Double Chin : શું ડબલ ચિન તમને પરેશાન કરે છે ? બસ આટલું કરો, ગાયબ થઈ જશે ‘ડબલ ચિન’

|

Sep 14, 2021 | 1:24 PM

ચહેરાનો એક મહત્વનો ભાગ છે જૉ લાઈન એટલે કે જડબું. મહિલાઓમાં ખાસ કરીને સુંદર જૉ લાઈનનો ક્રેઝ હોય છે. જો તમે પણ ડબલ ચિનની સમસ્યાથી પરેશાન હોય તો અમુક સરળ ફેશિયલ એક્સર્સાઈઝ કરીને પરફેક્ટ જૉ લાઈન મેળવી શકો છો.

Double Chin : શું ડબલ ચિન તમને પરેશાન કરે છે ? બસ આટલું કરો, ગાયબ થઈ જશે ડબલ ચિન
Double Chin

Follow us on

Double Chin : શું તમે આકર્ષક અને સુંદર જડબાની ઈચ્છા રાખો છો, પરંતુ તમને ડબલ ચિન (Double Chin) છે? ચિંતા કરશો નહીં કારણ કે, અમારી પાસે તમારા માટે ઉકેલ છે. ડબલ ચિનના કેટલાક સામાન્ય કારણોમાં ઉંમર, વજન, આનુવંશિકતાનો સમાવેશ થઈ શકે છે. સામાન્ય સારવાર પદ્ધતિઓમાં વ્યાયામ, આહાર (Diet) નિયમનનો સમાવેશ થાય છે.

ફેશિયલ એક્સર્સાઈઝ (Facial Exercises) કરવાની સલાહ સામાન્ય પણે આપવામાં આવતી હોય છે. કારણકે તેનાથી ચહેરાનું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે અને ત્વચા હેલ્ધી અને ફિટ રહે છે. ડબલ ચિન (Double Chin)નો છૂટકારો મેળવવા માટે પણ તમે એક્સર્સાઈઝની મદદ લઈ શકો છો.

ડબલ ચિન માટે કસરતો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

અહીં કેટલીક કસરતો (Exercises) છે જે તમને ડબલ ચિન( Double Chin)થી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે:

  • એર કિસ:

આરામદાયક સ્થિતિમાં ઉભા રહો.

હવામાં ચુંબન કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેમ તમારા હોઠને રાખો.

તમારી ગરદન ઉપરની તરફ ખેંચો અને હવાને ચુંબન કરો.

આ રીતે ઓછામાં ઓછા 5 વખત પુનરાવર્તન કરો.

  • બોલવાની કસરત:

તમારા ડબલ ચિન નીચે નાનો બોલ રાખો.

બોલને તમારા જડબાની નીચે દબાવો.

તમે સ્નાયુઓમાં ખેંચાણ અનુભવશો.

10 સેકંડ સુધી પકડો, આરામ કરો અને ફરી પાછું પુનરાવર્તન કરો.

તમે આ કસરત ગમે ત્યારે કરી શકો છો.

  • નાકને સ્પર્શ

આરામદાયક સ્થિતિમાં બેસો.

તમારું મોં ખોલો અને તમારી જીભ બહાર કાઢો.

શક્ય હોય ત્યાં સુધી તમારી જીભ ખેંચો.

હવે તમારી ખેંચાયેલી જીભને ઉપરની તરફ ખસેડો અને તેનાથી તમારા નાકને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો.

ઓછામાં ઓછી 5 સેકન્ડ માટે પોઝિશન રાખો.

આ કસરતને 10 વખત પુનરાવર્તન કરો.

  • પહોળું મોં :

તમારું મોં પહોળું ખોલો.

મોં ખેંચો અને તમારા નસકોરા પણ ખોલો.

તમારે ચહેરાના સ્નાયુઓ ખેંચાયેલા હોવા જોઈએ.

5 સેકન્ડ માટે પોઝમાં રહો અને તમારું મોં બંધ કરો.

આ રીતને ઓછામાં ઓછા 10 વખત પુનરાવર્તન કરો.

દાઢીની નીચે રહેલા કોષો ચરબી જમા કરે અને એને કારણે ડબલ ચિન થાય છે. જો વ્યક્તિ ઓવરવેટ હોય તો તેનો ચહેરો ભરાવદાર દેખાવા લાગે છે. અનહેલ્ધી ડાયટ, વધતી ઉંમર અથવા જિનેટિક્સ કારણોથી પણ આવું થઈ શકે છે. પણ તેને દૂર કરવા સર્જરી કરાવવાની જરૂર નથી. હેલ્ધી રૂટિન અને ફૂડ હેબિટ્સ અને એક્સરસાઈઝની મદદથી ડબલ ચિનને કંટ્રોલ કરી શકાય છે.

 

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Hindi Diwas 2021: ગૃહપ્રધાન અમિત શાહે હિન્દી દિવસની પાઠવી શુભેચ્છા, કહ્યુ ” હિન્દી ભાષા આધુનિક વિકાસ વચ્ચેનો સેતુ છે “

Published On - 1:24 pm, Tue, 14 September 21

Next Article