ચોમાસામાં આઈસ્ક્રીમ ખાવાથી શરીરને થશે આ નુકશાન, તેને ના કરશો નજરઅંદાજ

|

Jul 19, 2022 | 7:41 PM

Ice Cream Side Effects: ઘણા લોકોનો આઈસ્ક્રીમ ખુબ પસંદ હોય છે. તેઓ આઈસ્ક્રીમ ખાવાના એટલા શોખીન હોય છે કે તેઓ ચોમાસામાં પણ આઈસ્ક્રીમનું સેવન કરે છે. જે યોગ્ય નથી.

ચોમાસામાં આઈસ્ક્રીમ ખાવાથી શરીરને થશે આ નુકશાન, તેને ના કરશો નજરઅંદાજ
Healthcare Tips
Image Credit source: istock

Follow us on

ઘણા લોકોને આઈસ્ક્રીમ ખુબ પસંદ હોય છે. ઉનાળામાં આઈસ્ક્રીમ (Ice Cream) ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. તેના કારણે ઉનાળાની કાળજાળ ગરમીમાંથી રાહત મળે છે. પરંતુ ચોમાસામાં આઈસ્ક્રીમનું સેવન કરવાથી શરીરને અનેક નુકસાન થઈ શકે છે. જો તમે પણ ચોમાસામાં આઈસ્ક્રીમ ખાવાના શોખીન છો તો ચોક્કસથી તેને ખાવાથી થતી આડઅસરો વિશે જાણી લો. દરેક ખોરાકના સેવનનો એક ચોક્કસ સમય હોય છે. દરેક ઋતુ અનુસાર તેને અનુરુપ ખોરાક હોય છે. તેને ફોલો કરવુ જોઈએ. આઈસ્ક્રીમનું સેવન કોઈ પણ ઋતુમાં ફાયદાકારક માનવામાં આવતું નથી. ચોમાસાની ઋતુમાં આઈસ્ક્રીમ ખાવાથી શું નુકસાન (Ice Cream Side Effects) થઈ શકે છે ? ચાલો જાણીએ.

ચોમાસામાં આઈસ્ક્રીમ ખાવાના ગેરફાયદા

માથાનો દુખાવો- ચોમાસામાં આઈસ્ક્રીમ, ઠંડુ પાણી કે બરફનું સેવન કરવાથી મગજ જામી શકે છે. આઈસ્ક્રીમ ઠંડો હોય છે અને ઠંડા પનીરનું સેવન કરવાથી મગજના જ્ઞાનતંતુઓ પર ખરાબ અસર પડે છે, જેનાથી માથાનો દુખાવો થઈ શકે છે. જે લોકોને સાઈનસની સમસ્યા હોય તેમણે ચોમાસામાં આઈસ્ક્રીમ ખાવાનું ટાળવું જોઈએ.

ગળામાં ચેપ – ચોમાસામાં આઈસ્ક્રીમના વધુ પડતા સેવનથી ગળામાં ઈન્ફેક્શન થઈ શકે છે. આઈસ્ક્રીમ ખાવાથી ગળામાં ઈન્ફેક્શનની સાથે કફની સમસ્યા પણ થઈ શકે છે. કફના કારણે ઉધરસ અને તાવ પણ આવી શકે છે. ચોમાસામાં આઈસ્ક્રીમ ખાવાથી ગળામાં ઈન્ફેક્શન થઈ શકે છે.

આ પણ વાંચો

છાતીમાં દુખાવો- આઈસ્ક્રીમ ખાવાથી શરદી, ઉધરસ, છાતીમાં જકડાઈ જવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને ચોમાસાની ઋતુમાં મીઠાઈ ખાવાની ઈચ્છા હોય તો આ સ્થિતિમાં તમે હલવાનું સેવન કરી શકો છો. ચોમાસામાં તમે મગની દાળને ઘીમાં શેકીને તેને હેલ્ધી ખીર બનાવીને ખાઈ શકો છો.

પાચન શક્તિ નબળી- ચોમાસા દરમિયાન ચેપ અને રોગોનું જોખમ વધી જાય છે. એટલા માટે આપણે એવી વસ્તુઓનું સેવન કરીએ છીએ જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પરંતુ જો તમે ચોમાસામાં આઈસ્ક્રીમનું સેવન કરો છો તો તેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જશે. તેથી ચોમાસામાં આઈસ્ક્રીમથી દૂર રહો અને તમારા સ્વાસ્થ્યની જાળવણી કરો તો જ તમે ચોમાસામાં સમસ્યાઓથી દૂર રહી શકશો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Next Article