Skin Care Tips: ફેસ માસ્ક લગાવ્યા પછી પણ ગ્લો આવતો નથી, તો આ ભૂલો કારણ બની શકે છે

|

Aug 09, 2021 | 7:42 PM

ફેસ માસ્ક સુંદરતા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ ઘણી વખત ફેસ માસ્કનો ઉપયોગ કર્યા પછી પણ ત્વચામાં ચમક આવતી નથી.

Skin Care Tips: ફેસ માસ્ક લગાવ્યા પછી પણ ગ્લો આવતો નથી, તો આ ભૂલો કારણ બની શકે છે
ફેસ માસ્ક લગાવ્યા પછી પણ ગ્લો આવતો નથી

Follow us on

Skin Care Tips: દરેક વ્યક્તિ સુંદર અને ચમકતી ત્વચા ઈચ્છે છે. મહિલાઓ ત્વચાને યુવાન અને સુંદર બનાવવા માટે અનેક રીતો અપનાવે છે. ચહેરાના ફેશિયલ (Facials)થી લઈને ક્લીન અપ સુધી તેઓ હજારો રૂપિયાનો ખર્ચ કરે છે. જો કોઈ કારણોસર સમય ઉપલબ્ધ ન હોય તો, ઘરેલું ઉપચાર પણ કરે છે.

હાલમાં ચોમાસાની ઋતુમાં મોટાભાગના લોકો ચીકણી ત્વચાથી પરેશાન હોય છે. તમે ત્વચાને હાઇડ્રેટેડ રાખવા માટે ફેસ શીટ માસ્કનો ઉપયોગ કરી શકો છો.

ફેસ માસ્ક (Face mask)માં અનેક પ્રકારના વિટામિન હોય છે, જે ત્વચાની ભેજ દૂર કરીને પોષણ ભરવાનું કામ કરે છે. તેમ છતાં ચહેરા પર ચમક આવતી નથી. તેની પાછળનું કારણ ફેસ માસ્ક (Face mask)લગાવતી વખતે તમારી આ ભૂલો હોઈ શકે છે. ચાલો જાણીએ કે, ફેસ માસ્ક લગાવતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સ્કીન અનુસાર પ્રોડક્ટ પસંદ કરો

હંમેશા તમારા સ્કીનને અનુરુપ ફેસ ક્લીંજર અથવા મોઇશ્ચરાઇઝર (Moisturizer)પસંદ કરો. સ્કીન મુજબ તમારા ચહેરાનો માસ્ક પણ પસંદ કરો.

ત્વચાને સાફ કરવી 

ફેસ માસ્ક(Face mask)નો ઉપયોગ કરતા પહેલા, ત્વચાને સારી રીતે સાફ કરવાનું ભૂલશો નહીં. આ માટે તમારે પહેલા ત્વચાને સાફ કરવી પડશે અને પછી ફેસ માસ્ક લગાવવું.

ગંદા હાથથી ફેસ માસ્ક લગાવવું નહી

ફેસ માસ્ક લગાવતા પહેલા તમારા હાથને સારી રીતે ધોઈ લો. જો તમારા હાથ ગંદા છે, તો પછી હાથના સૂક્ષ્મજંતુઓ અને બેક્ટેરિયા ચહેરા પર લાગી જશે.

 ફેસ માસ્ક કયારે લગાવવું

ઘણા લોકો સારા પરિણામ મેળવવા માટે વધુ માત્રામાં ફેસ માસ્ક (Face mask)લગાવે છે. જોકે તેનાથી કોઈ ફરક પડતો નથી. સામાન્ય સ્તરમાં સ્વચ્છ ત્વચા પર હંમેશા ફેસ માસ્ક લગાવો. માસ્ક લાગવતી વખતે ધ્યાનમાં રાખો કે કયા સમયે લગાવવું યોગ્ય રહેશે. કારણ કે કેટલાક માસ્ક રાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે.

કેટલો સમય સુધી માસ્ક લગાવવું

લાંબા સમય સુધી માસ્ક લગાવવાથી વધારે ફાયદો થતો નથી. તમે તેને તમારા પેકેજ મુજબ લગાવો, નહીં તો તમારી ત્વચાને નુકસાન થઈ શકે છે.

મોઇશ્ચરાઇઝ કરવાનું ભૂલશો નહીં

જ્યારે તમારું માસ્ક લગાવવાનું પૂર્ણ થઈ જાય છે ત્યારે તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવાનું ભૂલશો નહીં. મોઇશ્ચરાઇઝર કરવાથી ત્વચાને નરમ અને કોમળ રહે છે.

આ પણ વાંચો : Rajputana Rifles: જાણો તે રેજિમેન્ટ વિશે જેની સાથે જોડાયેલો છે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર સુબેદાર નિરજ ચોપરા

Next Article