
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી છે કે, દેશની પહેલી બુલેટ ટ્રેન 2027ના અંતમાં શરુ થશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન રુટનો સુરતથી વાપસી સુધીનું પહેલું સેક્શન 2027માં ખુલશે. તેમણે એક પોસ્ટમાં કહ્યું કે, મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર તૈયાર હશે. તેમણે કહ્યું કે સપ્ટેમ્બર સુધીમાં, 456 કિલોમીટરના થાંભલાનું કામ અને 371 કિલોમીટરના પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. વૈષ્ણવે લખ્યું છે કે 299 કિલોમીટરના રૂટ પર 600,000 નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે.
206 કિલોમીટરના પુલ પર 9,300 OHE પાવર પોલ સ્થાપિત કરવામાં આવ્યા છે. ચાર પર્વતીય ટનલનું ખોદકામ પૂર્ણ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં 21 કિલોમીટર લાંબી ટનલનો 5 કિલોમીટરનો ભાગ પર્વતીય ટનલનો ઉપયોગ કરીને ખોદવામાં આવ્યો હતો. 8 સ્ટેશનો પર સિવિલ વર્ક પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે આર્કિટેક્ચરલ ફિનિશંગનું કામ ચાલી રહ્યું છે. સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન, સુરત અને થાણેમાં 3 કેન્દ્રો પર કામ ચાલી રહ્યું છે. સમુદ્ધની નીચે બનનારી સુરંગ પર અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, મહારાષ્ટ્રમાં આ હાઈ સ્પીડ રેલવે કોરિડર 21 કિમી લાંબી સુરંગથી પસાર થશે.
તમને જણાવી દઈએ કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પોજેક્ટ દેશનો પહેલો હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બની રહેલા આ પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિલોમીટર છે. આ પ્રોજેક્ટમાં કુલ 12 સ્ટેશન હશે. આ 12 સ્ટેશનોમાં સાબરમતી, અમદાવાદ, આણંદ,વડોદરા, ભરુચ, સુરત, બિલિમોરા,વાપી,બોઈસર, વિરાર ,થાણે અને મુંબઈ સ્ટેશનના નામ સામેલ છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના કેટલા સ્ટેશન છે?
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ,સાબરમતી, સુરત અને થાણેમાં બનાવવામાં આવી રહેલા ત્રણ ટ્રેનના મેન્ટેનસ માટે બનાવવામાં આવી રહેલા ડેપોનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું બાંધકામ ચાલી રહ્યું છે.હવે લોકો પણ બુલેટ ટ્રેન ક્યારે શરુ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.