Eye Care : કલાકો સુધી સ્ક્રીન જોવાથી આંખો પર પડે છે સ્ટ્રેન, આ ઉપાયોથી આંખોને બચાવો

સતત કોમ્પ્યુટર ઉપર કામ કરવાથી કે મોબાઈલમાં સતત જોવાને કારણે, આંખને લગતી વિવિધ સમસ્યા થઈ શકે છે. આ સમસ્યા નિવારવા માટે કેટલીક સાવચેતી જરૂરી છે.

Eye Care : કલાકો સુધી સ્ક્રીન જોવાથી આંખો પર પડે છે સ્ટ્રેન, આ ઉપાયોથી આંખોને બચાવો
આઈ સ્ટ્રેન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 10:48 PM

છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીને લીધે વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન શિક્ષણનુ કલ્ચર વધી ગયું છે. જેના કારણે લોકો તેમનો સૌથી વધુ સમય સ્ક્રીન પર વિતાવે છે.  સ્ક્રીન પર વધું સમય વીતાવવાને કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ છે.

આપણી આંખો ખૂબ જ સંવેદનશીલ હોય છે. એટલે તેનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે કારણ કે થોડીક અમથી લાપરવાહી પણ ખૂબ મોટું નુકસાન કરી શકે છે. એટલું જ નહિ વધું પડતો સમય કામ કરવાથી આંખોમાં બળતરાં અથવા દુઃખાવો થઈ શકે છે. જેની પાછળ ઘણાં કારણો હોય શકે છે.

જેની પાછળ ખરાબ જીવનશૈલીથી લઈને ઓછી ઉંધ જવાબદાર છે. ડાયેટમાં પૌષ્ટિક આહારની કમી તેમજ કલાકો સુધી મોબાઈલ અને કમ્પ્યુટર પર વિતાવેલો સમય જવાબદાર છે. આ ગેજેટ્સમાંથી નીકળતી લાઇટ આંખો માટે નુકસાનકારક છે. જેનાથી આંખોમાં દુઃખાવો થવો, આંખ લાલ થઈ જવી, નજરમાં ધુંધળાંપણું આવવુ, ગરદનમાં દર્દ જેવી તકલીફો થાય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આપણે બધા લોકો આપણો પોતાનો સૌથી વધુ સમય મોબાઈલ અથવા કમ્પ્યુટર સ્ક્રીન પર વિતાવીએ છીએ. જેનાથી માથાનો દુઃખાવો થવા સાથે સાથે ધુંધળાંપણાની અસર થાય છે. જો તમે પણ આવી અસર  અનુભવતા હોવ તો જરૂરથી નીચેની ટિપ્સ અપનાવો.

20- 20 -20 ફોર્મ્યુલા

જો તમે લાંબો સમય સ્ક્રીન આગળ બેસો છો તો 20- 20- 20 ફોર્મ્યુલા અપનાવો. તમે સ્ક્રીન પર 20 મિનિટ કામ કર્યા પછી 20 ફીટ દુરી રાખી 20 સેકંડ માટે આરામ લો. કામકાજ દરમ્યાન તમારી આંખોને વચ્ચે ઝપકાવતા રહો.

યોગ્ય અંતર રાખો

સ્ક્રીન અને આંખો વચ્ચે યોગ્ય દૂરી રાખવી જરૂરી છે. ઓછામાં ઓછી એક ફૂટની દૂરી રાખવી જોઈએ. જો સ્ક્રીનની ઊંચાઈ આંખોથી ઓછી હોય તો વધુ સારું.

યોગ્ય લાઈટ

જો તમે ઓછી લાઇટમાં કામ કરી રહ્યા છો તો સ્ક્રીનની લાઈટ તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે. તમારા રૂમમાં યોગ્ય લાઇટિંગ રાખો જેથી તમારી આંખોને ઓછામાં ઓછું નુકસાન થાય.

એર ક્વોલિટી સારી હોય

ધ્યાન રાખો કે જ્યારે તમે કામ કરતા હોવ ત્યારે વધારે પ્રદુષણ ના હોય. તેનાથી તમારી આંખોને નુકસાન થઈ શકે છે અને સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

યોગ્ય ચશ્માં

જો તમે મોબાઈલ અથવા કમ્પ્યુટર પર વધુ સમય વિતાવો છો તો આઇ પ્રોટેક્શન ગ્લાસનો ઉપયોગ કરો. કામ કરતી વખતે અચૂક ચશ્માં પહેરવા જેથી આંખોને ઓછામાં ઓછું નુકસાન થાય.

આ પણ વાંચોFlaxseeds Benefits: ત્વચા અને વાળ માટે આ રીતે કરો અળસીનો ઉપયોગ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">