Valentine Day 2022: વેલેન્ટાઈન ડે પર પાર્ટનરના ચહેરા પર લાવવી છે સ્માઈલ તો આ ખાસ ભેટો આપીને કરો તેમને આશ્ચર્યચકિત

|

Feb 14, 2022 | 12:30 PM

આ ખાસ દિવસે પોતાના પાર્ટનરને સ્પેશિયલ ફિલિંગ આપવા માટે અલગ અલગ પ્રકારના ગિફ્ટ આપે છે. પોતાના પાર્ટનરના ફેસ પર સ્માઈલ લાવવા માટે લોકો ખુબ જ મહેનત કરીને ગિફ્ટ (Valentine Day gift) અને ડેટનો પ્લાન કરે છે.

Valentine Day 2022: વેલેન્ટાઈન ડે પર પાર્ટનરના ચહેરા પર લાવવી છે સ્માઈલ તો આ ખાસ ભેટો આપીને કરો તેમને આશ્ચર્યચકિત
Give these special gifts to your partner

Follow us on

વેલેન્ટાઈન વીકનો આજે છેલ્લો દિવસ છે. તેને વેલેન્ટાઈન ડે (Valentine Day) તરીકે કપલ્સની વચ્ચે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસને લઈ પ્રેમીપંખીડાઓના મનમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે. વેલેન્ટાઈન ડેને ખાસ બનાવવા માટે કપલ ઘણા દિવસો પહેલા અલગ અલગ રીતે તૈયારી શરૂ કરી દે છે. આ ખાસ દિવસે પોતાના પાર્ટનરને સ્પેશિયલ ફિલિંગ આપવા માટે અલગ અલગ પ્રકારના ગિફ્ટ આપે છે. પોતાના પાર્ટનરના ફેસ પર સ્માઈલ લાવવા માટે લોકો ખુબ જ મહેનત કરીને ગિફ્ટ (Valentine Day gift) અને ડેટનો પ્લાન કરે છે. ત્યારે જો તમે આ વાતને લઈ મુંઝવણમાં છો કે પોતાના પાર્ટનરને શું ગિફ્ટ આપવામાં આવે તો અમે તમને ઘણા ખાસ આઈડિયા (Valentine Day Gift Idea) બતાવવા જઈ રહ્યા છે.

1 ફોટોથી જોડાયેલી સરપ્રાઈઝ

જો તમે પોતાના પાર્ટનરને ખાસ ગિફ્ટ આપવાના મુડમાં છો તો તેના માટે તમે તેમની સાથે પસાર કરેલા ખાસ સમયના ફોટોની ફ્રેમ, લાઈટ, કુશન વગેરે અલગ અલગ રૂપમાં ગિફ્ટ દ્વારા આપી શકો છો. હાલમાં ફોટો સાથે જોડાયેલા ઘણા પ્રકારના ગિફ્ટ બજારમાં મળે છે.

2. ચોકલેટ બુકે

તમારી પાર્ટનર જો અલગ ચોકલેટ લવર છે તો તમે વેલેન્ટાઈન ડેના દિવસે પોતાના પાર્ટનરને ખાસ અંદાજમાં ચોકલેટ બુકેને પણ ગિફ્ટ કરી શકો છો. આ બુકેમાં તમે અલગ અલગ ફલેવરની ચોકલેટને જોડી શકો છો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

3. પરફ્યૂમ

દરેક વ્યક્તિને સારી સુગંધ ગમે છે. એવું કહેવાય છે કે એક જ સુગંધ હોય છે, જે એકબીજાને નજીક લાવવાનું પણ કામ કરે છે તો આ વખતે તમારા પાર્ટનરને સારું સુગંધિત પરફ્યુમ ગિફ્ટ કરો. તે તમારી વચ્ચે રોમાન્સ વધારવાનું પણ કામ કરી શકે છે.

4. ઘડીયાળ

ઘણી છોકરીઓને હાથમાં ઘડિયાળ પહેરવાનો શોખ હોય છે. આવા સંજોગોમાં તમે તમારા પાર્ટનરને વેલેન્ટાઈન ડે પર ઘડિયાળ ગિફ્ટ કરી શકો છો. તમે સ્પોર્ટ્સ વોચ, સ્માર્ટ વોચથી લઈને ઘણી ક્લાસિક ઘડિયાળ માર્કેટમાં છે, જે સરળતાથી ગિફ્ટ કરી શકાય છે.

5. જવેલરી

આજકાલ એકથી વધુ સુંદર જ્વેલરી ઓનલાઈન અને ઓફલાઈન ઉપલબ્ધ છે. છોકરીઓને ઈયરિંગ્સ ખૂબ જ પસંદ હોય છે તો આ વખતે તમારા પાર્ટનરને કેટલીક ખાસ જ્વેલરી ગિફ્ટ કરો, જેથી આજનો દિવસ તમારા માટે ખાસ બની રહે.

6. આઉટફિટ

જો તમે પહેલાથી જ જાણો છો કે તમારો પાર્ટનર લાંબા સમયથી કયો આઉટફિટ ખરીદવા માંગે છેતો તમે તેને આ ખાસ દિવસે તેનો ફેવરિટ આઉટફિટ ગિફ્ટ કરીને સરપ્રાઈઝ કરી શકો છો.

7. મેકઅપ પ્રોડક્ટ

મહિલાઓને ઘણીવાર મેક-અપ આઈટમ્સ પ્રત્યે ખાસ લગાવ હોય છે, તેથી તમે આ વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનરને મેકઅપ સંબંધિત કોઈપણ પ્રોજેક્ટ ગિફ્ટ કરી શકો છો. મેકઅપમાં લિપસ્ટિક, મસ્કરા, લાઈનર સિવાય તમે સ્પેશિયલ પ્રોડક્ટ્સ ગિફ્ટ કરીને પાર્ટનરના ચહેરા પર સ્માઈલ લાવી શકો છો.

આ પણ વાંચો: Valentine’s Day: Google Doodle એ લવ પઝલથી કર્યું Valentine’s Day વિશ, જાણો કેવી રીતે રમવું

Next Article