Relationship: સંબંધોમાં આવી ગઈ છે કડવાશ? તો જાણો એક સારા જીવનસાથી બનવાના 4 ગોલ્ડન રૂલ્સ

|

Jul 11, 2021 | 12:37 PM

સંબંધો બનાવવા સહેલા છે પણ નિભાવવા અઘરા. જો તમે પણ એક સારો જીવનસાથી ઈચ્છાતા હોવ તો પહેલા તમારે પણ એ બનવું પડશે. અને આ છે એક સારો જીવનસાથી બનવાની રીત.

Relationship: સંબંધોમાં આવી ગઈ છે કડવાશ? તો જાણો એક સારા જીવનસાથી બનવાના 4 ગોલ્ડન રૂલ્સ
Golden rules of being a good partner in a Relationship

Follow us on

આ દુનિયામાં કોઈ પરફેકટ નથી હોતું પરંતુ માણસો સતત પ્રયાસમાં રહે છે કે કોઈ પાત્ર માટે યોગ્ય વ્યક્તિ બની શકાય. સંબંધોમાં ઘણા એવા સમજુ હોય છે કે એકબીજાને અનુકુળ થવાનો પ્રયાસ કરતા રહે છે. તો ઘણા સંબંધોમાં સમજણ સામે અહંમ કે જગડા જીતી જતા હોય છે. સંબંધ એટલે કે રિલેશનશિપમાં આવ્યા બાદ વ્યક્તિઓ એકબીજાને અનુકુળ થવાનો પ્રયત્ન કરે છે. તો બીજી તરફ એવી કામના પણ રાખતા હોય છે કે પોતાનું પાર્ટનર તેમને પ્રેમ કરે, અને દરેક પરિસ્થિતિમાં સાથ આપે.

એક સારો જીવનસાથી સૌ ઈચ્છે છે. પણ કેટલા લોકો હોય છે કે જે સારા જીવનસાથી બનાવાનો પ્રયત્ન કરતા હોય છે? જો તમારે તમારા સંબંધને સારી રીતે આગળ વધારવા હોય તો આજે અમે તમને કેટલીક ટીપ્સ જણાવીશું. જે તમને એક યોગ્ય જીવનસાથી બનાવામાં મદદ કરશે.

1. પોતાની જાતને પ્રેમ કરતા શીખો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એક સારો જીવનસાથી બનવાની પહેલી શરત છે પોતાની જાતને પ્રેમ કરવો. સેલ્ફ લવ પર ઘણું બધું લખાયું છે. કોઈને પણ પ્રેમ કરવાની પ્રથમ શરત એ છે કે પહેલા પોતાની જાતને પ્રેમ કરવો. જો તમે પોતાને જ પ્રેમ કરો છો તો તમે બીજાને પ્રેમ કરી શકશો. સેલ્ફ લવથી આત્મવિશ્વાસ આવે છે. અન્ય સંબંધોને સાચવવાની, આગળ ધપાવવાની આવડત આવે છે. જો તમે પોતાની જાતને પ્રેમ નથી કરતા તો એક નકારાત્મકતા તમારી અંદર હંમેશા રહેશે. જે તમારા અંગત સંબંધોમાં તિરાડ લાવી શકે છે.

2. તમારા પાર્ટનરને સાથ આપો

જો તમે તમારા સંબંધમાં વાસ્તવિક, કાયમી પરિવર્તન લાવવા માંગો છો તો તમારો સાથી શું કરે છે શું નહીં તે દરેક વસ્તુમાં જાસુસી કરવાનું બંધ કરો. અને પોતાની જાતને સવાલ કરો, “શું હું મારા સાથીને સાથ આપી શકું છું? શું હું તે કરી રહ્યો છું?” અથવા પોતાની જાતને પૂછો “શું હું એક સારો લાઈફ પાર્ટનર છું?” તમારા જીવનસાથીની જગ્યાએ પોતાને મુકીને વિચાર કરો. અને ત્યારે દરેક સમસ્યાનો હલ આવશે. તેની સમસ્યાઓમાં તેને સવાલ કરવાની જગ્યાએ તેના પર વિશ્વાસ રાખીને તેને સાથ આપો.

3. તમારી ફીલિંગ્સ શેર કરો

સંબંધમાં ઘણી સમસ્યા માત્ર એટલા માટે જ આવે છે કે એક બીજા સાથે વાતો અને ભાવનાઓ શેર કરવામાં નથી આવતી. તમે તમારા પાર્ટનર વિશે કંઇક અનુભવી રહ્યા છો તો તે તેની સાથે શેર કરો. સારી કે ખરાબ દરેક ભાવનાઓ શેર કરવાથી અને તેની પર ચર્ચા કરવાથી સારા પરિણામ મળે છે. ઘણી વખત એ ભાવનાઓના નકારાત્મક પરિણામ આવતા અટકી જાય છે.

4. ઝગડા કરતા ચર્ચા સારી

સંબંધોમાં મોટાભાગે જોવા મળ્યું છે કે લોકો નાની નાની વાતોમાં ઝગડા કરતા હોય છે. એનું કારણ છે કે દરેક સમસ્યા પર ચર્ચા કરવાની જગ્યાએ દલીલ કરવા પર લોકો આવી જતા હોય છે. માનવ સ્વભાવ છે અને એમાં દરેક પાસે તેના પોતાના કારણો હોવાના જ. દરેક મુદ્દા પર પોતાના જ કારણો સાચા ઠેરવવાની જગ્યાએ એકબીજાના મુદ્દા સમજીને તેના પર વિચાર કરવામાં આવે તો ઘણા ઝગડા થતા પહેલા જ પુરા થઇ જાય.

 

આ પણ વાંચો: સિરિયલમાં કામ મળ્યા પહેલા આટલા વર્ષ બેરોજગાર રહ્યા હતા જેઠાલાલ, જાણો દિલીપ જોશીનો સંઘર્ષ

આ પણ વાંચો: Dance Deewane 3: માધુરી દીક્ષિતે એવો લગાવ્યો ‘સિંઘમ ઠુમકો’, કે રોહિત શેટ્ટી જોતા રહી ગયા, જુઓ Video

Next Article