આકર્ષક દેખાવા માટે ધ્યાનમાં રાખો આ વસ્તુઓ, લોકો પણ તમારાથી પ્રભાવિત થશે અને તમે પણ અંદરથી ખુશ રહેશો

|

Jul 25, 2021 | 9:14 PM

આકર્ષક હોવુ એ ફક્ત દેખાવ વિશે નથી પરંતુ તમે અંદરથી કેટલુ સારુ અનુભવો છો તેના વિશે છે. તમે કેટલા કોન્ફિડેન્ટ છો તેના વિશે છે. જો તમે અંદરથી ખુશ હશો અને તમારામાં આત્મ વિશ્વાસ હશે તો તમે આકર્ષક લાગશો

આકર્ષક દેખાવા માટે ધ્યાનમાં રાખો આ વસ્તુઓ, લોકો પણ તમારાથી પ્રભાવિત થશે અને તમે પણ અંદરથી ખુશ રહેશો
By these 4 tips you may feel attractive

Follow us on

આકર્ષક (Attractive) દેખાવુ કોને પસંદ નથી. દરેક વ્યક્તિ આકર્ષક દેખાવા માંગે છે અને તેના માટે તમામ પ્રકારના પ્રયત્નો પણ કરે છે. માત્ર ચહેરા અથવા તો પર્સનાલીટીથી (Personality) આકર્ષક દેખાવુ એ શક્ય નથી. તમારે અંદરથી પણ નેચરલી આકર્ષક લાગવુ જરૂરી છે ત્યારે જ તમે લોકોની સામે પ્રેઝેન્ટેબલ બની શકો છો અને જાતે પણ સારુ ફિલ કરો છો.

 

આકર્ષક દેખાવુ એ સબ્જેક્ટિવ કોન્સેપ્ટ જેવુ લાગી શકે છે. કારણ કે અલગ અલગ લોકોને અલગ અલગ વસ્તુઓ આકર્ષક લાગતી હોય છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે બધાને જ ગમે છે. આકર્ષક દેખાવુ એ ફક્ત બહારના દેખાવ વિશે નથી પરંતુ તમારી ત્વચાની ઉંડાણમાં પણ હોય છે. ભલે તમે ગમે તેટલા સારા કપડાં પહેર્યા હોય પરંતુ જો તમારો મૂડ ખરાબ હશે અથવા તો તમે પોતાની જાતમાં ખામી છે તેમ માનતા હશો તો આકર્ષક નહી જ લાગો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આકર્ષક હોવુ એ ફક્ત દેખાવ વિશે નથી પરંતુ તમે અંદરથી કેટલુ સારુ અનુભવો છો તેના વિશે છે. તમે કેટલા કોન્ફિડેન્ટ છો તેના વિશે છે. જો તમે અંદરથી ખુશ હશો અને તમારામાં આત્મ વિશ્વાસ હશે તો તમે આકર્ષક લાગશો અને લોકો તમારાથી પ્રભાવિત થશે.

 

પોતાની સાથે સારી વાતો કરો

જો તમે સતત પોતાની જાતને નીચી ગણો છો અથવા તો પોતાની ઉપલબ્ધીઓની કિંમત નથી કરતા તો તે તમારુ આત્મ સમ્માન ઘટાડી દેશે અને તમે પોતાની જાતને બેકાર માનવા લાગશો. માટે જ સુંદર દેખાવા માટે જરૂરી છે કે તમે પોતાની જાતને પ્રેમ કરતા હોવ અને પોતાની જાતને યાદ કરાવતા હોવ કે તમે કેટલા ખાસ છો.

કસરત

નિયમીત કસરત કરવાથી અને પોતાની જાતની સંભાળ રાખવાથી તમે સારુ ફિલ કરશો. તે તમારા આત્મ વિશ્વાસને વધારવાની સાથે તમને શેપ આપવા અને સ્વસ્થ્ય રાખવામાં પણ મદદ કરે છે.

સ્માઇલ

સ્મિત સૌથી સારુ ઘરેણું છે જેને કોઇ પણ પહેરી શકે છે. હસ્તો ચહેરો તમને વધુ આકર્ષક દેખાવામાં મદદ કરે છે. તે તમને મિલનસાર, ખુશ અને પોઝીટીવ વ્યક્તિ તરીકે ઓળખાણ અપાવશે.

પોતાની મુદ્રામાં સુધાર કરો

આળસુ વ્યક્તિ ક્યારે આકર્ષક દેખાય ન શકે. જ્યારે તમે તમારી પીઠને સીધી રાખશો. તમારા ખભાને બહારની તરફ ખેંચીને રાખવાથી તમે વધારે આકર્ષક ફિલ કરો છો

 

આ પણ વાંચો – Corona Vaccine: શું હવે લેવો પડશે રસીનો બુસ્ટર ડોઝ, જાણો આ વિશે ડો. રણદીપ ગુલેરીયાએ શું કહ્યું

Next Article