IRCTC Tour Package: આ વર્ષે ચારધામની યાત્રા કરવી હોય તો IRCTCનું આ પેકેજ પર એક વાર નજર કરી જજો

|

May 10, 2022 | 3:25 PM

IRCTC Tour Package:જો તમારો પણ ચાર ધામ જવાનો પ્લાન છે, તો તમારા માટે સારા સમાચાર છે. IRCTC તમારા માટે એક ખાસ પેકેજ લાવ્યું છે, જેમાં તમને 4 ધામની મુલાકાત લેવાની તક મળી રહી છે.

IRCTC Tour Package: આ વર્ષે ચારધામની યાત્રા કરવી હોય તો IRCTCનું આ પેકેજ પર એક વાર નજર કરી જજો
આ વર્ષે ચારધામની યાત્રા કરવી હોય તો IRCTCનું આ પેકેજ જોઈ લેજો
Image Credit source: IRCTC Twitter

Follow us on

IRCTC Tour Package: જો તમારો પણ ચાર ધામ (Char Dham Yatra ) જવાનો પ્લાન છે, તો તમારા માટે સારા સમાચાર છે. IRCTC (Indian Railway Catering and Tourism Corporation) તમારા માટે એક ખાસ પેકેજ લાવ્યું છે, જેમાં તમને 4 ધામની મુલાકાત લેવાની તક મળી રહી છે. IRCTCએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

  • પેકેજની વિગતો જુઓ

પેકેજનું નામ – ચાર ધામ યાત્રા

હરિદ્વાર, બરકોટ, જાનકીચટ્ટી, યમુનોત્રી, ઉત્તરકાશી, ગંગોત્રી, ગુપ્તકાશી, સોન પ્રયાગ, કેદારનાથ, બદ્રીનાથ, હરિદ્વાર

પ્રવાસની તારીખ – 4 જૂન 2022 થી 15જૂન 2022

હોટેલ – ડીલક્સ

કેટલો ખર્ચ થશે?

જો તમે આ પેકેજમાં એકલા મુસાફરી કરો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ 77600 રૂપિયા ખર્ચવા પડશે. આ સિવાય જો તમે બે લોકો સાથે મુસાફરી કરો છો તો તમારે પ્રતિ વ્યક્તિ 61400 રૂપિયા ખર્ચવા પડશે. ટ્રિપલ ઓક્યુપન્સી માટે, વ્યક્તિ દીઠ 58900 રૂપિયા ખર્ચવા પડશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બાળકોનો કેટલો ખર્ચ થશે?

5 થી 11 વર્ષના બાળકોના ભાડાની વાત કરીએ તો 33300 રૂપિયા પ્રતિ વ્યક્તિ જશે. જો તમે બેડ નહીં લો તો તમારે પ્રતિ બાળક માટે 27700 રૂપિયા ખર્ચવા પડશે. આ સિવાય 2 થી 4 વર્ષના બાળક માટે 10200 રૂપિયા ખર્ચવા પડશે.

કઈ કઈ સુવિધાઓ મળશે-

  • આ પેકેજમાં તમને બંને તરફથી ફ્લાઈટની સુવિધા મળશે.
  • ડીલક્સ હોટેલમાં રહેવાની વ્યવસ્થા

આ વ્યવસ્થા 11 દિવસ માટે રહેશે

  • IRCTC ટુર મેનેજર સમગ્ર પ્રવાસ માટે ઉપલબ્ધ રહેશે
  • નાસ્તો અને રાત્રિભોજન પણ ઉપલબ્ધ રહેશે
  • આમાં પાર્કિંગ ચાર્જ અને ટોલ ટેક્સ પણ સામેલ કરવામાં આવશે.
  • ઓફિશિયલ લિંક જુઓઆ પેકેજ વિશે વધુ માહિતી માટે, તમે 8287931660 અને 9321901804 પર સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત, તમે સત્તાવાર લિંક https://www.irctctourism.com/pacakage_description?packageCode=WMA59C પર પણ જોઈ શકો છો.
Next Article