બોયફ્રેન્ડ આપી રહ્યો હતો દગો, મહિલાએ iPhone ની આ વિશેષ સુવિધાથી રંગેહાથ પકડ્યો

એક સોશિયલ મીડિયા યુઝરે ખુલાસો કર્યો કે તેણે આઇફોન પર લાઇવ કેમેરા ફીચરનો ઉપયોગ કરીને તેની સાથે છેતરપિંડી કરનાર બોયફ્રેન્ડને પકડ્યો.

બોયફ્રેન્ડ આપી રહ્યો હતો દગો, મહિલાએ iPhone ની આ વિશેષ સુવિધાથી રંગેહાથ પકડ્યો
પ્રતિકાત્મક તસ્વીર

એક મહિલાએ પોતાના દગાબાજ પ્રેમીને પકડવા માટે આઇફોનનો ઉપયોગ કર્યો. સેરીના કેરીગન નામની એક સોશિયલ મીડિયા યુઝરે ખુલાસો કર્યો કે તેણે આઇફોન પર લાઇવ કેમેરા ફીચરનો ઉપયોગ કરીને તેની સાથે છેતરપિંડી કરનાર બોયફ્રેન્ડને પકડ્યો. જે લોકો આ સુવિધાથી અજાણ છે, તેમને જણાવી દઈએ કે આઇફોન લાઇવ ફોટો સુવિધા આપે છે, જેમાં ફોટો લેવામાં આવે તે પહેલાં અને પછી 1.5 સેકંડ પહેલાં શું થાય છે તે રેકોર્ડ થઇ જાય છે.

સેરેના કેરીગનને તેના બોયફ્રેન્ડે લાઇવ ફોટો મોકલ્યો હતો. જેમાં બોયફ્રેન્ડે કહ્યું કે ટે તેને મિસ કરી રહ્યો છે. પ્રેમીએ ફોટો લીધો અને કેરીગનને મોકલી દીધો. તેને ખ્યાલ ન હતો કે તેણે આકસ્મિક રીતે લાઈવ ફીચર ચાલુ રાખ્યું છે. ફોટો ક્લિક કર્યા પછીની ફૂટેજ પણ તેમાં આવી ગઈ હતી. સેરેનાએ તે જોયું ત્યારે ખબર પડી કે એક છોકરી તેના બોયફ્રેન્ડના પલંગ પર કૂદી રહી છે. બસ, આ બધાના કારણે તેની પોલ ખુલી ગઈ.

કેરીગને ફોટો સાથે ટિકટોક પર આ વિશે પોસ્ટ કરી હતી અને ફોટા પર લખ્યું, “જ્યારે તમે જે વ્યક્તિને ડેટ કરી રહ્યાં છો તે કહે છે કે તે તમને યાદ કરે છે, પરંતુ પછી તમે લાઇવ ફોટો ક્લિક કરો અને બધું ખુલ્લું પડી જાય”.

શરૂઆતમાં, જ્યારે કેરીગને ફોટો મળ્યો, ત્યારે તેને કોઈ ડાઉટ ના ગયો. પરંતુ જ્યારે તમે તેને લાંબા સમય ફોટાને હોલ્ડ કરી રાખો તો તમને લાઈવ ફીચર જોવા મળે છે. એક વપરાશકર્તાએ તેની સેરેનાના વિડીયો નીચે કોમેન્ટ કરી કે “જો તમે લાઇવ ફોટો સેવ કરો છો, તો તમે તમારા કેમેરા રોલની તારીખ અને સમય પણ જોઈ શકો છો. તો લાઈવ ફોટો બટનથી સાવધ રહો.”

એપલની લાઇવ ફોટો સુવિધામાં ખાસ શું છે

એપલ લાઇવ ફોટો સાથે ફોટા લેવાય તે પહેલાં અને પછી 1.5 સેકંડ રેકોર્ડ થાય છે. આવી સ્થિતિમાં તમને એક બેસ્ટ રીઝલ્ટ મળે છે. મૂળભૂત રીતે તે સ્પીડ અને સાઉન્ડ સાથે કેપ્ચર કરેલી મોમેન્ટ હોય છે.

લાઇવ ફોટો બટન કેમેરા સ્ક્રીનના ટોપ પર દેખાય છે, ટે કેમેરા એપ્લિકેશન પર સરળતાથી ઉપલબ્ધ છે. ક્યારેક તમારી જાણ બહાર તમારી ભૂલથી જ શરુ થઇ જાય છે. પરંતુ જ્યારે પણ તે ચાલુ થાય છે, ત્યારે તમે જોશો કે સફેદ બટન પીળું થઈ રહ્યું છે. તમે ફોટો એપ્લિકેશનમાં તમારી લાઇવ ફોટો સુવિધા શોધી શકો છો. તમારે ફક્ત આલ્બમ્સ ટેબ પર જવાનું છે અને પછી લાઇવ ફોટાઓ પર ટેપ કરવાનું છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati