Image Credit source: AI Generated
નવા કપડાં ખરીદ્યા પછી સૌથી મોટી ચિંતા એ હોય છે કે, પહેલી વાર તે કપડાં ધોવાથી ક્યાંક તેનો રંગ નીકળી ન જાય. ઘણી વાર કેટલાક કપડાં પહેલી વાર ધોયા પછી જ જૂના લાગવા માંડે છે.
સાથે જ આ કપડાંનો રંગ બીજા કપડાં પર પણ લાગી જાય છે. હવે આ જ સમસ્યાના ઉકેલ માટે કેટલાંક સરળ ઘરેલું ઉપાય અજમાવો, જેથી કપડાંનો રંગ એકદમ ફિક્સ થઈ જશે.
આ વસ્તુની જરૂર પડશે
આના માટે તમને 50 થી 60 ગ્રામ ફટકડી અને આશરે બે મુઠ્ઠી મીઠાની જરૂર પડશે.
કપડાંના રંગને પાકો કરવા માટે શું કરવું?
- આના માટે એક મોટા વાસણ અથવા ડોલમાં આશરે 10 થી 12 લિટર પાણી લો. ધ્યાન રાખો કે, પાણી ગરમ ન હોવું જોઈએ.
- હવે, તેમાં આશરે 50 થી 60 ગ્રામ ફટકડી નાખો. ફટકડીને પહેલાં થોડી ખાંડી લો, પછી પાણીમાં નાખીને સારી રીતે મેળવી દો.
- ત્યારબાદ તેમાં આશરે 100 ગ્રામ મીઠું નાખો. પાણીના પ્રમાણ અને કપડાંની સંખ્યા મુજબ મીઠાનું પ્રમાણ થોડું ઓછું-વધારે કરી શકાય છે.
- હવે, જે કપડાંનો રંગ નીકળવાનો ડર હોય, તેને ખોલીને આ પાણીમાં બોળી દો. કપડાંઓને ઓછામાં ઓછા 2 કલાક સુધી આ પાણીમાં પલાળી રાખો.
- બે કલાક પછી કપડાં બહાર કાઢો અને ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈ લો.
- એક કે બે વાર ચોખ્ખા પાણીથી ધોવાથી કપડાંમાં લાગેલું મીઠું અને ફટકડી નીકળી જશે. આ દરમિયાન કપડાંમાંથી થોડો રંગ નીકળી શકે છે પરંતુ આ પછી ક્યારેય કપડાંમાંથી રંગ નહીં નીકળે.
કપડાં કડક લાગે તો આ કામ કરો
ફટકડી અને મીઠા વાળા પાણીથી ધોયા પછી કોટનના કપડાં થોડા કડક લાગી શકે છે. તેને સોફ્ટ કરવા માટે એક ડોલ પાણીમાં આશરે બે ચમચી ખાવાનો સરકો (Vinegar) નાખો.
તેમાં કપડાંઓને આશરે 30 મિનિટ સુધી પલાળી રાખો. ત્યારબાદ કપડાં બહાર કાઢીને સૂકવી દો. આમ કરવાથી તમારા કપડાંનો રંગ પણ પાકો થઈ જશે, સાથે જ કપડાં સોફ્ટ પણ રહેશે.
આ વાતોનું પણ ધ્યાન રાખો
આ ઉપાય સિવાય બીજી કેટલીક વાતો પર પણ ધ્યાન આપવું જરૂરી છે. કપડાંનો રંગ લાંબા સમય સુધી જાળવી રાખવા માટે તેને તીવ્ર તડકામાં સૂકવવાનું ટાળો.
આ સિવાય કપડાંઓને હંમેશાં ઊંધા કરીને અને આછા તડકામાં સૂકવો. આ રીતે એક નાનકડો ઘરેલું ઉપાય અજમાવીને તમે તમારા નવા કપડાંનો રંગ ફિક્સ કરી શકો છો અને રંગ નીકળવાથી બચાવી શકો છો.
Disclaimer: આ પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી અને ઘરેલું ઉપાયો માત્ર સામાન્ય જ્ઞાન તેમજ માહિતીના હેતુ માટે છે. કાપડની ગુણવત્તા અને ડાઇ (રંગ) ના પ્રકાર મુજબ પરિણામ અલગ-અલગ હોઈ શકે છે. કોઈપણ ઉપાય આખા કપડા પર અજમાવતા પહેલાં કપડાના કોઈ નાના ખૂણા પર ટેસ્ટ કરી લેવાની સલાહ આપવામાં આવે છે.
Breaking News: દિવાળી પહેલાં મોંઘા થશે AC, TV, ફ્રિજ અને વોશિંગ મશીન… 5 થી 8% ભાવ વધારાની તૈયારી