Relationship Problems : બ્રેકઅપની અસર ન માત્ર મન પર પડે છે, પરંતુ અનેક બિમારીઓ પણ શરીરમાં ઘર કરી જાય છે

How Breakup Affects Body: મોટાભાગના લોકો માને છે કે બ્રેકઅપ પછી તેની અસર માત્ર માનસીક સ્વાસ્થ્ય પર જ જોવા મળે છે, જ્યારે એવું નથી. માનસિક સ્વાસ્થ્યની સાથે શરીર પર પણ તેની અસર જોવા મળે છે.

Relationship Problems : બ્રેકઅપની અસર ન માત્ર મન પર પડે છે, પરંતુ અનેક બિમારીઓ પણ શરીરમાં ઘર કરી જાય છે
Breakup
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 4:31 PM

બ્રેકઅપ (Breakup affects on Body) જીવનનો ખરાબ સમયગાળો કહેવાય છે. જે લોકો આ સમય માંથી પસાર થાય છે એ લોકો અમુક સમય માટે દિલ અને દિમાગથી નબળા પડી જાય છે. બ્રેકઅપ પછી સામાન્ય રીતે એકલા રહેવા લાગે છે, ખાવા-પીવાથી દુર રહેવા લાગે છે. મોટાભાગના લોકો માને છે કે તેની અસર ફક્ત મગજ અથવા તેના સ્વાસ્થ્ય પર જ જોવા મળે છે જ્યારે એવું નથી. માનસિક સ્વાસ્થ્યની સાથે શરીર પર પણ તેની અસર જોવા મળે છે.

માયોક્લિનિકમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, જે લોકો પોતાના પાર્ટનરથી અલગ થઈ ગયા છે તેઓને બ્રોકન હાર્ટ સિન્ડ્રોમની સમસ્યાનો સામનો કરવો પડે છે. નિષ્ણાતો કહે છે કે આ સિન્ડ્રોમનો સામનો કરનારાઓને છાતીમાં દુખાવાથી લઈને હૃદય સુધીની ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે.

શું હોય છે બ્રોકન હાર્ટ સિંન્ડ્રોમ ?

આ હૃદય સાથે જોડાયેલી કંડીશન છે, જેમાં તણાવની સાથે-સાથે લાગણીઓ પણ વધુ વધે છે. તેનાથી શારીરિક સમસ્યાઓ પણ થાય છે જેમાં હાર્ટ એટેકનો ખતરો પણ રહે છે. નિષ્ણાતો તેને સ્ટ્રેસ કાર્ડિયોમાયોપેથી અને એપિકલ બલૂનિંગ સિન્ડ્રોમ પણ કહે છે. તેના સૌથી મોટા લક્ષણો છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

બ્રેકઅપની શરીર પર આ અસરો થાય છે

  1. નિષ્ણાતો કહે છે કે બ્રેકઅપ પછી છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, હૃદયના ધબકારા વધવા, હાર્ટ ફેલિયર, હૃદયમાં લોહી ગંઠાવાનું અને લો બ્લડ પ્રેશર જેવા લક્ષણો જોવા મળે છે. મોટાભાગના લોકો તેને મગજ સાથે જોડાયેલી સમસ્યાઓ સમજે છે જ્યારે તેઓ આ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને નજરઅંદાજ કરવાની ભૂલ કરે છે.
  2. બ્રેકઅપ ઘણા લોકોને એટલું માનસીક અસર કરે છે કે ઘણીવાર તો વ્યક્તિ આત્મહત્યા તરફ દોરવાઇ જાય છે.
  3. બ્રેકઅપમાંથી બહાર આવવા માટે ધ્યાન, યોગ, પુસ્તકો વાંચવા અથવા મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવો જોઈએ. સિગારેટ અને દારૂ જેવી ખરાબ ટેવો ભૂલથી પણ ન અપનાવવી જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">