AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

40 બાદ ચહેરા પર દેખાવા લાગી છે ઉંમરની અસર? અપનાવો આ 5 ફૂડ અને જુઓ ચમત્કાર

ફાસ્ટ જીવનશૈલીમાં આપણા ચહેરા પર પણ એવી જ અસરો પડે છે. અમુક લોકોને તો 40 ની ઉંમરમાં જ ઘડપણની અસરો જોવા મળે છે. ચાલો તમને જણાવીએ આ અસરથી બચવાના ઉપાયો.

40 બાદ ચહેરા પર દેખાવા લાગી છે ઉંમરની અસર? અપનાવો આ 5 ફૂડ અને જુઓ ચમત્કાર
These five foods prevent the effects of your age on your face and make you healthier
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 9:12 AM
Share

આજકાલ લોકો બજારમાં વેચાતી તમામ બ્યુટી પ્રોડક્ટ્સ જોઈને આકર્ષિત થાય છે અને વિચારે છે કે આનાથી તેમની સુંદરતામાં વધારો કરશે. પરંતુ ઘણી વાર તેની અસર પણ જોવા નથી મળતી. આ રાસાયણિક ઉત્પાદનો તમને થોડા સમય માટે સુંદર બનાવી શકે છે, પરંતુ વાસ્તવિકતામાં નહીં. વાસ્તવિક સુંદરતા મેળવવા માટે તમારે ખરેખર તમારી જીવનશૈલી અને ખાવાની ટેવ સુધારવાની જરૂર છે.

સારો ખોરાક તમારા શરીરને અંદરથી સ્વસ્થ બનાવે છે, જેની અસર તમારી ત્વચા પર પણ દેખાય છે. જેના કારણે, કરચલીઓ અને વયની અસર તમારા ચહેરા પર લાંબા સમય સુધી દેખાતી નથી અને ત્વચા ખૂબ જ ચમકતી લાગે છે. અહીં આજે તમને આવી જ પાંચ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે 40 વર્ષની વય પછી પણ, તમારા ચહેરા પર ઘડપણની અસર નહીં દેખાવા દે.

1- ગ્રીન ટી

સૌ પ્રથમ તમારે સવારની ચાને બાય બાય કહેવું પડશે. તેની જગ્યાએ એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર ગ્રીન ટી લેવાનું શરૂ કરો. તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને ત્વચાની સુંદરતા જાળવવામાં ખૂબ મદદરૂપ થાય છે. દરરોજ ઓછામાં ઓછી બે વખત ચાની જગ્યાએ ગ્રીન ટી પીવાની આદત રાખો. ચા અને કોફીને સંપૂર્ણપણે ના કહો.

2- ઓમેગા 3 ફેટી એસિડથી ભરપુર ખોરાક

એવી વસ્તુઓ આહારમાં લેવાની ટેવ રાખો જેમાં ઓમેગા -3 ફેટી એસિડ્સ મળી આવે છે. જેમ કે અખરોટ, ફ્લેક્સસીડ, બદામ અને માછલી વગેરે. આ તમારા શરીર અને મન બંનેને સ્વસ્થ રાખે છે, તેમજ આ ખોરાક ત્વચાને કડક રાખે છે અને ઉંમરની અસરોને અટકાવે છે.

3- એવાકાડો અને ટામેટા

એવાકાડો એવ વિશેષ ફળ છે, જેમાં ઘણા પ્રકારના વિટામિન હોય છે. આ ફળ તમને પોષણ આપવા સાથે લાંબા સમય સુધી યુવાન રાખવામાં મદદરૂપ બને છે. આ સિવાય ટામેટામાં લાઇકોપીન જોવા મળે છે, જે શરીરને વૃદ્ધત્વની અસરોથી બચાવે છે. તમે તેને સલાડના રૂપમાં ખાઈ શકો છો.

4- અંકુરિત અનાજ

દરરોજ નાસ્તામાં પુરી, પરાઠાને બદલે ફણગાવેલા મગ, ચણ, ઘઉં, સોયાબીન વગેરે ખાવાની ટેવ રાખો. તેનાથી શરીરમાં પ્રોટીનની ઉણપ દૂર થાય છે. આ સાથે, ઘણા પ્રકારના વિટામિન્સ પણ ઉપલબ્ધ થાય છે જે ઘણી શારીરિક સમસ્યાઓ સામે રક્ષણ આપે છે. તમારી ત્વચાને પણ સારી બનાવે છે. તમજ વધારે પ્રમાણમાં લીલી શાકભાજી જેવી કે દુધી, ટીંડા, પાલક, મેથી, સરગવો, કાકડી, ગાજર વગેરે આહારમાં લો. તે તમારા શરીરને શક્તિ આપશે અને ત્વચાને કુદરતી રીતે ગ્લો પણ આપશે.

5- દૂધ સાથે હળદર

રોજ સૂતા સમયે હળદરનું દૂધ પીઓ. એન્ટિબાયોટિક હોવા સાથે, હળદર ત્વચાની બધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તેના એન્ટીએજિંગ ગુણધર્મો ત્વચાને સ્વસ્થ રાખે છે અને ઉંમરની અસરોને પણ ઝડપથી આવવા દેતી નથી.

આ પણ વાંચો: Health Tips : અનિયમિત પીરિયડ્સ પાછળ ઘણા છે કારણો : છુટકારો મેળવવા માટે કરો આ ઘરેલું ઉપાય

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: આ 4 કારણોથી થાય છે ફૂડ પોઇઝનિંગ, ચોમાસામાં સ્વાદનો ચટકો સ્વાસ્થ્ય બગાડી શકે છે

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">