Health Tips : વરસાદી માહોલમાં ચા વારંવાર પીવાનું મન થાય છે, તો ટ્રાય કરો આ હેલ્ધી અને ટેસ્ટી ચા

|

Jul 16, 2021 | 1:18 PM

ચા (Tea)એક એવી વસ્તુ છે જેના વગર આપણા દિવસની શરુઆત થતી નથી. ખાસ કરીને વરસાદના મૌસમમાં ગરમ ગરમ ચા પીવાનું દરેક લોકોને મન થાય છે. આપણે બધા ચાના ફાયદા વિશે જાણીએ છીએ.જો તમે ચા (Tea)પીવાના શૌખીન છો તો આ હેલ્ધી ઓપશનને પણ અજમાવી શકો છે.

Health Tips : વરસાદી માહોલમાં ચા વારંવાર પીવાનું મન થાય છે,  તો ટ્રાય કરો આ હેલ્ધી અને ટેસ્ટી ચા
Health Tips Try this healthy and tasty tea in rainy weather

Follow us on

Health Tips : આપણા દિવસની શરુઆત ચા (Tea)ની સાથે થાય છે કેટલાક લોકો માટે ચા (Tea)ના એવા રસીલા હોય છે કે, જો તે ચા ન પીવે તો માથામાં દુ :ખાવો શરુ થાય છે, ચા (Tea) થાકને દુર કરી એનર્જી આપે છે. તમે ઈચ્છો તો દરરોજ ચાની જગ્યાએ હેલ્ધી ઓપ્શન ને અજમાવી શકો છો.

ચા (Tea)એક એવી વસ્તુ છે જેના વગર આપણા દિવસની શરુઆત થતી નથી. ખાસ કરીને વરસાદના મૌસમમાં ગરમ ગરમ ચા પીવાનું દરેક લોકોને મન થાય છે. આપણે બધા ચાના ફાયદા વિશે જાણીએ છીએ. ચા પીવાથી તમે એકદમ ફ્રેશ થઈ જાવ છો અને સાથે-સાથે દિવસભર એનર્જી આપવાનું પણ કામ કરે છે. આજે પણ મોટાભાગના લોકો નિયમિત ચા (Tea) પીવે છે, પરંતુ શું તમે જાણો છો કે, માર્કેટમાં કેટલીક હેલ્ધી ચાનું પણ ઓપશન છે. જો તમે ચા (Tea)પીવાના શૌખીન છો તો આ હેલ્ધી ઓપ્શનને પણ અજમાવી શકો છે.

ગ્રીન ટી

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ગ્રીન ટી (Green tea)દુનિયાભરમાં સૌથી લોકપ્રિય ચા છે. જેમાં કેફીની માત્રા ખુબ ઓછી હોય છે. જે કેમિલિયા સિનેનેસિસના પાંદડા માંથી બનાવવામાં આવે છે. તેમના પાંદડાઓને સુકાવીને પકાવવામાં આવે છે. આ સિવાય એલચી, તુલસી (Tulsi), મધ (Honey), લીબું, ફુદીનાના અલગ-અલગ ફલેવરમાં મળે છે. જે તમારા સ્વાસ્થય માટે ખુબ ફાયદાકારક છે. ગ્રીન ટી મેદસ્વિતાને પણ ઓછું કરે છે સાથે અન્ય બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.

ગ્રીન આઈસ ટી

જો તમે ગરમીની મૌસમમાં હેલ્ધી અને રિફ્રેશિંગ ડ્રિંક પીવા માંગો છો તો ગ્રીન આઈસ ટી (Green Ice Tea)પી શકો છો. જેના માટે તમારે પાણીને ઉકાળવું પડશે અને ગ્રીન ટી બેગને મિક્ષ કરવી પડશે અને અંદાજે 5 મિનિટ બાદ એક ગ્લાસમાં ગાળી લો, ત્યારબાદ તેમાં બરફના ટુકડા નાંખો. તમે ખાંડ અથવા મધ (Honey)નો પણ ઉપયોગ કરી શકો છો. આ ચાને પીવાથી શરીર હાઈડ્રેટ રહેશે.

બ્લેક ટી

દુનિયાભરમાં બ્લેક ટી (Black tea)લોકપ્રિય છે. તમે આ ચા(Tea)ની સાથે આદું અને એલચીનો ઉપયોગ કરી શકો છો. બ્લેક ટીને જાપાન(Japan)માં રેડ ટીના નામથી ઓળખવામાં આવે છે. આ ચા(Tea) પીવાથી ડાયાબિટીઝ કોલેસ્ટરોલ , કિડની સ્ટોન અને અન્ય બીમારીઓમાંથી રાહત મળે છે.

હર્બલ ટી

હર્બલ ટી સુકાયેલી જડીબુટ્ટીઓ, ફળ, ફુલ, આદુ, પેપરમિન્ટ, જાસુદના ફુલ, લીલી ચાને સાથે મળીને બનાવવામાં આવે છે. આ ચા(Tea)માં અન્ય કોઈ પણ ચાના પાંદડાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી જેમાં કેફીન નથી હોતું. આ ચામાં જડી બુટી નાંખવાથી સુંગધ આવે છે.  રેગ્યુલર ચા કરતા હર્બલ ટી પી (Herbal tea)વી વધુ ફાયદાકારક છે. સાથે ચા અનેક બીમારીઓમાંથી પણ બચાવે છે.

આ પણ વાંચો : Maida Flour Side Effect: મેંદાના લોટનો અતિશય ઉપયોગ કરનારા ચેતે, આંતરડા માટે ખતરનાક, મેંદાની આ છે સાઈડ ઈફેક્ટ

નોંધ- આ લેખ વાચકોનાં જ્ઞાનમાં વધારો કરવા માટે લખવામાં આવ્યો છે. આ પ્રકારનાં ઉપયોગ અંગે પોતાના ડાયેટિશ્યનની સલાહ પણ લેવી 
Next Article