Beauty Tips : આ 5 કુદરતી ઉપાયો કોણી અને ઘૂંટણની કાળાશને સરળતાથી દૂર કરશે

|

Sep 13, 2021 | 3:42 PM

તમે તમારા ચહેરાની જેટલી કાળજી લો છો, તેટલી તમારે શરીરના અન્ય ભાગોની પણ કાળજી લેવી જોઈએ. અહીં જાણો શરીરના અન્ય અંગો પર કાળાશની સમસ્યા દૂર કરવાની રીતો.

Beauty Tips : આ 5 કુદરતી ઉપાયો કોણી અને ઘૂંટણની કાળાશને સરળતાથી દૂર કરશે
Beauty Tips

Follow us on

Beauty Tips : મોટાભાગના લોકો પોતાના ચહેરાની ખૂબ કાળજી લે છે, પરંતુ કોણી અને ઘૂંટણની અવગણના કરે છે. તેના કારણે શરીરના અન્ય ભાગોમાં કાળાશ જોવા મળે છે. ખાસ કરીને તેની અસર કોણી અને ઘૂંટણ પર વધુ જોવા મળે છે. ચહેરો (Face) ગોરો હોવો જોઈએ અને શરીરના અન્ય ભાગો પરની કાળાશ તમારી સુંદરતાને ઝાંખી કરવાનું કામ કરે છે. આ સ્થિતિમાં અમે તમને તે કુદરતી ઉપાયો જણાવીશું જે તમારી કોણી અને ઘૂંટણની સાથે શરીરના તમામ ભાગો પરની કાળાશ દૂર કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

1. લીંબુનો રસ (Lemon Juice) કુદરતી બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરે છે અને મધ ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે. એક વાટકીમાં સમાન પ્રમાણમાં લીંબુનો રસ અને મધ લો અને તેને સારી રીતે મિક્સ કરો અને કોણી, ઘૂંટણ અથવા જ્યાં પણ કાળાશ હોય ત્યાં હળવા હાથે મસાજ કરો. તેને 15-20 મિનિટ માટે રહેવા દો અને પછી સ્વચ્છ પાણી (Clean Water)થી ધોઈ લો. થોડા અઠવાડિયા માટે આનું પુનરાવર્તન કરો, તમે એક મોટો તફાવત જોશો.

2. બટાકા (Potatoes)નો રસ ચામડીનો રંગ લાઈટ કરવામાં પણ મદદ કરે છે અને કાળાપણું દૂર કરવા માટે માનવામાં આવે છે. ડાર્ક સર્કલ દૂર કરવા માટે લોકો ઘણીવાર બટાકાના રસનો ઉપયોગ કરે છે. પરંતુ તમે તેનો ઉપયોગ કોણી અને ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે પણ કરી શકો છો. તેને કાળાશ પર લગાવો અને 10-15 મિનિટ માટે રાખો. તે પછી સ્વચ્છ પાણી (Clean Water)થી ધોઈ લો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

3. નાળિયેર તેલ (Coconut Oil) ત્વચાની સ્ક્રિન ટોન લાઈટ કરવાનું કામ કરે છે. તમે એક ચમચી નાળિયેર તેલમાં લીંબુના થોડા ટીપાં નાખો અને કોણી અને ઘૂંટણની માલિશ કરો. લગભગ 30 મિનિટ પછી તેને સાફ કરો. થોડા દિવસો સુધી સતત આવું કરવાથી કાળાશની સમસ્યા ઘણી હદ સુધી દૂર થઈ જાય છે.

4. એક ચમચી ઓલિવ ઓઇલ (Olive Oil) અને એક ચમચી ખાંડની મદદથી કુદરતી સ્ક્રબ તૈયાર કરો અને તેને હળવા હાથે મસાજ કરો. તેને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. તે પછી પાણીથી ધોઈ લો. ખાંડ ત્વચા પર જમા થયેલા મૃત ત્વચા કોષોને દૂર કરવાનું કામ કરે છે અને ઓલિવ તેલ ત્વચાને અંદરથી ભેજ પૂરો પાડે છે.

5. દહીંમાં એક ચમચી ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટની જેમ તૈયાર કરો. આ પેસ્ટ કોણી, ઘૂંટણ અથવા અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં લગાવો. તેને હળવા હાથે મસાજ કરો. 20 મિનિટ પછી ધોઈ લો. આવું દરરોજ કરવાથી ત્વચા કાળાપણું ઘટાડવા સાથે ખૂબ મુલાયમ બનશે.

 

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : IPL 2021: બબલુ, ચિન્ટુ, ચાચુ, બાપુ IPL માં રમતા જોવા મળશે ! જાણો કોણ છે આ નવા ચેહરા

Next Article