Benefits Of Multani Mitti: ત્વચા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે મુલતાની માટી, જાણો ફાયદા

|

Sep 09, 2021 | 11:57 PM

મુલતાની માટીનો (Multani mitti) ઉપયોગ સામાન્ય રીતે લોકો સૌંદર્ય પ્રસાધનો તરીકે કરે છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેના દ્વારા તમારા સ્વાસ્થ્યને લગતી તમામ સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે. આવો તેના વિશે જાણીએ.

Benefits Of Multani Mitti: ત્વચા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે મુલતાની માટી, જાણો ફાયદા
Multani mitti

Follow us on

બ્યુટી પ્રોડક્ટ (Beauty product) તરીકે મુલતાની માટીનો (Multani mitti) ઉપયોગ પ્રાચીનકાળથી કરવામાં આવે છે. ચામડીની (Skin) તમામ સમસ્યાઓ દૂર કરવાથી માંડીને વાળનું(Hair) સ્વાસ્થ્ય સુધારવા સુધી મુલતાની માટીનો ઉપયોગ ઘણી રીતે થાય છે. મુલતાની માટીમાં એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મો સાથે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને હાઈડ્રેટેડ એલ્યુમિનિયમ સિલિકેટ જેવા તત્વો જોવા મળે છે. મુલતાની માટી તમારી ત્વચાના છિદ્રોમાં હાજર સીબમ, પરસેવો, તેલ અને ગંદકી જેવી અશુદ્ધિઓને દૂર કરે છે અને તમારી ત્વચાને સ્વસ્થ બનાવે છે.

 

ઉપરાંત જો તેનો ઉપયોગ વાળ માટે કરવામાં આવે છે તો તે તમારા વાળને પોષણ આપે છે અને વાળને ચમકદાર, મજબૂત બનાવે છે અને વાળ ફાટવાની સમસ્યા દૂર કરે છે. પરંતુ આજ સુધી તમે તેનો ઉપયોગ માત્ર કુદરતી સૌંદર્ય ઉત્પાદન તરીકે જ કર્યો હશે. પરંતુ આજે અમે તમને સ્વાસ્થ્ય સંબંધિત આવા ફાયદા જણાવીશું.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

સાંધા અથવા સ્નાયુમાં દુખાવો


જો તમને સાંધા કે સ્નાયુના દુખાવાની સમસ્યા હોય તો મુલતાની માટી તમારા માટે ખૂબ ઉપયોગી છે. તમને જ્યાં દુ:ખતું હોય તે જગ્યા પર મુલતાની માટી લગાડી શકો છો. આ કારણે સોજો, જડતા, સાંધા કે સ્નાયુમાં દુખાવો વગેરેની સમસ્યામાં ઘણી રાહત મળે છે. આ માટે ગરમ પાણીથી માટીનો પલ્પ બનાવો.

 

પછી તેને દુખતા ભાગ પર લગાવો. આ બાદ પછી પાટો બાંધો. 15 મિનિટ પછી ગરમ પાણીમાં ટુવાલ મૂકીને આ માટીને સાફ કરો. પછી થોડો સમય કપડાથી બાંધીને તે જગ્યાને ઢાંકી દો, જેથી પવન ન લાગે. કેટલાક દિવસો સતત આમ કરવાથી ઘણી રાહત મળશે.

 

પેટની બળતરા ઘટાડે


જો તમને પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા હોય અથવા અલ્સરની સમસ્યા હોય તો મુલતાની માટીને લગભગ 3થી 4 કલાક પાણીમાં પલાળી રાખો. આ પછી આ માટીની પટ્ટી બનાવો અને તેને પેટ પર રાખો. લગભગ 15 મિનિટ પછી પેટને ઠંડા પાણીથી સાફ કરો. થોડા દિવસો સુધી આ કરવાથી ખૂબ જ આરામદાયક લાગશે.

 

લોહીના પરિભ્રમણ સુધારવા માટે


તમને જાણીને નવાઈ લાગશે કે મુલતાની માટી લોહીના પરિભ્રમણમાં પણ સુધારો કરે છે. આ માટે મુલતાની માટીમાં પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો અને તેને શરીરના કોઈપણ ભાગ પર લગાવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને ભીના ટુવાલથી સાફ કરો. આમ કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. તમે આ ઉપાય દરરોજ અજમાવી શકો છો.

 

એન્ટિસેપ્ટિક ગુણોથી ભરપૂર


મુલતાની માટીમાં એન્ટિસેપ્ટિક ગુણ છે. તેથી તેનો ઉપયોગ એન્ટિસેપ્ટિક તરીકે પણ થાય છે. તે ત્વચા પરના બળેલા અને વાગેલા એરિયામાંથી ઈન્ફેક્શનને દૂર કરવાનું કામ કરે છે. વળી, તેને દરરોજ લગાવવાથી બળેલા અને લાગવાના નિશાન પણ અદૃશ્ય થઈ જાય છે.

 

 

આ પણ વાંચો : Tiger 3 માટે બાયો બબલમાં શૂટિંગ કરી રહ્યા છે સલમાન ખાન, ગણપતિ સેલિબ્રેશનમાં નહીં આપી શકે હાજરી

 

આ પણ વાંચો  Ganesh Utsav 2021 : અમદાવાદ કોર્પોરેશન 37 સ્થળોએ વિસર્જન કુંડ બનાવશે, જરૂરી સુવિધા પૂરી પડાશે  

Next Article