
ભારતમાં બુલેટ ટ્રેનનું સપનું હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રીએ હૈદરાબાદના એક કાર્યક્રમમાં કહ્યું મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાનું નિર્માણ જલ્દી થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, આ પરિયોજનાનો પહેલો ફેઝ સુરત થી બિલિમોરા વચ્ચે આવતા વર્ષે શરુ કરી દેવામાં આવશે. ત્યારબાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર શરુ કરવામાં આવશે.
રેલવે મંત્રીએ કહ્યું કે, વાપી થી સુરત પછી અમદાવાદ ત્યારબાદ અમદાવાદથી થાણે અને છેલ્લે અમદાવાદથી મુંબઈ સુધીનું સેક્શન શરુ કરવામાં આવશે. હાઈ સ્પીડ રેલ પરિયોજના પુર્ણ થયા બાદ કેટલાક મુખ્ય શહેરો વચ્ચે આ યાત્રાનો સમય ખુબ ઓછો થઈ જશે.
15 ઓગસ્ટ 2027થી ભારતમાં પહેલી વખત બુલેટ ટ્રેન ચાલશે. મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પર કામ ચાલી રહ્યું છે અને પહેલા ફેઝમાં સુરત-બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેન ચાલશે. આ આખો 508 કિલોમીટર લાંબો ફેઝ છે. જે આવનારા સમયમાં શરુ કરવામાં આવશે. નોવોટેલ હૈદરાબાદ કન્વેશન સેન્ટરમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુડ ન્યુઝ આપ્યા હતા. કહ્યું ભારતની પહેલી બુલેટ ટ્રેન પોતાના આગલા ચેપ્ટરમાં આવી ગઈ છે. ટુંક સમયમાં જ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે કોરિડોર ફેઝ એક બાદ એક ખોલવામાં આવશે. પહેલો ફેઝ સુરત-બિલિમોરાનો હશે.
રેલવે મંત્રીએ કહ્યું આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું અંદાજે 80 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. ચાલુ થયા બાદ ટ્રેન 320 કિલોમીટરની સ્પીડથી ચાલશે.રેલવે મંત્રીએ આખા ભારતમાં રેલવે સ્ટેશનો પર ચાલી રહેલા રિકંસ્ટ્રક્શન વિશે પણ અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું કે, 261 સ્ટેશન પહેલાથી જ કામ થઈ ચૂક્યું છે. રેલવે મંત્રીએ રહ્યું કે, દુનિયામાં જ્યારે રેલવે રીડેવલપમેન્ટનું કામ ચાલે છે. ત્યારે ટ્રાફિકને રોકી દેવામાં આવે છે. અમે ટ્રાફિકને રોકતા નથી. જ્યાં સુધી ટ્રાફિક છે અમે સાવધાન રહીશું. અમે સેફ્ટી અને ક્વોલિટીનું ધ્યાન રાખી મહેનતથી કામ કરી રહ્યા છીએ.
રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ માટે ત્રણ હાઇ-સ્પીડ બુલેટ ટ્રેન કોરિડોરની યોજના બનાવી છે, જે શહેરના પરિવહન અને આર્થિક પરિદૃશ્યને સંપૂર્ણપણે બદલી નાખશે. તેમણે કહ્યું, પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-ચેન્નાઈ અને હૈદરાબાદ-બેંગલુરુ હાઇ-સ્પીડ રેલ કોરિડોર સમગ્ર પ્રદેશ માટે મુખ્ય ગેમ-ચેન્જર બનશે.