AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flaxseeds Benefits: ત્વચા અને વાળ માટે આ રીતે કરો અળસીનો ઉપયોગ

તમે તમારી બ્યુટી રૂટીનમાં આ બીજનો ઉપયોગ કરી શકો છો. ચાલો તમને જણાવી દઈએ કે તમે ત્વચા માટે ફ્લેક્સીડ એટલે કે અળસીનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

Flaxseeds Benefits: ત્વચા અને વાળ માટે આ રીતે કરો અળસીનો ઉપયોગ
અળસીથી બનાવો હેરમાસ્ક અને ફેસ પેક
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 7:32 PM
Share

અળસી (Flaxseeds) ફક્ત તમારા શરીર માટે જ નહીં પરંતુ તમારી ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેમાં લિગ્નાન અને એન્ટી ઓકિસડન્ટ હોય છે, જે ત્વચાને કડક બનાવવામાં મદદ કરે છે. તેમાં ફેટી એસિડ્સ પણ હોય છે, જે તમારી ત્વચાને પોષિત, હાઈડ્રેટેડ અને મોઈશ્ચરાઈઝ્ડ રાખે છે. અળસીના બીજનો સુપરફૂડમાં સમાવેશ થાય છે.

આ બીજ આપણા શરીરને અંદર અને બહાર બંને પોષક તત્વો પૂરા પાડવામાં મદદ કરે છે. તમે તમારી બ્યુટી રૂટીનમાં આ બીજનો ઉપયોગ કરી શકો છો. ચાલો તમને જણાવી દઈએ કે તમે ત્વચા માટે ફ્લેક્સસીડ એટલે કે અળસીનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

અળસીની જેલ – જેલ બનાવવા માટે 2 કપ પાણી લો અને તેમાં અળસી 1/2 વાટકો ઉમેરો. ગેસની મધ્યમ આંચ પર તેને પકાવો અને ચમચીથી મિશ્રણને હલાવતા રહો. જ્યારે સફેદ ફીણ જેલ જેવું પ્રવાહી નીકળવાનું શરૂ થાય ત્યારે ગેસ બંધ કરો. 20-30 મિનિટ સુધી તેને ઠંડુ થવા દો.

અળસીના મિશ્રણમાંથી જેલ કાઢવા માટે પાતળા સુતરાઉ કાપડનો ઉપયોગ કરો અને તેને એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. આ જેલને તમે સરળતાથી તમારા રેફ્રિજરેટરમાં 1 મહિના માટે સ્ટોર કરી શકો છો. જ્યારે પણ ત્વચા નિસ્તેજ લાગે ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો. રૂથી તમારા ચહેરા પર આ જેલ લગાવો અને 30 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો અને તમારી ત્વચા ચમકશે.

અળસીનું પેક –  આ કુદરતી કોલેજન બૂસ્ટિંગ પેક તમારી ત્વચાની કરચલીઓ સામે લડવામાં જ નહીં, પરંતુ ત્વચાને નરમ બનાવવામાં અને ગ્લો આપવામાં પણ મદદરૂપ બનશે. 1 ચમચી અળસી લો અને તેને 1 કપ પાણીમાં મિક્સ કરી દો. આખી રાત પાણીમાં અળસી રહેવા દો અને તમે સવારે ઉઠ્યા પછી તેનો ઉપયોગ એન્ટી એજિંગ પેક તરીકે કરી શકો છો.

આ માટે 1 ચમચી ચોખાના લોટ, 1 ચમચી મધ અને 1/2 ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરો. આ સિવાય તમે વિટામિન ઈ કેપ્સ્યુલ્સનો પણ ઉપયોગ કરી શકો છો. આ બધાને મિક્સ કરો અને આ મિશ્રણને ગ્રાઈન્ડરમાં નાખો અને બરાબર મિક્સ કરો. તમારા ચહેરા પર આ ફેસ પેકને હાથથી લગાડો અને તેને 30 મિનિટ માટે રાખી મૂકો પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. કરચલીઓથી છૂટકારો મેળવવા માટે તેનો ઉપયોગ કરો.

અળસીનું હેર માસ્ક – સ્વસ્થ, નરમ અને રેશમી વાળ માટે તમે અળસીના હેર માસ્કનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે અડધો કપ અળસી જેલ લો, તેમાં 2 ચમચી ગરમ નાળિયેર તેલ અને તમારા મનપસંદ તેલના થોડા ટીપા ઉમેરો. આ માસ્કને તમારા વાળના મૂળિયામાં લગાવો અને માલિશ કરો. 1-2 કલાક સુધી વાળમાં રહેવા દો. આ પછી માથું ધોઈ લો. આ માટે  હળવા શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરો. આ હેર માસ્ક તમારા વાળને મુલાયમ અને ચમકતાં રાખવામાં મદદ કરશે, જ્યારે હેરફોલને અટકાવવામાં પણ મદદરૂપ થશે.

આ પણ વાંચો :  આ મહિલાઓએ બદલ્યું તેના ગામનું ચિત્ર, હવે ઘરે બેઠા આ રીતે કરે છે લાખોની કમાણી

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">