Skin Care Tips : તમે પણ રોજિંદા જીવનમા આ આઈડિયા અપનાવી લાવી શકો છો તમારી ત્વચામા નિખાર

|

Dec 26, 2022 | 3:14 PM

નેરોલીના તેલનો ઉપયોગ કરવાથી તમારી ત્વચામા જે શુષ્કતા છે તેને દૂર કરવામા કારગાર સાબિત થશે. જો તમે દરરોજ આ તેલના બે ટીપાંથી ત્વચા પર માલિશ કરશો તો તે તમારી ત્વચાને મોસ્ચ્યુરાઈઝ કરવામા મદદ કરશે.

Skin Care Tips : તમે પણ રોજિંદા જીવનમા આ આઈડિયા અપનાવી લાવી શકો છો તમારી ત્વચામા નિખાર
this idea use in your daily life to improve your skin

Follow us on

આપણે બધા જ ત્વચાની સંભાળ લેવામા લાપરવાહી કરીએ છીએ. જેના કારણે ત્વચામા શુષ્કતા અને રેશિસ જેવી સમસ્યા જોવા મળે છે. અત્યારની વ્યસ્ત જીવનના કારણે બધા લોકો સ્વાસ્થ્ય અને શરીરની સંભાળ યોગ્ય રીતે કરતા નથી. ત્વચાની સારી રીતે સંભાળ ના લેવાના કારણે ઘણી વાર ચામડીના રોગો થવાની શકયતા વધી શકે છે. તો આજે આ લેખમા તમે તમારી ત્વચાને કેવી રીતે સંભાળ લેવાથી ચમકાવી શકો છો તે જાણીશું.

નેરોલી તેલ રેસીપી

નેરોલી એક પ્રકારનો છોડ છે તેના તેલનો ઉપયોગ તમારી ત્વચા માટે લાભકારક છે. નેરોલીના તેલનો ઉપયોગ કરવાથી તમારી ત્વચામા જે શુષ્કતા છે તેને દૂર કરવામા કારગાર સાબિત થશે. જો તમે દરરોજ આ તેલના બે ટીપાંથી ત્વચા પર માલિશ કરશો તો તે તમારી ત્વચાને મોસ્ચ્યુરાઈઝ કરવામા મદદ કરશે. નેરોલીના તેલને તમે ફેસ ક્રીમમાં મિક્સ કરીને ચહેરા પર પણ લગાવી શકો છો.

ત્વચા સંભાળની આ ભૂલોથી દૂર રહો

જો તમે ગરમ પાણી વડે તમારા ચહેરાને ધોવો છો તો તે તમારી ત્વચા માટે હાનિકારક છે. તમારે હંમેશા ઠંડા પાણીથી તમારા ચહેરાને ધોવો જોઈએ. તમારે ચહેરાને સાફ કરવા માટે સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઉપરાંત જો તમે સ્નાન કર્યા પછી મોઇશ્ચરાઇઝર લગાડવુ જોઈએ જો તમે તેનો ઉપયોગ નથી કરતા તો તમારી ત્વચા સૂકી થઈ શકે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પૌષ્ટિક આહાર

શરીરની સંભાળ લેવા માટે યોગ્ય ખોરાક ખાવો ખૂબ જ મહત્વનો છે. ત્વચાની સંભાળમાં કોસ્મેટીક પ્રોડક્ટ્સ લગાવવાની સાથે તેને અંદરથી હેલ્ધી બનાવવી પણ ખૂબ જ જરૂરી છે. નવા વર્ષમાં ત્વચાની સંભાળ માટે હેલ્ધી ફૂડને તમારી દિનચર્યામા ઉમેરવો જોઈએ. હેલ્ધી ફૂડ ખાવાની સાથે તમારે દિવસમાં બેથી ત્રણ લીટર પાણી પીવુ જોઈએ અને શરીરને હાઈડ્રેડ રાખવુ જોઈએ.

પૂરતી ઊંઘ લેવી જોઈએ

શરીર માટે હેલ્ધી ખોરાકની સાથે સાથે પૂરતી ઊંઘ પણ ખૂબ જ મહત્વનુ છે. જો તમે 8-9 કલાક ઊંઘ નથી લેતા તો તમારી ત્વચા પર ડાર્ક સર્કલ, કરચલીઓ વગેરે જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત અધૂરી ઊંઘના કારણે સ્વાસ્થ્ય પર બીજી પણ ઘણી અસર જોવા મળે છે.

ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો

Next Article