Plant care : છોડને ફૂગથી બચાવવા માટે ઘરે જ તૈયાર કરો આ સ્પ્રે

|

Jul 08, 2024 | 6:11 PM

How to Prevent Plant from Fungus જો ઘરના છોડમાં ફૂગ લાગવા લાગે છે,તો તમારા છોડ ઝડપથી બગાડવા લાગે છે, તો તેને શક્ય તેટલી વહેલી તકે ઇલાજ અને બચાવવા માટેના પગલાં લો, નહીં તો તે તમારા લીલાછમ બગીચાનો સંપૂર્ણપણે નાશ કરી શકે છે. આજે અમે તમને આવા જ કેટલાક સ્પ્રે વિશે જણાવીશું જેને તમે સરળતાથી ઘરે તૈયાર કરી શકો છો અને છોડને નુકસાન થતા બચાવી શકો છો.

Plant care : છોડને ફૂગથી બચાવવા માટે ઘરે જ તૈયાર કરો આ સ્પ્રે
Plant care

Follow us on

How to Prevent Plant from Fungus: જો ઘરના છોડમાં ફૂગ લાગવા લાગે છે,તો તમારા છોડ ઝડપથી બગાડવા લાગે છે, તો તેને શક્ય તેટલી વહેલી તકે ઇલાજ અને બચાવવા માટેના પગલાં લો, નહીં તો તે તમારા લીલાછમ બગીચાનો સંપૂર્ણપણે નાશ કરી શકે છે. છોડ પર દેખાતું સફેદ ભીંગડાં જેવું સ્તર ખૂબ જ ખરાબ છે, જે છોડની સાથે સાથે જમીનની ફળદ્રુપતા પણ ઘટાડી શકે છે. છોડમાં ફૂગ કાળજીના અભાવ, વધુ પાણી અથવા હવામાનમાં ફેરફારને કારણે પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ આનાથી કેવી રીતે બચી શકાય.

કેટલાક સ્પ્રે ફૂગને રોકવામાં ફાયદાકારક છે

લીમડાનો સ્પ્રે

તેને બનાવવા માટે બે લીટર પાણીમાં બે ચમચી લીમડાનું ઓઇલ નાખીને સારી રીતે મિક્સ કરો અને પછી તેને સ્પ્રે બોટલમાં ભરીને છોડ અને માટી પર પણ સ્પે કરો.

51 વર્ષ બાદ અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ થયું વાયરલ, આમિર ખાને ફેન્સને ચોંકાવ્યા
જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો
Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર

એપલ સીડર વિનેગર સ્પ્રે

તેને બનાવવા માટે એક લિટર પાણીમાં બે ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો. તેને ફુલ લાગેલા પાંદડા અને દાંડી પર સ્પ્રે કરો.

લિક્વિડ સોપ સ્પ્રે

છોડ પરની ફૂગ દૂર કરવા માટે, અડધી ચમચી લિક્વિડ સોપ અને એક ચમચી ખાવાનો સોડા બે લિટર પાણીમાં ભેળવીને સ્પ્રે કરો, તેનાથી પણ ફૂગ દૂર થાય છે.

હળદર પાવડર સ્પ્રે

એક લીટર પાણીમાં બે થી ત્રણ ગ્રામ હળદર પાવડર મેળવીને સ્પ્રે તૈયાર કરો. આને ફૂગ અને કીડીથી પ્રભાવિત છોડ પર લગાવો.

તજ સ્પ્રે

તજ પાવડરનો ઉપયોગ બે રીતે કરી શકાય છે, પ્રથમ તો તમે તેને જમીનમાં સીધો મિક્સ કરી શકો છો. બીજું, તેને 48 કલાક પાણીમાં પલાળી રાખો, પછી તેને સ્પ્રે બોટલમાં ભરીને પાંદડા અને દાંડી પર સ્પ્રે કરો.

Next Article