Face Steam : અઠવાડિયામાં એક વખત નાસ જરુર લો, ચેહરાની અનેક સમસ્યામાંથી છુટકારો મળશે

ચેહરા (Face)માં ખોવાયેલો ગ્લો પાછો લાવવા માટે નિંષ્ણાંતો (Experts)દ્વારા સમય સમય પર સ્ક્રબની સલાહ આપવામાં આવે છે પરંતુ જો તમે અઠવાડિયામાં એક વખત ચેહરા પર નાસ લો છો તો તમને અનેક ફાયદા થઈ શકે છે.

Face Steam : અઠવાડિયામાં એક વખત નાસ જરુર લો, ચેહરાની અનેક સમસ્યામાંથી છુટકારો મળશે
Take Nas once a week Get rid of many facial problems
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 1:05 PM

Face Steam : ચેહરા (Face) પર નાસ (steam) લેવાની પ્રથા રોમન અને ગ્રીક સમયથી ચાલી આવે છે.  જો તમારી સ્ક્રિન ડ્રાઈ છે કે પછી ચેહરા પર તમને વારંવાર ખીલ વગેરેની સમસ્યાઓ છે તો તમારે અઠવાડિયામાં એકવખત નાસ લઈ શકો છો.

ચેહરા (Face)માં ખોવાયેલો ગ્લો પાછો લાવવા માટે નિંષ્ણાંતો (Experts)દ્વારા સમય સમય પર સ્ક્રબની સલાહ આપવામાં આવે છે પરંતુ જો તમે અઠવાડિયામાં એક વખત ચેહરા પર નાસ લો છો તો તમને અનેક ફાયદા થઈ શકે છે. ચેહરા પર નાસ લેવાની પ્રથા રોમન અને ગ્રીકના સમયથી ચાલી આવે છે. તે તેમના ચેહરા(Face)ને સાફ કરવા માટે નાસ(steam) લેતા હતા. જો તમારા ચેહરા પર ખીલ, કરચલીઓ, બ્લેકહેડ્સ જેવી સમસ્યાઓ છે તો તમે અઠવાડિયામાં એક વખત નાસ લેવું જોઈએ. તો જાણો નાસ લેવાના અનેક ફાયદાઓ..
1. ચહેરા(Face) પરની ધૂળ અને ગંદકીને સાફ કરવા માટે સ્ટેમિંગ ખુબ સારો વિક્લપ છે. નાસ(steam) લેવાથી તમારા શરીરની ડેડ (મૃત ત્વચા) નીકળી જાય છે. ત્વચા એકદમ સાફ થઈ જાય છે.
2. જો તમે ચહેરા પર બ્લેકહેડ્સની સમસ્યાથી પરેશાન છો, તો તમારે અઠવાડિયામાં બે વખત નાસ લેવુ જ જોઇએ. બ્લેકહેડ્સ દૂર કરવા માટે પહેલા ચહેરા(Face)ને 5 થી 10 મિનિટ સુધી સ્ટિમ કરો, પછી તેને સ્ક્રબ કરો.

3.નાસ (steam) લેવાથી જે ગરમી તમારા ચેહરા પર છે તેનાથી તમારી ત્વચાની અંદર રક્તવાહિનીઓ ફેલાઈ છે ત્યારે ચેહરા પર ઑક્સિનજનનો પ્રવાહ ખુબ સારો હોય છે. જેનાથી તમારી સ્કિન ફ્રેશ થઈ જાય છે અને સ્કિન ગ્લો કરે છે.

4.જેનો ચેહરો ડ્રાઈ છે તેમણે સ્ટીમ લેવાથી ખુબ ફાયદો મળી શકે છે. જો તમારી સ્કિન પર કરચલીઓ પડી ગઈ છે તો નાસ (steam) લઈ તમારી ત્વચામાં તાજગી લાવી અને ત્વચાને ગ્લો બનાવી શકો છો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

5.ચેહરા પર ખીલ (pimple)ની સમસ્યા ચેહરા પર ઑઈલની ગ્રંથીઓ જામવાને કારણે થાય છે. નાસ (steam) લેવાથી આ ગંદકી બહાર નીકળી જાય છે.ખીલથી બચવા માટે ચેહરા પર 5 થી 10 મિનીટ સ્ટીમ લીધા પછી આઈસ ક્યૂબથી ચેહરાની માલિશ કરો.

6.જે રીતે પરસેવો તમારા ચેહરામાંથી ટૉકિસન્સને બહાર નીકળે છે. તેવી જ રીતે નાસ (steam)થી પણ તમારા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. નાસ લીધા બાદ સ્ક્રિનને ક્લીન, સ્ક્રબ કરો અને પાણીથી સાફ કરવાનું ન ભુલો.

નાસ લેવાની રીત

નાસ (steam) લેવા માટે એક બાઉલમાં પાણી ગરમ કરો. ત્યારબાદ તમારા માથા પર ટુવાલ એવી રીતે રાખો કે પાણીવાળા બાઉલને કવર કરો. ત્યારબાદ 5-10 મિનિટ નાસ લેવા માટે સ્ટીમર (Steamer)નો પણ ઉપયોગ કરી શકો છો.
નોંધ :  આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.

g clip-path="url(#clip0_868_265)">