Rakshabandhan Special : ઘરે જ કેવી રીતે બનાવશો બ્રેડની મીઠાઈ ?

|

Aug 21, 2021 | 10:55 AM

રક્ષાબંધનના આ તહેવારમાં જો તમે પણ ભાઈને હાથેથી બનાવેલી મીઠાઈ ખવડાવવા માંગતા હોવ તો આ આર્ટિકલ ખાસ વાંચો.

Rakshabandhan Special : ઘરે જ કેવી રીતે બનાવશો બ્રેડની મીઠાઈ  ?
Rakshabandhan Special: How to make bread dessert at home?

Follow us on

રક્ષાબંધનનો તહેવાર નજીક છે. ત્યારે આ તહેવાર મીઠાઈ વગર અધૂરો છો. આ તહેવારમાં ભાઈ જયારે ઘરે આવે છે ત્યારે બહેન તેને રાખડી બાંધીને મોઢું મીઠું કરાવતી હોય છે. પણ જો તમે આ રક્ષાબંધન પર  ખાસ મીઠાઈ બનાવવા માંગતા હો, તો અમે તમને બ્રેડની મીઠાઈ બનાવવાની રેસિપી જણાવી રહ્યા છીએ. બ્રેડ ઘણી આસાનીથી મળી રહે છે. ત્યારે અમે તમને જણાવીએ કે કઈ રીતે બ્રેડનો ઉપયોગ કરીને તમે આ સ્પેશ્યલ ડીશ બનાવી શકો છો ? આવો, જાણીએ કેવી રીતે બનાવવી આ સ્વાદિષ્ટ રેસીપી-

સામગ્રી –
બ્રેડ – 5 ટુકડા
દૂધ – 2 કપ
નાળિયેર પાવડર – 2 ચમચી
ઘી – 1 ચમચી
એલચી પાવડર – 2 થી 3 ચપટી
ખાંડ – સ્વાદ મુજબ
કાજુ – 10 થી 20 ( બારીક સમારેલી )
પિસ્તા બદામ – 10 ( બારીક સમારેલ )

કેવી રીતે બનાવશો ?
– બ્રેડમાંથી બરફી બનાવવા માટે સૌપ્રથમ ગેસ પર એક તપેલી મૂકો. તેમાં દૂધ ઉમેરો અને તેને ગરમ કરો. દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરવાનું છે. બ્રેડને મિક્સરમાં નાખો અને પાવડર બનાવો. દૂધ ઘટ્ટ થાય એટલે બ્રેડને મિક્સરમાં નાખીને પાવડર બનાવી લો. આ દરમિયાન, જ્યારે દૂધ ઘટ્ટ થાય, ત્યારે તેમાં બ્રેડ પાવડર મિક્સ કરો, અને બંનેને સારી રીતે મિશ્રણ થાય ત્યા સુધી હલાવો. તેમાં એલચી પાવડર ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. થોડા સમય માટે રાંધવાથી જલદી બ્રેડ દૂધમાં સમાઈ જાય છે, તે સુકાઈ જાય છે. હવે તેમાં ખાંડ ઉમેરો. હવે તેમાં નાળિયેર પાવડર, ઘી ઉમેરો. હવે ગેસ પર જ્યોત મૂકો અને 6 થી 7 મિનિટ સુધી પકાવો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

હવે એક પ્લેટમાં ઘી મૂકો. એ પ્લેટ પર મિશ્રણ રેડો અને ફેલાવો. તેની ઉપર કાજુ, પિસ્તા અને બદામ ઉમેરો.તેને ઓરડાના તાપમાને અડધો કલાક રહેવા દો. અડધા કલાક પછી તેને બરફીના આકારમાં કાપી લો. બ્રેડ બરફી તૈયાર છે.

આજે બજારમાં અનેક ભેળસેળ યુક્ત મીઠાઈ ઓ મળે છે. જેના કારણે આરોગ્યને ખતરો પણ રહેલો છે. તેવામાં આ મીઠાઈ તમે ઘરે જ બનાવીને ભાઈને સરપ્રાઈઝ પણ આપી શકો છે, હાથેથી બનાવેલી મીઠાઈ જો ભાઈને ખવડાવશો તો તે ચોક્કસ ભાઈને પસંદ પડશે. અને ભાઈ બહનેના પ્રેમમાં મીઠાશ પણ ઉમેરાશે.

આ પણ વાંચો :  Coconut Peda Recipe : રક્ષાબંધન પર કોકોનેટ પેંડા બનાવીને ભાઈનું મોં મીઠું કરો

આ પણ વાંચોઃ Raksha Bandhan 2021: રક્ષાબંધન પર ઘરે ભાઈઓ માટે પનીર સેન્ડવીચ બનાવો, જાણો તેની રેસિપી

Next Article