Travel Dishes : પ્રવાસ દરમિયાન આ પ્રખ્યાત અને આરોગ્યપ્રદ વાનગીઓનો આનંદ જરુર માણજો

જ્યારે પણ તમે ક્યાંક ફરવા જાવ ત્યારે તે જગ્યાના સુંદર નજારાનો આનંદ લેવો જોઇએ અને ત્યાંની સ્વાદિષ્ટ વાનગીઓનો પણ આનંદ માણવો જોઇએ. આવો જાણીએ કે પ્રવાસ દરમિયાન ફરવાના શોખીન લોકોએ કઈ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગીઓનો આનંદ માણવો જ જોઈએ.

Travel Dishes : પ્રવાસ દરમિયાન આ પ્રખ્યાત અને આરોગ્યપ્રદ વાનગીઓનો આનંદ જરુર માણજો
travel dishes (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 1:50 PM

ભારત વિવિધ સંસ્કૃતિઓનો દેશ છે. દેશના દરેક ભાગની પોતાની બોલી છે. જીવવાની એક અલગ રીત છે. આ સાથે, આ સ્થળોએ વિવિધ પ્રકારની વાનગીઓનો આનંદ માણવા પણ મળે છે. ભારતીય ભોજનનો (Indian Dishes)સ્વાદ વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ વાનગીઓ વિવિધ મસાલાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. તમે દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ સ્વાદનો (Travel Dishes) અનુભવ કરી શકો છો. અહીં માત્ર દેશ ((Travel)) જ નહીં પરંતુ વિદેશના લોકો પણ આ વાનગીઓનો ખૂબ આનંદ લે છે. જો તમે પણ ફરવાના શોખીન છો, તો ચાલો જાણીએ કે તમારે કઈ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગીઓની મજા લેવી જોઈએ.

વડાપાવ

વડાપાવ એ મહારાષ્ટ્રની લોકપ્રિય વાનગી છે. બટાટામાંથી બનાવેલા બટાટા વડાને અડધા કાપેલા પાવમાં મૂકીને સર્વ કરવામાં આવે છે. તેને બોમ્બે બર્ગર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે જે લોકો સફરમાં ખાય છે. લોકો આ સ્વાદિષ્ટ વાનગીને લીલી ચટણી અને તળેલા લીલા મરચાં સાથે ખાય છે.

ખીચડી

ખીચડી એક સૌથી સરળ વાનગી છે. ખીચડી વિવિધ શાકભાજી અને મસાલાઓનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. દેશના જુદા જુદા ભાગોમાં તેને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. તેને કર્ણાટકમાં હુગ્ગી અને દેશના ઘણા ભાગોમાં ખીચડી કહેવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તે બાળકોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

Photos : મલાઈકા અરોરાએ તડકામાં કર્યા યોગ, આ તસવીરે ખેંચ્યું લોકોનું ધ્યાન
Vastu Tips : ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
70 દિવસ પછી તેજિંદર બગ્ગા Bigg Bossના ઘરમાંથી આઉટ થયો
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Video : વિરાટ કોહલીના શર્મનાક પ્રદર્શન બાદ ડ્રેસિંગ રૂમમાં ગંભીરે કર્યું આવું
આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ ભાત ! જાણો કેમ?

ખાખરા

ખાખરા એ એક પ્રખ્યાત ગુજરાતી સૂકો નાસ્તો છે. તેનો આકાર રોટલી જેવો હોય છે. તમે તેને ગરમાગરમ ચા સાથે માણી શકો છો. તે મુખ્યત્વે ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે. ખાખરાનો લોટ દૂધ અને તેલથી બાંધવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ઘણો સારો નાસ્તો છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તેમજ વજન ઘટાડવામાં મદદ કરે છે. તે બ્લડ શુગર લેવલને જાળવવામાં મદદ કરે છે.

લિટ્ટી ચોખા

લિટ્ટી ચોખા બિહારની લોકપ્રિય વાનગી છે. તે ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે અને તેને ચોખા સાથે પીરસવામાં આવે છે. બટેટા, ધાણાજીરું, ટામેટા, રીંગણ, ડુંગળી, લસણ, લીલા મરચાં અને મસાલાનો ઉપયોગ કરીને ચોખા તૈયાર કરવામાં આવે છે. તે ઘણા સ્વાદ અને પોષક તત્વોથી ભરપૂર છે

આ પણ વાંચો-

ભારતના આ 3 ગામો માનવામાં આવે છે શ્રેષ્ઠ પર્યટન સ્થળ, જો તમે શાંતિ શોધતા હોવ તો અહીં અવશ્ય મુલાકાત લો

આ પણ વાંચો-

Adventure : ૠષિકેશની મુલાકાત લો ત્યારે આ રોમાંચક અનુભવ કરવાનું ભૂલતા નહીં

g clip-path="url(#clip0_868_265)">