Toxic People: ટોક્સિક લોકોથી રહો દૂર, નહીં તો માનસિક સ્વાસ્થ્ય પર થશે ખરાબ અસર
Toxic People : આ દુનિયામાં આપણે અનેક લોકોને મળીયે છે. તેમાથી ઘણા લોકો એવો હોય છે જે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે સારા નથી હોતા. તેવા લોકોને પહેલા જ ઓળખી કાઢવું જરુરી હોય છે.

માણસ પોતાના રોજબરોજના જીવનમાં વિવિધ પ્રકારના માણસને મળતો હોય છે. દરેક માણસનું વર્તન અલગ-અલગ હોય છે. દરેક વ્યક્તિની પોતાની અલગ વિચારસરણી ધરાવતો હોય છે. તેમાંના કેટલાક લોકો આપણા માટે ખરાબ સાબિત થઈ શકે છે. કેટલીકવાર આપણે આવા લોકોને સરળતાથી ઓળખી શકીએ છે. પરંતુ કેટલીકવાર તેમને જાણવામાં એટલો સમય લાગે છે કે આપણે કંઈ કરી શકતા નથી અને આપણને ઘણી રીતે નુકશાન થાય છે. આવા લોકોને માત્ર નેગેટિવ વાતો કરવી ગમે છે. આ કારણે ઘણી વખત તે તમારા ભાવનાત્મક સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. ચાલો જાણીએ કે તમે કેવી રીતે ટોક્સિક લોકોને (Toxic People) ઓળખી શકો છો.
બીજાથી ઈર્ષા રાખવી
એવા ઘણા લોકો છે જેઓ બીજાની ઈર્ષ્યા કરે છે. કોઈની સફળતામાં કે સારા અવસર પર ખુશ થતાં નથી. આવા લોકો પોતાના દુઃખથી ઓછા અને બીજાના સુખથી વધુ નાખુશ હોય છે. આવા લોકોને ઓળખવા ખૂબ મુશ્કેલ છે.
દરેક વાતમાં નકારાત્મક
એવા ઘણા લોકો હોય છે જે લગભગ દરેક વસ્તુ વિશે નકારાત્મક હોય છે. તેઓ ફક્ત બીજામાં જ ખરાબી શોધે છે. આવા લોકો દરેક વ્યક્તિ અને દરેક વસ્તુ વિશે માત્ર નેગેટિવ જ બોલે છે. આવા લોકો સાથે મિત્રતા કરવી ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. કોઈપણ કારણ વગર મનમાં ડર પેદા કરતા હોય છે. જો તમે કંઈક સારું કરો છો તો તમને પ્રોત્સાહિત કરવાને બદલે તમને તેના ગેરફાયદાને બતાવશે.
સેલ્ફ ઓબ્સેસ્ડ લોકો
સેલ્ફ ઓબ્સેસ્ડ લોકો તમને ત્યારે જ યાદ કરશે, જ્યારે તેઓ પોતે મુશ્કેલીમાં હોય. આવા લોકો ફક્ત પોતાના વિશે જ વિચારે છે. તેઓ બીજાઓને બહુ મહત્વ આપતા નથી. જરૂર પડે ત્યારે જ તેઓ તમને યાદ કરે છે.
ટોક્સિક લોકોથી દૂર રહેવા ફોલો કરો આ ટિપ્સ
જો તમે આવા લોકોથી ટોક્સિકથી ઘેરાયેલા હોવ તો આ ટિપ્સ ફોલો કરો. ટોક્સિક લોકોની એ આદત હોય છે કે તેઓ પોતાની વાતમાં બીજાને ફસાવે છે. તમારી અંગત બાબતો પૂછીને તેઓ તમને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. આવા લોકો સાથે એેક મર્યાદામાં વાત કરો. આવા લોકોને વધારે સમય ના આપો. જો કોઈની વાત તમને દુઃખ પહોંચાડી રહી છે અને તેમના શબ્દો તમને પરેશાન કરે છે. તો આવા લોકોથી ધીમે ધીમે દૂર રહો. ભાવનાત્મક રીતે તમારી જાતને આ લોકોથી અલગ કરો.