Skin Care Tips: સ્વસ્થ ત્વચા માટે આ ફળ અને શાકભાજીના જ્યુસ છે ફાયદાકારક, અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થશે દૂર

|

Sep 03, 2021 | 8:35 PM

Skin Care Tips: તાજા જ્યુસ (fresh Juice) પીવાના ઘણા ફાયદા છે. તેઓ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા માટે પણ ફાયદાકારક છે. ચાલો જાણીએ કે તંદુરસ્ત ત્વચા માટે ક્યુ જ્યુસ ડાયેટમાં સામેલ કરી શકો છો. આવો જાણીએ.

Skin Care Tips: સ્વસ્થ ત્વચા માટે આ ફળ અને શાકભાજીના જ્યુસ છે ફાયદાકારક, અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થશે દૂર

Follow us on

ફ્રેશ જ્યુસ (fresh Juice) પીવાથી ઘણા ફાયદા થાય છે. એવું પણ માનવામાં આવે છે કે દરરોજ એક ગ્લાસ જ્યુસ (Juice) તમારા શરીરને જરૂરી પોષક તત્વો મેળવવામાં મદદ કરે છે. તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. ફ્રેશ જ્યુસ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સાથે જ તમારા પેટ, આંતરડા અને કિડનીને સાફ કરીને તમારા પાચન તંત્રને સુધારી શકે છે, તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે છે. થાક સામે લડવામાં મદદ કરી શકે છે અને તમારી ત્વચાને (Skin) ચમકતી અને ચમકદાર બનાવી શકે છે.

 

ચાલો જાણીએ કે તંદુરસ્ત ત્વચા માટે આહારમાં કયા જ્યુસનો સમાવેશ કરી શકાય છે

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ટામેટાનું જ્યુસ 

ટામેટાના જ્યુસમાં લાઈકોપીન હોય છે, જે એન્ટી ઓક્સીડેન્ટ છે. તે સનસ્ક્રીન તરીકે કામ કરે છે. દરરોજ એક ગ્લાસ ટમેટાનો રસ પીવાથી તમે ચમકીલી ત્વચા મેળવી શકો છો. તે વૃદ્ધત્વ અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી તમારી ત્વચાને ઠંડકનો અહેસાસ કરાવે છે. તેમાં વિટામિન સી અને પોટેશિયમ પણ છે જે ફક્ત તમારી ત્વચા માટે જ નહીં પરંતુ તમારા શરીર માટે પણ ફાયદાકારક છે.

 

કાકડીનો રસ

 
કાકડીમાં કેલરીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. તે ખૂબ જ સ્વસ્થ અને પૌષ્ટિક છે. કાકડીમાં વિટામિન કે, એ અને સી હોય છે, જે લગભગ 95 ટકા પાણીથી બને છે. આ હાઈડ્રેશન માટે ઉત્તમ છે. શુષ્ક ત્વચાવાળા લોકોએ તેને ખાવું જ જોઈએ. તંદુરસ્ત ત્વચા માટે કાકડીના રસનું નિયમિત સેવન કરી શકાય છે.

 

બીટનો રસ

તમે સ્વસ્થ અને ચમકતી ત્વચા માટે બીટનો જ્યુસ પી શકો છો. તેમાં કોપર અને પોટેશિયમ સાથે વિટામિન એ, સી અને કે હોય છે. તે દાગને ઘટાડવામાં મદદ કરે છે. તે ત્વચાને ચમકદાર બનાવે છે.

 

લીંબુનો રસ 

લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે તમારી ત્વચા માટે ક્લીંઝર છે. તે તમારા પીએચ લેવલને સંતુલિત કરવામાં મદદ કરે છે. તે તમને યુવાન દેખાય છે અને ત્વચાને ચમક આપે છે. એક લીંબુનો રસ સ્વીઝ કરો અને દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં લો.

 

સફરજનનો રસ

સફરજન તમને ડોક્ટરથી દૂર રહેવામાં મદદ કરે છે પણ સફરજનનો રસ તમને શુષ્ક ત્વચાથી પણ બચાવી શકે છે. તેમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે જે વૃદ્ધત્વના સંકેતોને ઘટાડે છે. બેદાગ અને ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે દરરોજ ઓછામાં ઓછો એક ગ્લાસ જ્યૂસ પીવાનું ભૂલશો નહીં.

 

ગાજરનો રસ

ગાજરનો રસ વિટામિન Aથી ભરપૂર હોય છે અને શિયાળામાં તેનું સેવન કરવું જોઈએ કારણ કે તે એક શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ છે. ગાજરનો રસ નિયમિત પીવાથી કરચલીઓ ઓછી થાય છે.

 

આ પણ વાંચો: ગજબ: આ ખોરાક ખાઓ અને વજન ઘટાડો, જાણો આ 5 પોટેશિયમ યુક્ત ખોરાક વિશે

Next Article