Tips : ત્વચાની દેખભાળ માટે આ રીતે ઘરે જ બનાવો ગુલાબજળ, જાણો ગુલાબજળના ફાયદા

|

Jul 26, 2021 | 9:18 PM

ત્વચાના ફાયદાઓથી ભરેલા ગુલાબજળને (Rose Water) તમે રૂટિનમાં ઉમેરી શકો છો. ચાલો આપણે જાણીએ કે તેને ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય છે.

Tips : ત્વચાની દેખભાળ માટે આ રીતે ઘરે જ બનાવો ગુલાબજળ, જાણો ગુલાબજળના ફાયદા
Rose Water

Follow us on

ગુલાબજળ( Rose Water) સુગંધિત પાણી છે. ગુલાબની પાંખડીઓથી બનાવવામાં આવે છે. ગુલાબજળમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો માટે જાણીતું છે. તે ત્વચાની બળતરા અને રોસેસિયા, ખરજવું અને અતિશય શુષ્કતા જેવી ત્વચા માટે મદદરૂપ  છે. આ સિવાય ત્વચાની પીએચ લેવલ જાળવવામાં પણ મદદ કરે છે. તમે તમારી સુંદરતામાં નિયમિત રૂપે ત્વચાના ફાયદાઓથી ભરેલા ગુલાબજળનો સમાવેશ કરી શકો છો.

ચાલો આપણે જાણીએ કે તેને ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય છે.

ગુલાબજળ – કેટલાક તાજા ગુલાબ ખરીદો. તેની દાંડી કાપી નાખો અને પાંખડીઓ એક બાજુ રાખો. આ માટે, ઓર્ગેનિક ગુલાબનો ઉપયોગ કરી શકો છો. જે કોઈપણ જંતુનાશકો અથવા રસાયણોથી મુક્ત છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ગુલાબજળ બનાવવાની રીત
કોઈપણ ગંદકી દૂર કરવા માટે પાંખડીઓને સારી રીતે ધોઈ લો અને પછી એક કડાઈમાં પાણી રેડવું. તેમાં પાંખડીઓ નાંખો. પાંખડીઓને ઢંકાઈ જાય તેટલું પાણી રાખો.
આ બાદ આ વાસણને ધીમી આંચે 10-15 મિનિટ રાખો. આ પ્રક્રિયા કરવાથી પાંખડીમાં રંગ પાણીમાં આવી જશે. આ બાદ આ પાણીને ગાળી લો. તમે પાંખડીઓને દબાવીને પાણી કાઢી નાખશો. આ માટે લાંબા સમય સુધી ફ્રિજમાં રાખી દો.

શું છે ગુલાબ જળ
ગુલાબજળ ગુલાબની પાંખડી કાઢીને બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેની શરૂઆત ઇરાનથી થયો છે. અહીં ગુલાબજળનો ઉપયોગ રસોઈ, સ્કીનકેર, વાળની ​​સંભાળ અને પરફ્યુમરી માટે કરવામાં આવે છે. ગુલાબજળ એક નેચરલ વસ્તુ છે. તે ત્વચાના પીએચ સ્તરને રીસ્ટોર કરવા અને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ ત્વચાને ફ્રેશ અને ગ્લોઈંગ રાખવામાં મદદ કરે છે.

ગુલાબજળના ફાયદા
ગુલાબજળમાં ત્વચાની બળતરા, ખીલ, ખરજવું ઘટાડવામાં મદદ કરે છે. તે શુષ્ક ત્વચાને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. તેનો ઉપયોગ તમારી ત્વચાને હાઇડ્રેટેડ, તાજી અને નરમ રાખે છે. ગુલાબજળમાં એન્ટિઓક્સિડન્ટ વધુ હોય છે. તે તમારા ચહેરા પરની કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. કોઈ પણ ફેસ પેક બનાવતી વખતે તમે 2 ચમચી ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. તે તમારા ચહેરાને હાઇડ્રેટ કરે છે. આ તમારા ચહેરાને ગ્લોઇંગ પણ રાખે છે.

આ પણ વાંચો : Beauty Tips : અંડર આર્મ્સની કાળાશ દૂર કરવા શું કરશો ?

Next Article