Relationship Tips: બ્રેકઅપ પછી ઘણીવાર છોકરીઓ કરે છે આ કામ, જાણો તે શું છે?

|

Aug 26, 2022 | 7:11 PM

રિલેશનશિપમાં (Relationship) આવ્યા પછી ઘણા કપલ્સ તેને સાચવી શકતા નથી, અને કેટલાકના સમય પહેલા બ્રેકઅપ થઈ જાય છે. જો તમે પ્રેમ સંબંધ પછી લગ્ન કરો છો, તો તે જીવનની શ્રેષ્ઠ ક્ષણ છે.

Relationship Tips: બ્રેકઅપ પછી ઘણીવાર છોકરીઓ કરે છે આ કામ, જાણો તે શું છે?
Relationship Tips
Image Credit source: file photo

Follow us on

Relationship Tips : રિલેશનશિપમાં (Relationship) આવ્યા પછી ઘણા કપલ્સ તેને સાચવી શકતા નથી અને કેટલાકના સમય પહેલા બ્રેકઅપ થઈ જાય છે. જો તમે પ્રેમ સંબંધ પછી લગ્ન કરો છો, તો તે જીવનની શ્રેષ્ઠ ક્ષણ છે. ભારતમાં આજે પણ કપલ્સ લગ્નની મહોર માર્યા પછી જ સંબંધને સફળ માને છે, જ્યારે આવું વિચારવું ખોટું છે. કેટલીકવાર કપલ્સ કોઈ કારણસર સંબંધનો અંત લાવે છે, પછી ભલે તેઓ ભાવનાત્મક રીતે ખૂબ જોડાયેલા હોય. સંબંધ તૂટ્યા પછી જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. એક ખુશખુશાલ જીવન વેરવિખેર થઈ જાય છે. જોકે કેટલાક બ્રેકઅપ જીવનમાં શાંતિ અને નવી શરુઆત લઈને આવે છે. કેટલાક લોકો આ ફેરફારોને સ્વીકારે છે, જ્યારે કેટલાક પોતાની જાતને નુકશાન પહોંચાડે તેવા કામ કરવાના શરુ કરે છે.

છોકરીઓ વિશે વાત કરીએ તો, તેઓ વધુ ભાવનાત્મક રીતે જોડાયેલા હોય છે અને બ્રેકઅપ પછી તેમના જીવન પર વધુ અસર થાય છે. આ અહેવાલમાં તમને જણાવવા મળશે કે બ્રેકઅપ પછી છોકરીઓ ઘણીવાર શું કરે છે. છોકરીઓના આ કામો તેમને દુખ અને તણાવ આપી શકે છે તેથી આ કામોથી દૂર જ રહેવુ જોઈએ.

ખુશ રહેવાની રીત શોધવી

છોકરીઓ હોય કે છોકરાઓ, જ્યારે સંબંધ સમાપ્ત થાય છે, ત્યારે દરેક વ્યકિત ખુશ રહેવાના રસ્તાઓ શોધવા લાગે છે. સંબંધોના અંતનો આઘાત કોઈને પણ ડિપ્રેશન કે તણાવનો દર્દી બનાવી શકે છે. છોકરીઓ તેમના નજીકના મિત્રોમાં સાથે રહેવાનો પ્રયાસ કરે છે અને તેમની સાથે લાગણીઓ શેર કરે છે. આ કામથી તેઓ પોતાના મનને હળવ રાખે છે. સંબંધોનો સમયગાળો ગમે તેટલો હોય, પરંતુ જ્યારે તે સમાપ્ત થાય છે ત્યારે ચોક્કસપણે તણાવ, દુખ અને વિચિત્ર લાગણી આપતો જાય છે. આને દૂર કરવા માટે, છોકરીઓ ફરે છે, શોપિંગ કરે છે અને તે પદ્ધતિઓ અજમાવશે, જેનાથી તેઓ આનંદ અનુભવે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પાર્ટનરને બ્લોક કરવો

ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે પ્રેમ સંબંધ ખતમ થયા પછી છોકરીઓ પહેલા પાર્ટનરને સોશિયલ મીડિયા પર બ્લોક કરે છે. તે સોશિયલ મીડિયા પર તેની સાથે પોસ્ટ કરેલી તમામ પોસ્ટને કાઢી નાખે છે અને પાર્ટનર સાથે કોઈપણ રીતે કનેક્ટ ન થવાનો પ્રયાસ કરે છે. આ પગલું યોગ્ય સાબિત થઈ શકે છે, પરંતુ ક્યારેક આ નિર્ણય પરેશાન પણ કરી શકે છે. ફોન નંબર બ્લોક કરવો એ પણ આમાંથી એક પગલું છે.

પાર્ટનર વિશે જાણકારી મેળવતા રહેવુ

કોઈ પણ કારણસર સંબંધ ખતમ થઈ ગયો હોય, પરંતુ મોટાભાગની છોકરીઓના મગજમાં એ વાત ચોક્કસપણે આવે છે કે તેમના પાર્ટનર કોઈ પૂર્વ સાથે જોડાયેલા નથી. તે જાણવાની કોશિશ કરે છે કે કોઈ છોકરીના કારણે તેનો સંબંધ ખતમ નથી થયો ને. આ કામ તેમને ભૂતકાળની યાદોમાં ફરી લઈ જાય છે અને તેનાથી દુખ ફરી અનુભવાય છે.

Next Article