AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle : વાળ ખરવાની સમસ્યાથી રહો છો પરેશાન ? તો આ ભૂલ તો નથી જવાબદાર ?

ટુવાલથી વાળ સુકાવતી વખતે, ધ્યાનમાં રાખો કે તેમને ટુવાલથી જોરથી સાફ ન કરો. આ કારણે વાળ વધુ તૂટે છે. આ સાથે, તેમની ચમક પણ ખોવાઈ જાય છે. તેથી, ટુવાલથી વાળ લૂછતી વખતે, ટુવાલ દબાવીને તેને સૂકવો.

Lifestyle : વાળ ખરવાની સમસ્યાથી રહો છો પરેશાન ? તો આ ભૂલ તો નથી જવાબદાર ?
Lifestyle: Annoyed by Hair Loss Problems? So this mistake is not responsible?
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 12:36 PM
Share

વાળની (Hair ) ​​યોગ્ય કાળજી (Care ) ન લેવાને કારણે વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. તો ચાલો જાણીએ તે ભૂલો વિશે જેના કારણે વાળ ખરવાની (HairFall ) સમસ્યા વધુ વધી જાય છે. કોરોના સમય પછી લોકોમાં વાળ ખરવાની સમસ્યા ઘણી સામાન્ય બની ગઈ છે. પણ તેની પાછળ આપણી જ કેટલીક સામાન્ય ભૂલો હોય છે જે વાળ ખરવા પાછળનું કારણ બનતી હોય છે. અને ઘણી વાર આપણે આ ભૂલોથી અજાણ હોઈએ છીએ. અમે તમને જણાવીશું એવી કેટલીક ભૂલો વિષે જે વાળ ખરવા પાછળનું કારણ હોય શકે છે. 

આજકાલ આ બદલાતી જીવનશૈલીને કારણે આપણા વાળ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ધૂળ, માટી અને પ્રદૂષણને કારણે, દરેક અન્ય વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા થવા લાગી છે. આ સાથે, વાળની ​​યોગ્ય કાળજી ન લેવાને કારણે, આ સમસ્યા વધી જાય છે. આ બદલાતી ઋતુમાં વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. તો ચાલો જાણીએ તે ભૂલો વિશે જેના કારણે વાળ ખરવાની સમસ્યા વધુ વધી જાય છે. જો તમે લાંબા અને જાડા વાળ ઈચ્છો છો, તો આજે જ આ આદતો બદલો.

લાંબા સમય સુધી વાળ શેમ્પૂ કરતા નથી સમયના અભાવે ઘણા લોકો અઠવાડિયામાં માત્ર એક વખત શેમ્પૂ કરે છે. તમારે આ કરવાનું ટાળવું જોઈએ. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર શેમ્પૂ કરવાની ખાતરી કરો. ડોક્ટરોના મતે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર તમારા વાળ ધોવા. આ વાળના મૂળ પર જમા થયેલી બધી ગંદકી દૂર કરે છે અને તેના કારણે વાળ ઓછા તૂટે છે. તે જ સમયે, વધુ પડતા શેમ્પૂ કરવાના ગેરફાયદા પણ છે. શેમ્પૂમાં જોવા મળતું કેમિકલ વાળના મૂળને નબળું પાડે છે અને તેના કારણે વાળ વધુ તૂટે છે.

વાળ ખૂબ કડક બાંધવા અંબોડો કે ચોટલો બાંધતી વખતે ઘણી સ્ત્રીઓ વાળને ખૂબ ચુસ્ત બનાવે છે. આ કારણે તમારા વાળના મૂળ પર ઘણું દબાણ છે. તેના કારણે વાળ પાતળા થઈ જાય છે અને ખરવા લાગે છે. તેથી ધ્યાનમાં રાખો કે વાળ હંમેશા ઢીલા  બાંધો.

ગરમ પાણીથી વાળ ધોવા જો કે ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરની તમામ થાક દૂર થાય છે, પરંતુ, તે તમારા વાળ માટે ખૂબ જ હાનિકારક બની શકે છે. ગરમ પાણીથી સ્નાન કરવાથી વાળ પાતળા બને છે અને વધુ તૂટે છે.

ટુવાલ વડે જોરથી વાળ લૂછવા ટુવાલથી વાળ સુકાવતી વખતે, ધ્યાનમાં રાખો કે તેમને ટુવાલથી જોરથી સાફ ન કરો. આ કારણે વાળ વધુ તૂટે છે. આ સાથે, તેમની ચમક પણ ખોવાઈ જાય છે. તેથી, ટુવાલથી વાળ લૂછતી વખતે, ટુવાલ દબાવીને તેને સૂકવો.

આ પણ વાંચો: ના કરતા આ ભૂલ: તળેલા તેલનો ફરી ઉપયોગ કરવામાં થઈ શકે છે આવી બીમારીઓ, જાણો ફરી યુઝ કરવાની યોગ્ય રીત

આ પણ વાંચો: Health Tips : શું તમે જાણો છો ખાલી પેટ લસણ ખાવાના ફાયદા? જાણીને તમે પણ શરુ કરી દેશો

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

g clip-path="url(#clip0_868_265)">