મેલીટસ ડાયાબિટીસ શું છે? જાણો તેનાથી શું નુકસાન થાય છે
આપણું શરીર પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી ત્યારે ટાઈપ 1 ડાયાબિટીસ મેલીટસ (T1DM) અથવા જ્યારે શરીર તેનો સારી રીતે ઉપયોગ કરી શકતું નથી ત્યારે ડાયાબિટીસની સમસ્યા ઉત્પન્ન થાય છે. આ સમસ્યા મોટા તેમજ નાના બાળકોમાં પણ જોવા મળે છે.

વિશ્વભરમા ડાયાબિટીસના ર્દદીઓનો વધારો થઈ રહ્યો છે. ભારતમા જ ડાયાબિટીસના ર્દદીઓની સંખ્યા 7.7 કરોડ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર 2025 સુધીમા ડાયાબિટીશના ર્દદીનો આંકડો 12 કરોડ સુધી પહોંચી શકે છે, જેમાં 30 ટકા લોકોને ડાયાબિટીસના લક્ષણો અંગે માહિતી પણ નથી હોતી. ર્દદીને જ્યારે ડાયાબિટીસની જાણ થાય છે ત્યારે તેમની સ્થિતી ખરાબ થઈ જાય છે. મેલીટસ ડાયાબિટીસ એક જુની બિમારી છે, જે શરીરના શુગર લેવલના કારણે થતી હોય છે.
મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વૈશાલીના કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજી એન્ડ ડાયાબિટીસીયન ડૉ. ઐશ્વર્યા કૃષ્ણમૂર્તિ અનુસાર આપણે શરીરમાં જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી મોટાભાગનો ખોરાક ગ્લુકોઝમાં તૂટી જાય છે અને લોહીમાં મુક્ત થાઈ જાય છે. ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડ દ્વારા બનાવવામાં આવતું હોર્મોન છે, જે ગ્લુકોઝને શરીરના કોષોમાં ખસેડવા માટે મદદ કરે છે.
આ ગ્લુકોઝ શરીરના વિવિધ કોષોને તેમના તમામ કાર્યો કરવામાં મદદ કરે છે. જ્યારે આપણું શરીર પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી ત્યારે (ટાઈપ 1 ડાયાબિટીસ મેલીટસ- T1DM) અથવા જ્યારે શરીર તેનો સારી રીતે ઉપયોગ કરી શકતું નથી ત્યારે ડાયાબિટીસની સમસ્યા ઉત્પન્ન થાય છે. આ સમસ્યા મોટા તેમજ નાના બાળકોમાં પણ જોવા મળે છે. ટાઈપ-2 ડાયાબિટીસના ઘણા કેસો નાના બાળકોમાં જોવા મળે છે, જે એક ચિંતાનો વિષય છે.
આ કારણોથી પણ ડાયાબિટીસ થાય છે
સ્થૂળતાથી પીડાતા લોકો જેમનો આહાર અને જીવનશૈલી સારી નથી અથવા તો જે લોકોને આરામદાયક જીવન જીવી રહ્યા છે આવા લોકોમા ડાયાબિટીસ મેલીટસ થવાનું જોખમ વધારે હોય છે. આવા લોકો ઇન્સ્યુલિન બનવાના સામે પ્રતિરોધક બની જાય છે. આનો અર્થ એ છે કે તેમના શરીરમા પુરી માત્રામા ઇન્સ્યુલિન બનતુ નથી.
શરીરમા દ્વારા જે ઇન્સ્યુલિન ઉત્પાદિત થાય છે તે યોગ્ય રીતે કામ કરતુ નથી. જેથી આવા લોકોના શરીરમા લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધે છે. આળસુ અને સ્થૂળતા ધરાવતા લોકોમાં ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં તમારું વજન નિયંત્રણમાં રાખવું ખુબ જ જરૂરી છે.
ડાયાબિટીસ ઘણા અંગોને નુકસાન પહોંચાડે છે
ડાયાબિટીસ વધવાથી શરીરના ધણા અંગોને નુકસાન પહોચાડી શકે છે. ડાયાબિટીસને કારણે શરીરમાં બ્લડ સુગરનું સ્તર વધે છે. જેથી વધુ ડાયાબિટીસના કારણે આંખોને નુકસાન થવાનો ભય રહે છે. આ સમસ્યાને ડાયાબિટીક રેટિનોપેથી કહેવામાં આવે છે. જેના કારણે આંખોની રોશની ગુમાવવાનો સતત ભય રહે છે.
ડાયાબિટીસને કારણે હૃદયરોગનું જોખમ વધી જાય છે અને તેની સાથે તે કિડનીને પણ બગાડી શકે છે. આવી સ્થિતિમાં ખોરાકનું ધ્યાન રાખવું અને જીવનશૈલી સારી કરવી જરૂરી છે. જો શરીરમાં બ્લડ શુગરનું સ્તર નિયંત્રણમાં રહેશે તો ડાયાબિટીસ નહીં થાય અને બીજી ઘણી બીમારીઓનું જોખમ પણ ઘટી જશે.