Indian Railways: સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવાની ઈચ્છા હોય તો આ રહ્યું IRCTCનું સૌથી સસ્તું ટૂર પેકેજ, સાથે મળશે આ ખાસ સુવિધાઓ

|

May 02, 2022 | 3:31 PM

IRCTC  (Indian Railway Catering and Tourism Corporation)તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાની સુવર્ણ તક આપી રહ્યું છે. આ 2 દિવસના પેકેજની કિંમત માત્ર 4190 રૂપિયા છે.

Indian Railways: સ્ટેચ્યુ ઓફ યુનિટી  ફરવાની ઈચ્છા હોય તો આ રહ્યું IRCTCનું સૌથી સસ્તું ટૂર પેકેજ, સાથે મળશે આ ખાસ સુવિધાઓ
Statue Of Unity
Image Credit source: Twitter

Follow us on

Indian Railways : ગુજરાતના વડોદરાથી થોડે દૂર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel)ના માનમાં બનેલી વિશાળ પ્રતિમાને જોવા માટે ઘણા પ્રવાસીઓ ત્યાં જાય છે. જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નર્મદા નદીના ટાપુ પર બનાવવામાં આવી છે. IRCTC  (Indian Railway Catering and Tourism Corporation)તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાની સુવર્ણ તક આપી રહ્યું છે. IRCTC દ્વારા આ પેકેજની કિંમત માત્ર 4190 રૂપિયા છે.

2 દિવસ ટૂર પેકેજ

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

બંને દિવસ માટે આ પેકેજની મુસાફરી ટ્રેન દ્વારા કરવામાં આવશે. પ્રથમ દિવસે વડોદરા રેલવે સ્ટેશન પરથી મુસાફરોને લાવવામાં આવશે. અને ત્યારબાદ ટ્રેન લક્ષ્મી વિલાસ પેલેસ અને બરોડા મ્યુઝિયમના જોવાલાયક પ્રવાસ માટે રવાના થશે. બપોરના ભોજન બાદ તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લઈ જવામાં આવશે. રાત્રે મુસાફરોને હોટલમાં લઈ જવામાં આવશે. આ યાત્રા 2 દિવસની રહેશે.

આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે

  • નાસ્તો અને રાત્રિ ભોજન
  • વડોદરા/અમદાવાદમાં એક રાત્રિ હોટેલ રોકાણ
  • તમામ જોવાલાયક સ્થળો પર લઈ જવામાં આવશે

પેકેજમાં સામેલ હશે નહીં

  • કોઈપણ ટ્રેન ટિકિટ અથવા ફ્લાઇટ ટિકિટ
  • મંદિરો, સ્મારકો, VIP દર્શન અને બોટ ચાર્જની કોઈપણ પ્રવેશ ટિકિટ
  • ડ્રાઇવર, ગાઈડ અથવા કોઈપણ ટિપ્સ
  • કપડા ધોવાનો ખર્ચ, મિનરલ વોટર

આ રીતે બુકિંગ કરાવો

તમને જણાવી દઈએ કે બુકિંગ કરવા માટે તમારે તમારી IRCTC (Indian Railway Catering and Tourism Corporation)ની સત્તાવાર વેબસાઇટ irctctourism.com પર ક્લિક કરવું પડશે. આ સિવાય તમે તેની પ્રાદેશિક ઓફિસની મુલાકાત લઈને પણ બુકિંગ કરાવી શકો છો. બુકિંગ કરતી વખતે તમારે પેમેન્ટ કરવાની સાથે તમામ વિગતો ભરવાની રહેશે. વધુ માહિતી માટે તમે 9321901813/8287931627/8983388291/9321901804 પર કોલ કરી શકો છો.

Next Article