બનાસકાંઠા : નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટનું કામ પૂર્ણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થઇ શકે છે

| Edited By: | Updated on: Dec 31, 2021 | 12:05 PM

નડાબેટ બોર્ડરનો પ્રવાસન ધામ તરીકે બહુવિધ વિકાસ થઇ રહ્યો છે. જેમાં પ્રવાસીઓના આગમન માટેનો આગમન પ્લાઝા, પાકગ, ઓડિટોરિયમ રિટેઇનીંગ વોલ અને પીવાના પાણીની સુવિધા તેમજ ટોયલેટ બ્લોકસના કામો પૂર્ણ થઇ ગયા છે.

બનાસકાંઠાઃ ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શનનું કામ પૂર્ણ થયું છે. નડાબેટ બોર્ડર પર દેશવાસીઓ સીમા દર્શન કરી શકે તથા આ વિસ્તારનો પ્રવાસન ધામ તરીકે વિકાસ થાય તેવો આ પાછળનો હેતું છે. નોંધનીય છેકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સીમાદર્શન પ્રોજેકટનું લોકાર્પણ કરાઇ તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આ અંગે બીએસએફના ડીઆઇજીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનને લોકાર્પણ કરવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવશે. નોંધનીય છેકે 100 કરોડથી વધુના ખર્ચે સીમા દર્શન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રવાસન વિભાગ અને બીએસએફએ સીમા દર્શન પ્રોજેક્ટનો વિકાસ કર્યો છે.

નડાબેટમાં પ્રવાસીઓના આગમનમાં કામો પૂર્ણ થઈ ગયા

નડાબેટ બોર્ડરનો પ્રવાસન ધામ તરીકે બહુવિધ વિકાસ થઇ રહ્યો છે. જેમાં પ્રવાસીઓના આગમન માટેનો આગમન પ્લાઝા, પાકગ, ઓડિટોરિયમ રિટેઇનીંગ વોલ અને પીવાના પાણીની સુવિધા તેમજ ટોયલેટ બ્લોકસના કામો પૂર્ણ થઇ ગયા છે.

સીમા પર ઝીરો પોઇન્ટ રૂટ ઉપર 4 ફેઇઝમાં કામગીરી પૂર્ણ

નડાબેટ પ્રવાસન સ્થળને સૌર ઊર્જાથી પ્રકાશિત કરવા ૧૪ જેટલા સોલાર ટ્રી લગાવવાની કામગીરી સીમાદર્શન-બોર્ડર ટૂરિઝમ પ્રોજેકટમાં હાથ ધરાઇ હતી. તથા, સીમાદર્શન માટે આવનારા સૌ પ્રવાસીઓ સુરક્ષાદળો-સેનાની સજ્જતાથી ભલિભાંતિ પરિચિત થાય તે માટે ટીજજંકશનથી ઝીરો પોઇન્ટ સુધીના માર્ગ પર પ્લેટફોર્મ બનાવીને સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, ૫૫ ટેન્ક, આર્ટીલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેન્ક અને મિગ-૨૭ એરફ્રાફટ ડિસપ્લે કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : CM પદે કાર્યભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે, જાણો સમગ્ર કાર્યક્રમ વિશે

આ પણ વાંચો : Corona: ફોનમાં જ મળી જશે હોસ્પિટલ, બેડ અને દવાની જાણકારી, આરોગ્ય કમિશનરે TV9 ને આપી આ ખાસ માહિતી

Published on: Dec 31, 2021 12:05 PM