Indian Railway: હવે ટ્રેનમાં મળશે ‘સાત્વિક ફૂડ’ની ગેરંટી, IRCTC એ ઈસ્કોન મંદિર સાથે કરાર કર્યા

|

Jun 09, 2022 | 8:38 AM

ડુંગળી અને લસણ ન ખાતા મુસાફરોને ધ્યાનમાં રાખીને IRCTCએ ઈસ્કોન મંદિર સાથે જોડાણ કર્યું છે. આ અંતર્ગત ટ્રેનમાં મુસાફરોને ઇસ્કોન મંદિરના ગોવિંદા રેસ્ટોરન્ટનું 'સાત્વિક ભોજન' પીરસવામાં આવશે.

Indian Railway:  હવે ટ્રેનમાં મળશે સાત્વિક ફૂડની ગેરંટી, IRCTC એ ઈસ્કોન મંદિર સાથે કરાર કર્યા
IRCTC Food Service
Image Credit source: ફાઇલ ફોટો

Follow us on

નવી દિલ્હી : જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો અને શાકાહારી ખોરાક (Vegetarian meal)ખાઓ છો, તો ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ તમારા માટે ખાસ વ્યવસ્થા કરી છે. આ માટે તેણે ઈસ્કોન મંદિર સાથે જોડાણ કર્યું છે. આ કરારને કારણે, તમને મુસાફરી દરમિયાન ઇસ્કોન મંદિરના ગોવિંદા રેસ્ટોરન્ટમાંથી ‘સાત્વિક ભોજન’ મળશે. પ્રથમ તબક્કામાં આ સુવિધા હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશનથી શરૂ કરવામાં આવી છે. જોકે, ટૂંક સમયમાં અન્ય સ્ટેશનો પરથી પણ આ સુવિધા શરૂ કરવામાં આવશે.

વાસ્તવમાં, ઘણા મુસાફરોને ટ્રેનમાં લાંબા અંતરની મુસાફરી દરમિયાન શુદ્ધ શાકાહારી ખાવાની સમસ્યા હોય છે. ખાસ કરીને એવા મુસાફરો કે જેઓ ડુંગળી અને લસણનો ખોરાક ખાતા નથી. આવા મુસાફરોને પેન્ટ્રી કારમાંથી કે ઈ-કેટરિંગ દ્વારા મળતા ખોરાકની શુદ્ધતા અંગે શંકા હોય છે. આ કારણે તેઓ પેન્ટ્રી ફૂડ ટાળે છે. આવા મુસાફરોને ધ્યાનમાં રાખીને IRCTCએ આ પગલું ભર્યું છે. IRCTC ‘દેખો અપના દેશ’ હેઠળ દેશના વિવિધ ભાગો માટે સસ્તું ટૂર પેકેજ ઓફર કરે છે. આ અંતર્ગત તે અનેક ધાર્મિક સ્થળોની યાત્રા પણ કરી રહ્યો છે.

આ વાનગીઓ પિરસવામાં આવશે

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

IRCTCએ કહ્યું કે મુસાફરોની ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં રાખીને આ સેવા શરૂ કરવામાં આવી છે. તેના મેનુમાં ડીલક્સ થાળી, મહારાજા થાળી, જૂની દિલ્હી વેજ બિરયાની, નૂડલ્સ, દાલ મખાની, પનીર ડીશ અને અન્ય વાનગીઓનો સમાવેશ થાય છે. મુસાફરો આઈઆરસીટીસીની ઈ-કેટરિંગ વેબસાઈટ અથવા ફૂડ-ઓન-ટ્રેક એપ દ્વારા આ સેવાનો લાભ લઈ શકશે. તેઓએ મુસાફરીના નિર્ધારિત સમયના ઓછામાં ઓછા 2 કલાક પહેલા પીએનઆર નંબર સાથે ઓર્ડર આપવો પડશે. મુસાફરોને તેમની સીટ પર ‘સાત્વિક ભોજન’ પહોંચાડવામાં આવશે.

Published On - 8:38 am, Thu, 9 June 22

Next Article