Eid Sharbat Recipe : ઈદ નિમિત્તે વિવિધ શરબતનો આનંદ માણો, આ રહી શરબત બનાવવાની રીત

|

Jul 21, 2021 | 3:01 PM

ઈદ પર અનેક સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. ઈદમાં બિરયાની અને કોરમા (Korma) જેવી વાનગીઓનો આનંદ માણવાનું લોકો પસંદ કરે છે. ગરમીના દિવસોમાં શરીરને હાઈડ્રેટેડ રાખવી ખુબ જરુરી છે. તેમજ સ્વાદિષ્ટ વાનગીઓ સાથે મહેમાનને ઠંડા શરબત પીરસી શકો છો.

Eid Sharbat Recipe : ઈદ નિમિત્તે વિવિધ શરબતનો આનંદ માણો, આ રહી શરબત બનાવવાની રીત
Sharbat Recipe

Follow us on

Eid Sharbat Recipe : ગરમીના દિવસોમાં શરીરને હાઈડ્રેટેડ રાખવું ખુબ જરુરી છે. હાઈડ્રેટેડ રહેવા માટે તમે  વિવિધ પ્રકારના શરબત (Sharbat) બનાવી મોજ માણી શકો છો.

ઈદ પર અનેક સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. બિરયાની (Biryani) અને કોરમા (Korma) જેવી વાનગીઓનો આનંદ માણવાનું લોકો પસંદ કરે છે. ગરમીના દિવસોમાં શરીરને હાઈડ્રેટેડ રાખવી ખુબ જરુરી છે. તેમજ સ્વાદિષ્ટ વાનગીઓ સાથે મહેમાનને ઠંડું શરબત આપી  શકો છો.

ગુલાબ શરબત : તાજા ગુલાબના પાંદડાઓ, પાણી, ખાંડ અને ગુલાબના એસેન્સ (Essence) થી આ ડ્રિંક બનાવી તમામ પ્રકારના નાસ્તાની સાથે લઈ શકાય છે. તેમજ તમે હોમમેડ આઈસ્ક્રીમ (Ice Cream) અને કસ્ટર્ડને પણ ઉમેરી શકો છો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

તરબૂચ શરબત :  તાજા તરબૂચ (Watermelon) ના ટુકડા, ફુદીનાના પાન, લીબુંનો રસથી ફ્રેશ શરબત બનાવવું સરળ છે.

ખસખસ શરબત : ખસખસ એસેન્સ તમને કરિયાણાની દુકાનમાંથી સરળતાથી મળી રહેશે. પાણીમાં એસેન્સની સાથે ખાંડ અને ગ્રીન ફૂડ રંગને મિક્ષ કરો.

ગોળનું શરબત : નરમ ગોળ (Jaggery) લઈ તેને બરફ (Ice) ના પાણી સાથે મિક્ષ કરો. તમારું સુપર કૂલ અને હાઈડ્રેટિંગ ડ્રિંક તૈયાર છે.

બીલીનું શરબત : આ પીણું માત્ર સ્વાદિષ્ટ જ નહિ પરંતુ પોષક તત્વોથી પણ ભરપુર હોય છે. આ પીણાને બનાનવા માટે બીલીને તોડી પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેમાંથી પલ્પ કાઢી ખાંડ સાથે સારી રીતે મિક્ષ કરો. ત્યારબાદ તેને ગાળી લો બસ તમારું બીલીનું શરબત (Sharbat) તૈયાર છે.

બદામ શરબત : પોષક તત્વો અન સુંગધથી ભરપુર આ સમર ડ્રિંકમાં તજ, એલચીના અદભુત સ્વાદવાળું હોય છે. આ પીણાને ઈદ પર તે લોકો પીવે છે જેમને સ્ટ્રોંગ સ્વાદ પસંદ હોય છે.

કેરીના પાન શરબત : કાચી કેરી (mango), પાણી, મીઠું, કાળા મરી અને ચાટ મસાલામાંથી બનેલું સ્વાદિષ્ટ પીણું ગરમીને માત આપે છે. ગરમીમાં કેરી (mango) ના પાનનું શરબત પી શકો છો. તે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. જેનાથી શરીરમાં ઠંડક મળે છે. તેમજ લુથી પણ બચાવે છે. ગરમીમાં પેટ સાથે જોડાયેલી સમસ્યાઓથી પણ દુર રાખવાનું કામ કરે છે. તેમજ તમારી પાચન શક્તિને પણ તંદુરસ્ત રાખે છે.

 

આ પણ વાંચો : Monsoon Recipes : ચોમાસામાં માણો આ ગરમાગરમ વાનગીનો ટેસ્ટ, ટ્રાઈ કરો દાળની આ વાનગી

Next Article