Sindoor બનાવવા માટે આ ફળના બીજનો ઉપયોગ થાય છે, ભારતના આ રાજ્યોમાં થાય છે તેની ખેતી

ભારતે પાકિસ્તાનને ચોખ્ખી ભાષામાં સમજાવ્યું છે કે સિંદૂરની કિંમત શું છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો 'ઓપરેશન સિંદૂર' દ્વારા લેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ઓપરેશન સિંદૂરની ચર્ચા ખુબ થઈ રહી છે.પરંતુ શું તમે જાણો છો કે, સિંદૂર ક્યા ફળમાંથી બને છે?ચાલો સિંદૂર વિશે વિશેષ ચર્ચા કરીએ.

Sindoor બનાવવા માટે આ ફળના બીજનો ઉપયોગ  થાય છે, ભારતના આ રાજ્યોમાં થાય છે તેની ખેતી
| Updated on: May 08, 2025 | 11:36 AM

પહેલગામ આતંકી હુમલાની જવાબી કાર્યવાહી તરીકે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાનો નાશ કર્યો હતો. ભારત દેશને ભારતીય સેના પર ગર્વ છે. ભારતમાં લગ્ન બાદ મહિલાઓ સિંદૂર લગાવે છે. ભારતમાં સિંદૂરને સુહાગની નિશાની માનવામાં આવે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે, સિંદૂર શેમાંથી બને છે? તો આજે આપણે આના વિશે વિસ્તારથી ચર્ચા કરીએ.

સિંદૂર કયા ફળના બીજમાંથી બને છે?

તમને જણાવી દઈએ કે, સિંદૂરનું એક વૃક્ષ હોય છે અને આ વૃક્ષને અંગ્રેજીમાં કુમકુમ ટ્રી કહેવામાં આવે છે. કુમકુમ ટ્રીને કમીલ ટ્રીથી પણ ઓળખવામાં આવે છે. સિંદૂર બનાવવા માટે આ વૃક્ષના ફળનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે, આ વૃક્ષની અંદર રહેલા બીજને પીસીને સિંદૂર બનાવવામાં આવે છે?

ભારતમાં આ રાજ્યમાં થાય છે સિંદૂરની ખેતી?

ભારતના 2 રાજ્યમાં સિંદૂરનું વૃક્ષ સરળતાથી મળી શકે છે. મહારાષ્ટ્રમાં આ વૃક્ષની ખેતી કરવામાં આવે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે, હિમાચલ પદેશના કેટલાક વિસ્તારોમાં પણ સિંદૂરના વૃક્ષની ખેતી કરવામાં આવે છે. મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં ભારતીય સંસ્કૃતિમાં આટલું મહત્વ રાખનાર સિંદૂરનું વૃક્ષ જોવા મળી શકે છે. હર્બલ લિપ્સ્ટિક બનાવવા માટે પણ આ ફળના બીજનો ઉપયોગ કરવામાં આવે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, ભારત સિવાય આ વૃક્ષની ખેતી અમુક જગ્યાએ કરવામાં આવે છે. સાઉથ અમેરિકામાં કુમકુમ ટ્રી મળી શકે છે. તમને જણાવી દઈએ કે, કુમકુમ ટ્રીની ઉંચાઈ 20 થી 25 ફીટ ઉંચી હોય શકે છે. આ વૃક્ષ પર શરુઆતમાં ગ્રીન ફળ આવે છે પરંતુ ધીમે ધીમે આ ફળનો રંગ લાલ થઈ જાય છે.ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.