AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship: બ્રેકઅપ થયા પછી દુઃખી છો ? તો આ ચાર ટિપ્સ કામ લાગી શકે છે

ઘણા લોકો પ્રેમમાં દગો ખાધા પછી કે બ્રેક અપ થયા પછી જિંદગીથી હતાશ થઇ જાય છે. પરંતુ તે જીવનનો અંત નથી. અમે તમને જણાવીશું કેટલીક ટિપ્સ જેને વાંચીને તમે તેમાંથી બહાર આવવા પ્રયત્ન કરી શકો છો.

Relationship: બ્રેકઅપ થયા પછી દુઃખી છો ? તો આ ચાર ટિપ્સ કામ લાગી શકે છે
Relationship Tips: Are you sad after a breakup? So these four tips may work
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 8:07 AM
Share

Relationship: કોની સાથે પ્રેમ(Love ) ક્યારે થશે .? કેવી રીતે થશે ? જીવનસાથી ક્યારે મળશે તે કોઈ જાણતું નથી. જો તમે કોઈને પસંદ કરો છો તો હંમેશા તેની સાથે રહેવા માંગો છો. ઘણા લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે પણ જો તે કોઈ કારણસર તૂટી જાય છે તો તે લોકો માટે, આ બ્રેકઅપ(Breakup ) સમય જીવનનો સૌથી મુશ્કેલ સમય બની જાય છે. કેટલાક લોકો માટે તેમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ છે.

પરંતુ આવી પરિસ્થિતિઓમાં તેમને રૂટિન વ્યવહારમાં લાવવા મુશ્કેલ છે. દરેક કાર્યમાં પોતાના X ને વારંવાર યાદ રાખવાથી મન અને હ્ર્દય બંને તૂટી જાય છે. તેમજ તમામ મનોરંજન અને આનંદો વિસરાઈ જાય છે. જોકે આવામાં. ભૂતકાળ વિશે વધારે વિચાર કર્યા વગર આપણે કરેલી ભૂલોમાંથી પાઠ શીખીને જીવનમાં આગળ વધવું જોઈએ. ખાતરી કરો કે તમે તમારા X ને ભૂલીને જીવનમાં આગળ વધવા માટે આ ચાર બાબતો યાદ રાખો.

1. જે પણ થયું તે સારું થયું પહેલો નિયમ એ છે કે ગમે તે થાય, આપણે માનવું જોઈએ કે તે આપણા પોતાના ભલા માટે છે. ઉદાહરણ તરીકે જો બે લોકો વચ્ચે બંધાયેલું બંધન વાસ્તવિક હોય તો તે ક્યારેય તૂટશે નહીં. અને જો તે બ્રેકઅપ તરફ દોરી જાય છે તો એવું લાગે છે કે બંને બાજુએ ભૂલો છે. એ બંધન જાળવવાનો પ્રયત્ન કરવાનો કોઈ અર્થ નથી. તેથી ગમે તે થાય, તેને જિંદગીના એક લેશન તરીકે લેવું જોઈએ. તમે કરેલી ભૂલોમાંથી તમારે શીખવાની જરૂર છે. જીવનમાં આગળ વધવું જોઈએ.

2. તમારી જાતને પ્રેમ કરતા શીખો બ્રેકઅપ પછી મોટાભાગના લોકો એક ભૂલ કરે છે. અને એ છે છૂટા પડ્યા પછી આપણે આપણી સંભાળ રાખવાનું પણ બંધ કરીએ છીએ.જે બહુ ખોટું છે. પહેલા તમારી જાતને પ્રેમ કરતા શીખો. યાદ રાખો કે સંબંધ પહેલાં તમે કેવા હતા. કોઈના જવાથી આપણે બદલવાની જરૂર નથી.

3. એકલા ન રહો જો એકલા છોડી દેવામાં આવે તો વિચારો સતત આવે છે. જો તમે બ્રેકઅપ સમયે એકલા હોવ તો સંપૂર્ણપણે ડિપ્રેશનમાં જતા રહો છો. મરવાના ખરાબ વિચારો પણ આવે છે. તેથી મોટે ભાગે મિત્રો અને પરિવાર વચ્ચે રહો. તેમજ હંમેશા કંઇક કરીને મનને ખરાબ વિચારોથી દૂર કરો.

4. જો તમને બ્રેકઅપ પછી કોઈ સારું લાગે તો નિઃસંકોચ પ્રેમ કરો ઘણા લોકો બ્રેકઅપ પછી તેને બીજી તક આપવા માટે અનિચ્છા ધરાવે છે. પ્રથમ વ્યક્તિ સાથે તુલના કરવાનો ડર. અથવા કેટલાક પોતાના માટે કેટલાક નિયમો નક્કી કરી લે છે. યાદ રાખો, દરેક જણ સમાન નથી. અગાઉ કરેલી ભૂલ પરથી નિર્ણય પર આવવું યોગ્ય નથી. વળી તમે કોઈના પર જે નિયમો મુક્યા છે તે લાદવાનું સારું નથી. તેને બીજી તક આપો.

આ પણ વાંચો :

Quit Smoking: નથી છૂટી રહી ધુમ્રપાનની આદત? અપનાવો આ સરળ સ્ટેપ્સ અને જુઓ પરિણામ

Beauty Tips : જો જો, ચહેરાની સુંદરતા વધારવા માટે વપરાતો મેકઅપ ક્યાંક તમને બદસુરત ન બનાવી દે

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">