Hair Care Tips: તમારા વાળ માટે વરદાન બનશે મુલ્તાની માટી, આ રીતે કરો તેનો ઉપયોગ

|

Jun 18, 2022 | 8:40 PM

Hair Care Tips: મુલતાની માટી ચામડીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમે વાળ માટે મુલતાની માટીનો પણ ઉપયોગ કરી શકો છો. મુલતાની માટી વાળ સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો અપાવવામાં પણ મદદ કરે છે.

Hair Care Tips: તમારા વાળ માટે વરદાન બનશે મુલ્તાની માટી, આ રીતે કરો તેનો ઉપયોગ
Hair care tips
Image Credit source: file photo

Follow us on

Hair Care Tips: રોંજીદા જીવનમાં કામને કારણે ઘરની બહાર રહેવાને લીધે ઘણા લોકોને ચામડી અને વાળથી સંબંધિત કેટલીક સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અનેક લોકો બજારમાં મળતી કેટલીક પ્રોડકટસનો ઉપયોગ કરતા હોય છે, જેનાથી કોઈ રાહત મળતી નથી તેવામાં કેટલાક ઘરેલૂ ઉપાયોથી આ સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે. ચામડીના વધારાના તેલને નિયંત્રિત કરવા માટે મુલતાની માટી (Multani Mitti) ખૂબ જ ફાયદાકારક છે. મુલતાની માટી ચામડીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમે વાળ માટે મુલતાની માટીનો પણ ઉપયોગ કરી શકો છો. મુલતાની માટી વાળ સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો અપાવવામાં પણ મદદ કરે છે. તે વાળને ઊંડાણપૂર્વક પોષણ આપવાનું કામ કરે છે. ચાલો જાણીએ કે હેલ્ધી વાળ માટે તમે કઈ રીતે મુલતાની માટીનો ઉપયોગ કરી શકો છો.

મુલતાની માટી અને દહીંનું પેક

એક બાઉલમાં 2થી 3 ચમચી મુલતાની પાવડર લો. તેમાં 1થી 2 ચમચી સાદુ દહીં ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. આ હેર પેકને માથાની સાથે સાથે વાળમાં પણ લગાવો. આ હેર પેકને વાળ અને માથાની ચામડી પર 20 મિનિટ સુધી રહેવા દો. તે પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. આનો ઉપયોગ તમે અઠવાડિયામાં 2થી 3 વખત કરી શકો છો.

મુલતાની માટીનું હેર પેક

એક બાઉલમાં 2-3 ચમચી મુલતાની માટી પાવડર લો. તેમાં થોડું પાણી નાખો. તેને સારી રીતે મિક્સ કરો. આ હેર પેકને વાળમાં 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેને સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 1થી 2 વખત તેનો ઉપયોગ કરી શકો છો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મુલતાની માટી અને લીંબુના રસનો હેર પેક

એક બાઉલમાં 2થી 3 ચમચી મુલતાની માટી પાવડર નાખો. તેમાં 1થી 2 ચમચી લીંબુનો રસ ઉમેરો. તેમાં થોડું પાણી ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. આ હેર પેકને વાળ તેમજ માથાની ચામડી પર લગાવો. આનાથી માથાની ચામડી પર થોડીવાર મસાજ કરો. તેને માથાની ચામડી પર 15 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ વાળ ધોઈ લો. તમે અઠવાડિયામાં 1 કે 2 વાર આ હેર પેકનો ઉપયોગ કરી શકો છો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Next Article