અનાઉસમેન્ટ દરિમાયન હંમેશા લોકોને એક મહિલાનો અવાજ સાંભળવા મળતો હોય છે. પરંતુ આ અવાજ 24 વર્ષના એક પુરુષનો છે. જેનું નામ શ્રવણ આડોડે છે.

Vastu Tips : ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
70 દિવસ પછી તેજિંદર બગ્ગા Bigg Bossના ઘરમાંથી આઉટ થયો
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Video : વિરાટ કોહલીના શર્મનાક પ્રદર્શન બાદ ડ્રેસિંગ રૂમમાં ગંભીરે કર્યું આવું
આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ ભાત ! જાણો કેમ?
Winter breakfast : શિયાળામાં સવારે નાસ્તામાં કયા ફળો ખાવા જોઈએ?

 

 

જાણો કોણ છે શ્રવણ આડોડે

યાત્રીગણ કૃપા ધ્યાન દે, તમે બધા આ અવાજથી પરિચિત હશો. જે ખુબ પ્રિય અને સ્પષ્ટ અવાજ છે પરંતુ આ અવાજ શ્રવણ આડોડેનો છે. જે ભારતીય રેલવેની સાથે એક ખાનગી ક્ષેત્રના કર્મચારી તરીકે કામ કરે છે. શ્રવણની યાત્રા એક સંયોગથી શરુ થઈ, મહારાષ્ટ્રના પરલી સ્ટેશનમાં એક દિવસ ટેકનીકલ ખરાબી થઈ, જેના કારણે ઓટોમેટિક એનાઉન્સમેન્ટ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. આ કારણોસર જાહેરાતની જવાબદારી શ્રવણને આપવામાં આવી હતી. શ્રવણે મહિલાના અવાજની નકલ કરીને જાહેરાતની શરૂઆત કરી, જેનો પરંપરાગત રીતે અનાઉસમેન્ટ માટે ઉપયોગ થતો હતો.

મહિલાના અવાજમાં અનાઉસમેન્ટ કરે

શ્રવણે મહિલાનો અવાજ શાનદાર રીતે કાઢ્યો તેનો અવાજ મહિલા અનાઉન્સર રેકોર્ડ કરેલા અવાજ સાથે સંપૂર્ણપણે મેળ ખાતો હતો. આ ઘટના પછી શ્રવણનું કામ બદલાઈ ગયું. હવે રેલવે માટે મહિલાના અવાજમાં અનાઉસમેન્ટ કરે છે. દેશભરના રેલવે સ્ટેશનોમાં શ્રવણનો અવાજ તમને સાંભળવા મળતો હોય છે,વિવિધ ઘોષણાઓ માટે તેના રેકોર્ડિંગ્સના ભાગોને ડિજિટલી મિશ્રિત કરવામાં આવે છે. સેન્ટ્રલ રેલવે હેડક્વાર્ટર, મુંબઈના વરિષ્ઠ ઉદ્ઘોષકે તેમના અવાજની પ્રશંસા કરી છે.

 

શ્રવણ અભિનેતા પણ છે

રેલવે અનાઉસમેન્ટનું કામ કર્યા સિવાય શ્રવણ વોયસ આર્ટિસ્ટ, ફિલ્મો અને સિરિયલોમાં ગાયક અને અભિનેતા પણ છે. વૈદ્યનાથ કૉલેજનો સ્નાતક અને BHEL માધ્યમિક શાળાનો વિદ્યાર્થી, શ્રવણ મુંબઈ, મહારાષ્ટ્રમાં રહે છે. શ્રવણે નકારાત્મકતાને અવગણીને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આજે તેમનો અવાજ સમગ્ર ભારતમાં લાખો પ્રવાસીઓને માર્ગદર્શન આપે છે.

Next Article