Relationship Tips: આ બાબતો બને છે એકલતાનું કારણ, પાર્ટનર પણ છોડી દે છે સાથ

|

Sep 22, 2022 | 11:56 PM

દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જે તેને કારણે એટલા થઈ જાય છે. તેમના ખરાબ વ્યવહાર અને વાણીને કારણે તેઓ એકતાથી પૂડાવા લાગે છે, તેમના પાર્ટનર પણ તેમને છોડીને જતા રહે છે. આ અહેવાલમાં જાણો કેવા વ્યવહારને કારણે સંબંધો (Relationship) બગડે છે.

Relationship Tips: આ બાબતો  બને છે એકલતાનું કારણ, પાર્ટનર પણ છોડી દે છે સાથ
Relationship Tips
Image Credit source: File photo

Follow us on

Relationship Tips : માણસના જીવનમાં સૌથી અમૂલ્ય હોય છે તેના સંબંધો. તમારી આસપાસ જેટલા સારા લોકો સાથે સંબંધો હશે, તેવું જ તમારુ જીવન બનશે. પણ આ સંબંધોને સમય અને પ્રેમની મદદથી સાચવવા  પણ પડે છે. કેટલીકવાર તમારા વ્યવ્હારને કારણે કે બીજી નાની ભૂલોને કારણે સંબંધો ખરાબ પણ થાય છે. અને કેટલીકવાર સંબંધો હંમેશા માટે તૂટી પણ થાય છે. એટલે જ વ્યક્તિએ પોતાના વાણી અને વ્યવહાર પર ધ્યાન આપવું જોઈએ. ખરાબ વાણી અને વ્યવહારને કારણે લોકો તે વ્યક્તિથી દૂર થતા જાય છે. દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જે તેને કારણે એટલા થઈ જાય છે. તેમના ખરાબ વ્યવહાર અને વાણીને કારણે તેઓ એકતાથી  પીડાવા લાગે છે. તેમના પાર્ટનર પણ તેમને છોડીને જતા રહે છે. આ અહેવાલમાં જાણો કેવા વ્યવહારને કારણે સંબંધો (Relationship) બગડે છે.

જીવનમાં સંબંધો સાચવવા આ વાતોનું રાખો ધ્યાન

1. આવી  વાતો ન બોલો – આપણે ઘણીવાર મજાક-મસ્તીમાં એવી વાતો બોલી દેતો હોઈએ છે જે લોકોને ખરાબ લાગે છે. તેમના મનમાં તેની ખરાબ અસર પડે છે અને તેઓ તે વાત યાદ રાખે છે. ત્યાંથી જ સંબંધો તૂટવાની શરુઆત થાય છે. કેટલીકવાર તમે પાર્ટનરને મજાકમાં કહી દેતા હોય છે કે , હું સિંગલ પણ રહી શકું છું અને તારો વિશ્વાસ પણ તોડી શકું છું. તેનાથી બીજા પાર્ટનર પર નેગેટિવ પ્રભાવ પડે છે. તેથી તમારા શબ્દો સમજી વિચારીને વાપરો. એકતાથી બચવા માટે , આવા શબ્દો ન બોલો.

2. બીજા પર દોષ ન નાંખો – કેટલાક લોકોની આદત હોય છે કે તેઓ ખરાબ પરિસ્તિથિમાં પોતાની ભૂલનો દોષ બીજા પર નાંખી દેવી. સંબંધોમાં પોતાના પાર્ટનર પર દોષનો ટોપલો ઢોળવાથી સંબંધો બગડે છે. અને એક સમયે તેનાથી કંટાળીને બીજો પાર્ટનર સંબંધોને તોડી  નાંખે છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

3. બીજાની ખામી ન કાઢો – કેટલાક લોકો પોતાની જાતને ખુબ હોશિયાર સમજે છે. તેને કારણે તે પોતાના પાર્ટનરને પણ એટલું હોશિયાર જોવા માંગે છે. અને તે ચક્કરમાં તેની ખામીઓ કાઢવા લાગે છે. પાર્ટનરના મોંઢામાંથી નીકળેલા તે શબ્દો બીજા પાર્ટનરના આત્મ સન્માનને  ઠેસ પહોંચાડે છે. તેનાથી કંટાળીને અનેક સંબંધો તૂટતા હોય છે. તેથી નાનાની વાતો પર વધારે ઓવર રિએક્ટ ન કરો.

 

Next Article