Eye Tips: જો તમને પણ ડાર્ક સર્કલની સમસ્યા છે તો આંખની આસપાસની ત્વચાનું આ રીતે રાખો ધ્યાન

Eye Tips: આપણે બધા વ્યસ્ત લાઈફસ્ટાઇલ વચ્ચે ચહેરાનું ધ્યાન રાખતા હોય છે, પરંતુ ઘણીવાર આંખની આસપાસની ત્વચા પર ધ્યાન નથી આપી શકાતું. જેના કારણે આંખની નીચે ડાર્ક સર્કલ (Dark circle) થઈ જાય છે.

Eye Tips: જો તમને પણ ડાર્ક સર્કલની સમસ્યા છે તો આંખની આસપાસની ત્વચાનું આ રીતે રાખો ધ્યાન
ડાર્ક સર્કલ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 28, 2021 | 11:08 PM

Eye Tips: આપણે બધા વ્યસ્ત લાઈફસ્ટાઇલ વચ્ચે ચહેરાનું ધ્યાન રાખતા હોય છે, પરંતુ ઘણીવાર આંખની આસપાસની ત્વચા પર ધ્યાન નથી આપી શકાતું. જેના કારણે આંખની નીચે ડાર્ક સર્કલ (Dark circle) થઈ જાય છે. ઘણીવાર ઘણા રૂપિયા ખર્ચવા છતાં પણ આંખના ડાર્ક સર્કલ (Dark circle) દૂર નથી થતા. જો તમે આંખના ડાર્ક સર્કલથી પરેશાન હોય તો આ ઉપાય કરી શકો છો. જેનો ઉપયોગ તમે ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે કરી શકો છો. આ સાથે જ તમારી આંખની નીચેની સ્કિનને પણ સારી રાખી શકો છો.

આંખને ક્યારે પણ ચોળો નહીં જો તમે કલાકો સુધી સ્ક્રીન પર કામ કરો છો અને તેનાથી તમારી આંખો પર તણાવ આવે છે તો પછી આંખોને આરામ આપવા માટે સ્ક્રીન સિવાય કંઈક બીજું જુઓ. આ સિવાય તમે આંખોને આરામ કરવા માટે થોડો સમય આરામ કરો. જો તમે ઈચ્છો તો તમે આંખોમાં પાણી અથવા ગુલાબજળ નાખી શકો છો. આ તમારી આંખોમાં રાહત આપશે. આ રીતે તમારી આંખને ચોળશો નહીં.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આંખ પર ક્રીમ લગાવો આંખોને તંદુરસ્ત રાખવા આંખોની નીચે આઈ ક્રીમ લગાવો. આઈ ક્રીમ લગાવવાથી આંખો મોઈશ્ચરાઈઝ્ડ થાય છે. આઈ ક્રીમ લગાવવી માત્ર આંખો માટે જ નહીં તમારી ત્વચાની સંભાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે. આંખોની આજુબાજુની ત્વચા જેટલી મોઈશ્ચરાઈઝડ થાય છે તેટલી આંખો વધુ સારી રહેશે.

ઝેડ રોલરનો કરો ઉપયોગ તમે ચહેરા અને આંખોની આજુબાજુના વિસ્તારમાં જેડ રોલરનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમારા ડેઈલી રૂટિનમાં સ્કીન કેર પ્રોડક્ટ્સ લગાડતા સમયે આંગળીઓની આસપાસ હળવા હાથે મસાજ કરો. આંગળીઓની આજુબાજુ તમારા હાથથી હળવાશથી મસાજ કરો. જેડ રોલરનો ઉપયોગ કરવાથી આંખોની આજુબાજુની ત્વચા તંદુરસ્ત રહેશે. આ સાથે ચહેરો પણ સારો રહેશે.

ગ્રીન ટી બેગ આંખોની આજુબાજુની ત્વચાને સ્વસ્થ રાખવા માટે ગ્રીન ટી બેગનો ઉપયોગ કરો. આ માટે તમારે 10 મિનિટ માટે આંખો પર ટી બેગ રાખવી પડશે. ટી બેગમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ ત્વચાના કોષોને વધારવાનું કામ કરે છે. ગ્રીન ટી બેગનો ઉપયોગ અઠવાડિયામાં 2થી 3 દિવસ કરવાથી ડાર્ક સર્કલથી છૂટકારો મળી શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">