Milk for Skin: ઘરમાં હંમેશા રહેતા દૂધના ઉપયોગથી મેળવો ચમકદાર અને સ્વસ્થ ત્વચા

|

Mar 04, 2022 | 7:32 AM

દૂધ અને અન્ય દૂધની બનાવટો ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દૂધની મલાઈ, દહીં, માખણ અને ઘીથી પણ ત્વચાને ફાયદો થાય છે. એ જ રીતે કાચા દૂધનો ઉપયોગ ત્વચાને સાફ કરવા માટે થાય છે. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે જે ચહેરા પર જમા થયેલ મૃત ત્વચા કોશિકાઓના સ્તરને દૂર કરવાનું કામ કરે છે.

Milk for Skin: ઘરમાં હંમેશા રહેતા દૂધના ઉપયોગથી મેળવો ચમકદાર અને સ્વસ્થ ત્વચા
Milk benefits for skin (Symbolic Image )

Follow us on

ત્વચા (Skin) સંભાળમાં ક્લીન્ઝિંગ, મોઈશ્ચરાઈઝિંગ, સ્ક્રબિંગ અને ટોનિંગ જેવા પગલાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્વચાને યોગ્ય રીતે સાફ (Clean) કરવી મહત્વપૂર્ણ છે. કારણ કે, આમ ન કરવાથી ત્વચા પર બેઠેલી ગંદકી, ધૂળ અને મૃત ત્વચાના કોષોનું સ્તર વધી થઈ જાય છે અને ત્વચા ચમકદાર લાગતી નથી. સ્ક્રીન એક્સપર્ટ પણ દિવસમાં 2-3 વખત ત્વચાને સાફ કરવાની ભલામણ કરે છે.

ચહેરાને સાફ કરવા માટે લોકો ક્લીન્ઝિંગ મિલ્ક અથવા ફેસ વોશનો ઉપયોગ કરે છે. જ્યારે લોકોને અલગ-અલગ ત્વચા પ્રકારો અનુસાર સરળતાથી ફેસ વૉશ મળે છે, ત્યારે કેટલાક લોકો એવા હોય છે જે ચહેરાની સફાઈ માટે કોઈપણ કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ કરવા માંગતા નથી. આવા લોકો ઘરમાં હાજર કેટલીક સરળ વસ્તુઓની મદદથી ત્વચાને સાફ કરી શકે છે. આ વસ્તુઓનો ઉપયોગ કરવાની રીત અને તેના અન્ય ફાયદાઓ વિશે અહીં વાંચો.

કાચુ દૂધ અને મધ

દૂધ અને અન્ય દૂધની બનાવટો ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દૂધની મલાઈ, દહીં, માખણ અને ઘીથી પણ ત્વચાને ફાયદો થાય છે. એ જ રીતે કાચા દૂધનો ઉપયોગ ત્વચાને સાફ કરવા માટે થાય છે. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે, જે ચહેરા પર જમા થયેલ મૃત ત્વચા કોશિકાઓના સ્તરને દૂર કરવાનું કામ કરે છે. દૂધથી ચહેરો સાફ કરવાથી ત્વચાના છિદ્રોમાં જામેલી ગંદકી પણ સાફ થાય છે અને ત્વચામાં ચમક પણ આવે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દૂધ અને મધનો ઉપયોગ કેવી રીતે કરવો

  1. અડધી વાટકી કાચું દૂધ લો અને તેમાં એક ચમચી મધ ઉમેરો. બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો.
  2. હવે ચહેરા પરથી મેકઅપ દૂર કરો અને પાણીથી ચહેરો સાફ કરો. પછી ત્વચાને કુદરતી રીતે સૂકવી દો.
  3. હવે ચહેરા પર દૂધ અને મધનું મિશ્રણ લગાવો અને ચહેરા પર હળવા હાથે મસાજ કરો.
  4. ચહેરાને 5-10 મિનિટ સુધી સાફ કરો, પછી સાદા પાણીથી ચહેરો સાફ કરો.

મીઠું અને કાચું દૂધ

  1. 4-5 ચમચી દૂધમાં એક ચપટી મીઠું ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવો.
  2. ત્વચાના સમસ્યાવાળા વિસ્તારોમાં જેમ કે નાક અને ચિન વિસ્તાર પર હળવા હાથે માલિશ કરો. ગાલ અને કપાળ પર ગોળાકાર ગતિમાં માલિશ કરો.
  3. 8-10 મિનિટ સુધી મસાજ કર્યા પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી માહિતીના હેતુ માટે લખવામાં આવી છે. મૌખિક સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

આ પણ વાંચો : Immunity Booster: શરદી અને ફ્લૂના લક્ષણોમાંથી ઝડપથી રાહત આપશે આ આયુર્વેદિક ઉકાળો

આ પણ વાંચો : બોર મટાડશે રોગ: કદમાં નાના પણ ફાયદામાં સૌથી મોટા એવા બોર ખાવાના જાણો ફાયદા

Published On - 6:35 am, Fri, 4 March 22

Next Article