Fashion Tips: ગરમીની સીઝનમાં Sareeનો આ ટ્રેન્ડ ફોલો કરીને પણ દેખાઈ શકો છો સ્ટાઈલિશ

|

May 07, 2021 | 3:30 PM

Fashion Tips: મોટાભાગની મહિલાઓ ગરમીની સિઝનમાં સાડી(Saree) પહેરવાનું ટાળે છે. પરંતુ આ સિઝનમાં તમે સાડી નો નવો ટ્રેન્ડ ફોલો કરી શકો છો. હલકી ફુલકી અને ખૂબસૂરત સાડીઓ ન તો ફક્ત તમને આરામ આપે છે પણ તમને સ્ટાઈલિશ પણ બનાવે છે. આવો જાણીએ કે આ સિઝનમાં સાડીનો ટ્રેન્ડ કેવો છે ?

Fashion Tips: ગરમીની સીઝનમાં Sareeનો આ ટ્રેન્ડ ફોલો કરીને પણ દેખાઈ શકો છો સ્ટાઈલિશ
સાડી

Follow us on

Fashion Tips: મોટાભાગની મહિલાઓ ગરમીની સિઝનમાં સાડી (Saree) પહેરવાનું ટાળે છે. પરંતુ આ સિઝનમાં તમે સાડી નો નવો ટ્રેન્ડ ફોલો કરી શકો છો. હલકી ફુલકી અને ખૂબસૂરત સાડીઓ ન તો ફક્ત તમને આરામ આપે છે પણ તમને સ્ટાઈલિશ પણ બનાવે છે. આવો જાણીએ કે આ સિઝનમાં સાડીનો ટ્રેન્ડ કેવો છે ?

ગરમીની મોસમને ફેશન માટે બેસ્ટ માનવામાં આવે છે. આ મોસમમાં તમને હલકા અને ફેશનેબલ કપડાં આરામથી પહેરી શકો છો. પરંતુ મોટાભાગે મહિલાએ ગરમીની સિઝનમાં સાડી પહેરવાનું ટાળે છે. પરંતુ આ મોસમમાં તમે સાડીઓનો નવો ટ્રેન્ડ ફોલો કરીને હલકી ફુલકી અને સુંદર સાડીઓ પહેરીને તમે સ્ટાઇલિશ અને ટ્રેન્ડી પણ દેખાઇ શકો છો.

મોટાભાગના ફેશન ડિઝાઈનરનું માનવું છે કે હલકી સાડીઓને આ સિઝનમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. દરરોજ પહેરવા માટે તમે ઓર્ગેન્જા, કોટા અથવા તો ચંદેરી સાડી પહેરી શકો છો. તે વજનમાં બહુ હલકી હોય છે અને તેને સંભાળવી પણ ખૂબ આસાન હોય છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કેટલીક મહિલાઓ ગરમીમાં કોટન, ખાદી અને કાંચી સિલ્ક સાડી પહેરવાનું પસંદ કરે છે. જો તમારા ઘરમાં કોઈ ફંકશન છે તો તમે ખાદી, જમદાની અથવા તો કોટા સાડીનો વિકલ્પ પસંદ કરી શકો છો.

ગરમીની સીઝનમાં સાડીઓનો રંગ પણ ખૂબ મહ્ત્વ રાખે છે. સિમ્પલ હળવા રંગવાળી સાડી સારી લાગે છે. ફેશન ડિઝાઈનર શું માનવું છે કે હળવા રંગની સાડીઓ શરીરને ઠંડક પહોંચાડે છે. ગુલાબી, પીળી ભૂરી અથવા તો આસમાની રંગની સાડી ખૂબ પસંદ કરવામાં આવે છે. આ સમયમાં ફ્લોરલ, પેસ્ટલ અને બ્રાઈટ કલર્સ ની સાડીઓ સૌથી વધારે લોકપ્રિય છે.

Next Article