આણંદથી અયોધ્યા..ટ્રેનમાં બુકિંગ ફુલ તો હવે? આ રીતે માત્ર 8 કલાકમાં પહોંચો રામ લલ્લાના દર્શને
22 તારીખે રામ લલ્લાના પ્રાણ પ્રતીષ્ઠામાં દેશ વિદેશથી ઘણા VVIP લોકો અયોધ્યા પહોંચવાના છે આ સાથે લાખોની સંખ્યામાં ભક્તો આ કાર્યક્રમમાં સહભાગી થવા ત્યાં પહોંચવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લા માંથી અયોધ્યા જતી ટ્રેનની લોકો ખુબ ઈન્કવાયરી કરી રહ્યા છે પણ મોટા ભાગની ટ્રેનમાં બુકિંગ ફુલ હોવાના કારણે જગ્યા મળી રહી નથી ત્યારે આ સમયે શું કરવું કેવી રીતે અયોધ્યા પહોંચવું?

લાંબી પ્રતીક્ષા બાદ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહ્યો છે. દાયકાઓના સંઘર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે હવે શ્રધ્ધાળુઓ ભગવાન રામના દર્શન માટે પહોંચી રહ્યા છે. 22 તારીખે રામ લલ્લાના પ્રાણ પ્રતીષ્ઠામાં દેશ વિદેશથી ઘણા VVIP લોકો અયોધ્યા પહોંચવાના છે આ સાથે લાખોની સંખ્યામાં ભક્તો આ કાર્યક્રમમાં સહભાગી થવા ત્યાં પહોંચવાની તૈયારીઓ કરી રહ્યા છે.
આણંદથી અયોધ્યા ટ્રેનમાં જગ્યા નથી તો હવે?
ત્યારે ગુજરાતના આણંદ જિલ્લા માંથી અયોધ્યા જતી ટ્રેનની લોકો ખુબ ઈન્કવાયરી કરી રહ્યા છે પણ મોટા ભાગની ટ્રેનમાં બુકિંગ ફુલ હોવાના કારણે જગ્યા મળી રહી નથી ત્યારે આ સમયે શું કરવું કેવી રીતે અયોધ્યા પહોંચવું?
જો ઘણી મહેનત બાદ પણ અયોધ્યા માટે ટ્રેનમાં બુકિંગ નથી થઈ રહ્યું તો આણંદવાસીઓએ ચિંતા કરવાની જરુર નથી. તમે 1500 થી 2000 ખર્ચીને આરામથી અયોધ્યા પહોંચી શકો છો. કેવી રીતે તો તમને જણાવી દઈએ કે ટ્રેનની ઓપ્શનમાં હાલ પ્રાઈવેટ બસો અવેલેબલ છે જો તમે અયોધ્યા જવા માંગો છો અને ટ્રેનમાં બુકિંગ નથી થઈ રહ્યું તો એક આ ઓપ્શન થકી તમે અયોધ્યા પહોંચી શકો છો.

આ રીતે પહોંચો અયોધ્યા
તમને જણાવી દઈએ કે જો તમે પ્રાણ પ્રતિષ્ઠાના નજીકના દિવસે દર્શને જવા માંગો છો તો ધારોકે તમે 19 જાન્યુઆરી માટે ટિકિટ બુક કરાવી રહ્યા છો તો શ્રી સાવરીયા ટ્રાવેલ આણંદથી અયોધ્યા તમને 8 કલાકમાં જ પહોંચાડી દેશે જેનું ભાડું 1550 રુપિયા છે અને તે આણંદથી રાતે 7 વાગે ઉપડે છે અને બીજા દિવસે પરોઢિયે તમને 3 વાગે અયોધ્યા પહોંચાડી દેશે.

આ બસ નોન એસી બસ છે. સ્ટોરી લખતા સુધી હાલ તેમાં 12 સીટો ખાલી છે. જેમાંથી તમે તમારી સીટ સિલેક્ટ કરી તમારી જેતે ઉભા રહેવાની જગ્યા સિલેક્ટ કરી તમે પેમેન્ટ કરી શકો છો. GST સાથે તેમાં 80 રુપિયા એડ થશે અને 1600 રુપિયામાં તમે અયોધ્યા પહોંચી જશો.

તમને જણાવી દઈએ કે રામ લલ્લાના દર્શન માટે ભક્તો ઉત્સાહિત છે જેને લઈને લોકો અયોધ્યા દર્શન કરવા માટે બે બે મહિના અગાઉથી બુકિંગ કરી દીધુ છે. ત્યારે બુકિંગ પહેલાથી જ થઈ ગયુ હોવાથી તમે કેવી રીતે અયોધ્યા પહોંચશો તેની મુંજવણ છે. ત્યારે અમે તમારી સમસ્યાનું અહીં હલ લાવ્યા છે. જો તમે ગુજરાતના અમદાવાદ કે સુરત શહેરમાં રહો છો તો અગાઉ તે અંગેની જાણકારી તમને વેબસાઈટ પરથી મળી જશે.
