AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કલર કોમ્બિનેશનની આ ટીપ્સને કરો ફોલો અને દેખાવો હેન્ડસમ, દરેક વ્યક્તિની નજર રહેશે તમારા પર

બદલાતા જમાના તેમજ ફેશનની દુનિયામાં કલર કોમ્બિનેશન એક મહત્વની બાબત છે, પરંતુ ઘણા પુરુષો કપડાં પસંદ કરતી વખતે ખૂબ જ કેઝ્યુઅલ હોય છે અને રંગો પ્રત્યે મોટાભાગે બેદરકાર જોવા મળે છે. જેના કારણે ક્યારેક તેમને પહેરેલા મોંઘા કપડાં પણ પરફેક્ટ દેખાતા નથી.

કલર કોમ્બિનેશનની આ ટીપ્સને કરો ફોલો અને દેખાવો હેન્ડસમ, દરેક વ્યક્તિની નજર રહેશે તમારા પર
color combination tips
| Updated on: Nov 07, 2023 | 4:14 PM
Share

પરફેક્ટ દેખાવા માટે મોંઘા કપડાં પહેરવાની જરૂર નથી, પરંતુ જો તમને રંગોનું કોમ્બિનેશન કરતા આવડે તો કોઈપણ કપડાંને યોગ્ય રીતે કેરી કરો તો તે તમારા દેખાવને નિખારવામાં ઘણી મદદ કરી શકે છે. આટલું જ નહીં જો તમે પ્રોફેશનલ દેખાવા માંગતા હોવ અથવા કોઈપણ પાર્ટીમાં તમે અલગ જ તરી આવવું હોય તો તમારી ડ્રેસિંગ સેન્સ અને કપડાંની યોગ્ય પસંદગી ઘણી મહત્વની છે. ઘણીવાર એવું જોવા મળે છે કે પુરુષોને કલર કોમ્બિનેશનની સમસ્યા થતી હોય છે.

કપડાંની સાથે શૂઝ પણ કરો મેચ

જેન્ટ્સ મોંઘા કપડાં તો ખરીદે છે, પરંતુ મહત્વની બાબતો પર ધ્યાન આપતા નથી. તેઓને એ નથી સમજાતું કે કેવા શર્ટના કલર સાથે કેવું પેન્ટ પાસ કરવું. જેમ કે કેવો શર્ટ ક્યા ટ્રાઉઝર સાથે મેચ કરવું જોઈએ અથવા શૂઝ કેવી રીતે પસંદ કરવા વગેરે. અમે તમને જણાવી દઈએ કે જો તમે પ્રોફેશનલ કામ કરતા હોય તો ફર્સ્ટ ઈમ્પ્રેશન પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. તો તમારા માટે તમારા દેખાવ પર ધ્યાન આપવું જરૂરી છે. અહીં તમને કેટલાક કલર કોમ્બિનેશન વિશે જણાવશું.

જેન્ટ્સ માટે બેસ્ટ કલર કોમ્બિનેશન

બ્લેક એન્ડ વ્હાઈટ

બ્લેક એન્ડ વ્હાઇટ કલર કોમ્બિનેશન ફેશન જગતમાં અને લોકોમાં ઓલ ટાઈમ ફેવરિટ રહ્યું છે. તે છોકરાઓના આઉટ ફિટ માટે પણ પરફેક્ટ છે. તેમાં પણ બ્લેક શર્ટ જેન્ટ્સ પર એવરગ્રીન જ લાગે છે. તમે તેનો ઉપયોગ ફોર્મલ અને કેઝ્યુઅલ બંને માટે કરી શકો છો. આ રંગ કોમ્બિનેશન સાથે જૂતાની યોગ્ય પસંદગી પણ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં તેની સાથે કાળા જૂતા પહેરી શકો છો.

આછો વાદળી અને બ્લેક

ગમે તે પ્રસંગ પર તમે આ બે રંગો પર પસંદગી ઉતારી શકો છો. આ તમારા લુકને કૂલની સાથે પ્રોફેશનલ પણ બનાવશે. તમે બ્લેક જીન્સ સાથે ડેનિમ બ્લુ શર્ટ અને બ્લેક ટ્રાઉઝર સાથે લાઈટ વાદળી ફોર્મલ શર્ટ કેરી કરી શકો છો. આની સાથે હંમેશા કાળા શૂઝ પહેરો તે વધારે સારૂં દેખાશે.

ડીપ ગ્રીન અને સફેદ

જો તમારી પાસે ઓલિવ ગ્રીન કલરનું પેન્ટ હોય તો તેની સાથે અન્ય કોઈ રંગના શર્ટ કે ટી-શર્ટને બદલે સફેદ રંગનો શર્ટ પસંદ કરવો જોઈએ. તેનાથી તમારો લુક હેન્ડસમ બનશે. તેની સાથે ફોર્મલ શુઝ તેમજ બેલ્ટ પણ કેરી કરવા જોઈએ.

લાલ અને સફેદ

જો તમારી પાસે લાલ શર્ટ છે અને તમે તેની સાથે યોગ્ય પેન્ટ પસંદ કરવા માંગો છો, તો અમે તમને જણાવી દઈએ કે તમારે કાળા કે સફેદ પેન્ટની પેર બનાવવી જોઈએ. જો તમારે હોટ દેખાવું હોય તો સફેદ જીન્સ સાથે લાલ શર્ટ પહેરો. એકદમ હેન્ડસમ અને ચહેરો ખીલી ઉઠશે. લોકોની નજર તમારા પર જ રહેશે.

નેવી બ્લુ અને વ્હાઇટ

દરેક લોકો પાસે આ કલર કોમ્બિનેશન હોવું જ જોઈએ. આ કલર કોમ્બિનેશન ઘણા વર્ષોથી ચાલ્યું આવે છે અને હોટ ફેવરિટ છે. તમે જ્યાં પણ આ કલર કોમ્બિનેશન જેમ કે શર્ટ, પેન્ટ, ટી-શર્ટ, જીન્સ, થ્રી પીસ ડ્રેસ, ફોર્મલ સૂટ વગેરે પહેરશો ત્યાં તમે પરફેક્ટ અને કૂલ દેખાશો.

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાઓસમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરાશે
દાઓસમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરાશે
Breaking News: અમદાવાદની નેશનલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
Breaking News: અમદાવાદની નેશનલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
Breaking news: ઉધનામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ
Breaking news: ઉધનામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ
ડૉક્ટરની ચિઠ્ઠી વગરની કફ સિરપ પિવડાવતા બાળકીનું શંકાસ્પદ મોત
ડૉક્ટરની ચિઠ્ઠી વગરની કફ સિરપ પિવડાવતા બાળકીનું શંકાસ્પદ મોત
Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
g clip-path="url(#clip0_868_265)">