Kitchen Training: બાળકોને બાળપણમાં જ આપો કિચન ટ્રેનિંગ, ભવિષ્યમાં લાગશે કામ

|

May 11, 2021 | 3:50 PM

Kitchen Training: :દરેક માતા-પિતાની ઇચ્છા હોય છે કે તેમના બાળકો મોટા થઈને દરેક રીતે સ્વતંત્ર બને. દરેક વ્યક્તિ માટે પાયાની જરૂરિયાત છે ભોજન.

Kitchen Training: બાળકોને બાળપણમાં જ આપો કિચન ટ્રેનિંગ, ભવિષ્યમાં લાગશે કામ
kitchen tips

Follow us on

Kitchen Training: :દરેક માતા-પિતાની ઇચ્છા હોય છે કે તેમના બાળકો મોટા થઈને દરેક રીતે સ્વતંત્ર બને. દરેક વ્યક્તિ માટે પાયાની જરૂરિયાત છે ભોજન. અને એટલે જ તેને ભોજન બનાવતા આવડતું હોય તો એને માટે કોઈ બીજા પર આધારિત રહેવું પડતું નથી. આ એવું કૌશલ્ય છે જે ભવિષ્યમાં કામ લાગશે. બાળક સાતથી આઠ વર્ષનું થાય એટલે એને કિચનમાં નાના-નાના કામ કરવાની સ્વતંત્રતા આપીને કિચન ટ્રેનીંગની શરૂઆત કરી શકાય. આમ કરવાથી પેરેન્ટ્સનો બાળક સાથેનો સંબંધ મજબૂત બને છે.

નવીન વસ્તુઓ સાથે પરિચય :
બાળક રસોડામાં સમય ગાળવાનું શરૂ કરશે ત્યારે ધીમે ધીમે એનો રસોડાની નવી ખાદ્ય વસ્તુઓ સાથે પરિચય થશે. આમ કરવાથી ભોજનમાં બાળકનો રસ વધશે. નાની વયના બાળકને અલગ અલગ પ્રયોગ કરવામાં રસ પડતો હોય છે. રસોડાની અલગ અલગ વસ્તુઓ સાથે પ્રયોગ કરીનેએ પોતાનો કુતુહલ સંતોષી શકે છે.

કીચનની વસ્તુઓ સાથે પરિચય :
બાળકોને કિચન ટ્રેનિંગ આપવાથી તેનો અલગ અલગ શાકભાજી તેમજ રસોઈ બનાવવામાં વપરાતા મસાલા સાથે પરિચય થાય છે. તેનાથી તેનો આત્મવિશ્વાસ કેળવાય છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

શાકભાજીમાં પડે છે રસ :
મોટાભાગના બાળકોને શાકભાજી ખાવાનું ગમતું નથી. માતા-પિતા બાળકોને લીલા શાકભાજી ખાવા માટે દબાણ કરતા હોય છે. પણ બાળકો એનો વિરોધ કરતા હોય છે. બાળક આ શાકભાજીની મદદથી બનતી વાનગીઓ બનાવવામાં મદદ કરે છે ત્યારે એ એકજાતની ખુશી અનુભવે છે.

લેંગિક સમાનતા :
દીકરા અને દીકરી બંનેને એક સમાન કિચન ટ્રેનિંગ આપવાથી તેમને પ્રોત્સાહન મળે છે. અને તેમનામાં સમાનતાની લાગણીનો પણ વિકાસ થાય છે. આ ટ્રેનિંગ મેળવનાર દીકરો જેમ તેમ નથી વિચારતો કે રસોડાનું કામ માત્ર મહિલાઓનું છે. વળી દીકરાને કિચનમાં રસોઈ બનાવતાં આવડતી હશે તો ભવિષ્યમાં ક્યારેય તેને એકલા રહેવું પડે એવા સંજોગો ઊભા થશે તો તેને વાંધો નહીં આવે.

કિચનમાં કામ કરતી હોય ત્યારે ધ્યાન રાખવું
–બાળકને રસોડામાં એકલા ન મુકો.
–મદદ માટે સાથે બાળક સાથે રહો.
–કાળજીપુર્વક સમજાવો તે બહુ જલ્દી બધી વસ્તુ શીખી જશે.
–બાળકને આગથી દુર રાખો તેમણે ટૂંકી બાંયના કપડાં પહેરાવો.

Next Article