Diwali Rangoli : રંગોળીની અલગ અલગ ડિઝાઇન અને આઈડિયા મેળવો આ આર્ટિકલમાં
આજકાલ દરેક તહેવારોમાં રંગોળી બનાવવાનું ચલણ વધ્યું છે. આવી સ્થિતિમાં, તમે સોશિયલ મીડિયા અથવા યુટ્યુબ પરથી રંગોળી બનાવતા વીડિયો પણ જોઈ શકો છો. આ તમારા માટે રંગોળી બનાવવાનું સરળ બનાવશે.
દિવાળીના(Diwali ) તહેવારને આડે દસ દિવસ બાકી રહ્યા છે. જો કે દિવાળીના તહેવાર (Festival )પહેલા જ લોકો પોતાના ઘરની સફાઈ શરૂ કરી દે છે. ઘરોને(House ) છે અને રંગોળી પણ બનાવે છે. જો કે, કેટલાક લોકો રંગોળી બનાવવા ઈચ્છે તો છે પરંતુ તેમને રંગોળી બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે હવે રંગોળી બનાવવા માટે તમારે જરાય ચિંતા ન કરવી જોઈએ. કારણ કે અમે તમારા માટે રંગોળીની એવી ડિઝાઇન લાવ્યા છીએ, જેને તમે તમારા ઘરમાં સરળતાથી બનાવી શકો છો.
રંગોળીને બગડતી કેવી રીતે બચાવવી
ઘણી વખત આપણે આપણા ઘરની વચ્ચે રંગોળી બનાવીએ છીએ. જેના કારણે લોકો વારંવાર આવે ત્યારે રંગોળી બગડી જાય છે. રંગોળીને બગડતી અટકાવવા માટે તમે ઘરના ખૂણામાં નાની સાઈઝની રંગોળી બનાવી શકો છો. નાની સાઈઝની રંગોળી જોવામાં સુંદર લાગે છે પરંતુ તે બનાવવી પણ સરળ છે.
View this post on Instagram
આ રંગોળીની ડિઝાઇન બનાવો
તમને જણાવી દઈએ કે તમે ફ્લોરની બાજુમાં પાંદડાની વેલાની ડિઝાઇન પણ બનાવી શકો છો. આ માટે તમારે ફક્ત 3 રંગીન બોલ બનાવવાના છે અને તેની ઉપર એક એક પર્ણનો આકાર આપવાનો છે. તમે તમારી પસંદગી મુજબ કોઈપણ રંગ પસંદ કરી શકો છો. રંગોળી બનાવ્યા પછી, તમે પેઇન્ટ બ્રશ વડે તેને ફિનિશિંગ અથવા ફાઇનલ ટચ પણ આપી શકો છો.
View this post on Instagram
વિવિધ ડિઝાઇનની રંગોળી બનાવો
તમે વિવિધ ડિઝાઇનની રંગોળી ખૂબ જ સરળતાથી બનાવી શકો છો. આ માટે તમે નાની રંગોળી જ બનાવો. તમે વિવિધ રંગોના ફૂલો બનાવો અને તેમની વચ્ચે કોઈ અન્ય રંગથી એક નાનું વર્તુળ બનાવો. જો તમે ઈચ્છો તો નાના વર્તુળોમાં જોડાયેલું પણ વર્તુળ બનાવી શકો છો. આ રંગોળી જોવામાં પણ ખૂબ સરસ લાગે છે.
View this post on Instagram
રંગોળીની ડિઝાઇન જુઓ
આજકાલ દરેક તહેવારોમાં રંગોળી બનાવવાનું ચલણ વધ્યું છે. આવી સ્થિતિમાં, તમે સોશિયલ મીડિયા અથવા યુટ્યુબ પરથી રંગોળી બનાવતા વીડિયો પણ જોઈ શકો છો. આ તમારા માટે રંગોળી બનાવવાનું સરળ બનાવશે. આ સાથે, તમને રંગોળી બનાવવાની વિવિધ ડિઝાઇન પણ મળશે.