ચોમાસામાં આ રીતે રાખો તમારી ત્વચાનું ધ્યાન, આ સ્પેશ્યિલ ફેસ પેકનો કરો ઉપયોગ

|

Jul 31, 2022 | 5:34 PM

દરેક ઋતુની તમારી ત્વચા (Skin) પર અલગ અલગ અસર થતી હોય છે. ચોમાસામાં ત્વચાનું વધારે ધ્યાન રાખવુ જોઈએ.

ચોમાસામાં આ રીતે રાખો તમારી ત્વચાનું ધ્યાન, આ સ્પેશ્યિલ ફેસ પેકનો કરો ઉપયોગ
special face pack
Image Credit source: file photo

Follow us on

દરેક ઋતુમાં ત્વચાનું ધ્યાન રાખવુ જોઈએ. દરેક ઋતુની તમારી ત્વચા (Skin) પર અલગ અલગ અસર થતી હોય છે. ચોમાસામાં ત્વચાનું વધારે ધ્યાન રાખવુ જોઈએ. ઓઈલી ત્વચા ધરાવતા લોકોએ ચોમાસામાં (Monsoon) ખાસ ધ્યાન રાખવુ. ભેજને કારણે ફૂગના ચેપ અને ખીલ ત્વચા માટે સમસ્યારુપ બને છે. ગરમ અને ભેજવાળા હવામાનમાં ત્વચામાંથી નીકળતા તેલને નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આ સમસ્યાઓ દૂર કરવા માટે ઘરે બનાવેલા ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. આ ફેસ પેક પ્રાકૃતિક સામગ્રીઓમાંથી બને છે. આ ઘરેલૂ ફેસ પેક ઘરે બનાવુ ખુબ જ સરળ છે. ચાલો જાણીએ કે ચોમાસામાં કયા ફેસ પેકનો ઉપયોગ કરવો જોઈએ.

એલોવેરા ફેસ પેક- એક બાઉલમાં 1 ચમચી એલોવેરા જેલ લો. તેમાં એટલી જ માત્રામાં લીંબુનો રસ ઉમેરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. આ ફેસ પેકને તમારા ચહેરા પર લગાવો. આ ફેસ પેકને 15 મિનિટ માટે રહેવા દો. તે પછી તમારી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો.

ટમેટાનું ફેસ પેક – આ ફેસ પેક બનાવવા માટે ટામેટાને છીણી લો. તેમાં 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી નારંગીની છાલનો પાવડર અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરો. તેમાં કાચું દૂધ ઉમેરો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. હવે આ ફેસ પેકને તમારા ચહેરા પર લગાવો. જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને તમારી ત્વચા પર રહેવા દો. ત્યારબાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એલોવેરા અને લીમડાનો ફેસ પેક – આ ફેસ પેક બનાવવા માટે પહેલા લીમડાના પાનને ધોઈને સૂકવી લો. તેમાં એલોવેરા જેલ ઉમેરો. તેમાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ગરદન અને ચહેરા પર લગાવો. તેને લગભગ 10 મિનિટ માટે રહેવા દો. તે પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો.

ટામેટા અને ઓટ્સનો ફેસ પેક – આ ફેસ પેક બનાવવા માટે 1 ટામેટા, 1 ટેબલસ્પૂન ઓટ્સ અને 1 ચમચી દહીં જરુરી છે. ટામેટાને છણી લો. તેમાં ઓટ્સ અને દહીં ઉમેરો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. તેને લગભગ 20 મિનિટ સુધી રહેવા દો. તે પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 1- 2 વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

Next Article